SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ દષ્ટિભેદે ભેદ ૨૩ ગૌણ કરીને પર્યાયને ગ્રહણ કરે) તે પર્યાયાર્થિનય (પર્યાયદષ્ટિ) છે......” અર્થાત્ પૂર્ણ દ્રવ્ય જ્યારે માત્ર વર્તમાન અવસ્થારૂપ - પર્યાયરૂપ જ જણાય છે તેને જ પર્યાયદષ્ટિ કહેવાય છે અને તે વખતે તે વર્તમાન પર્યાયમાં જ પૂર્ણ દ્રવ્ય છુપાયેલ છે. આથી જે એમ કહેવામાં આવે કે વર્તમાન પર્યાયનો સમ્યગ્દર્શનના વિષયમાં સમાવેશ નથી, તો ત્યાં સમજવું પડશે કે કોઈ પણ દ્રવ્યનો વર્તમાન પર્યાયનો લોપ થતાં જ પૂર્ણ દ્રવ્યનો જ લોપ થઈ જશે, ત્યાં વસ્તુનો જ અભાવ થઈ જશે, માટે દષ્ટિના વિષયમાં (સમ્યગ્દર્શનના વિષયમાં) વર્તમાન પર્યાયનો અભાવ ન કરતાં, માત્ર તેમાં રહેલ અશુદ્ધિને (વિભાવભાવને) ગૌણ કરવામાં આવે છે; જે અમે આગળ ઉપર જણાવીશું - સમજાવીશું. તે જ પૂર્ણ વસ્તુને જે દ્રવ્યદષ્ટિથી જોવામાં આવે તો તે સંપૂર્ણ વસ્તુ માત્ર દ્રવ્યરૂપ જ - ધૃવરૂપ જ - અપરિણામરૂપ જ જણાય છે, ત્યાં પર્યાય જણાતો જ નથી; કારણ કે ત્યારે પર્યાય તે દ્રવ્યમાં અંતર્ભત થઈ જાય છે અર્થાત્ પર્યાય ગૌણ થઈ જાય છે અને પૂર્ણ વસ્તુ ધ્રુવરૂપ-દ્રવ્યરૂપ જ જણાય છે, તેથી જ દ્રવ્યદષ્ટિ કાર્યકારી છે જે વાત અમે આગળ વિસ્તારથી જણાવીશું. અત્રે જણાવ્યા અનુસાર દ્રવ્ય-ગુણ-પર્યાય અને ઉત્પાદ-વ્યય-ધૂવરૂપ વસ્તુવ્યવસ્થા સમ્યક રૂપે ન સમજાઈ હોય અથવા તો વિપરીત રૂપે ધારણા થઈ હોય, તો સૌપ્રથમ તેને સમ્યક રૂપે સમજી લેવી અત્યંત આવશ્યક છે; કારણ કે તેના વિના સમ્યગ્દર્શનનો વિષય સમજાવો અશક્ય જ છે, તેથી હવે આપણે આ જ ભાવો શાસ્ત્રના આધારે પણ દઢ કરીશું.
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy