________________
૨૦૮
સમ્યગ્દર્શનની રીત
તપસ્યામાં નવાવાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય અતિ શ્રેષ્ઠ છે. સંસારી જીવો નિમિત્તવાસી હોય છે. કાર્યરૂપ તો નિયમથી ઉપાદાન જ પરિણમે છે, પરંતુ તે ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે નિમિત્તની હાજરી અવિનાભાવે હોય જ છે, અર્થાત્ વિવેકે કરી મુમુક્ષુ જીવ સમજે છે કે કાર્ય ભલે માત્ર ઉપાદાનમાં થાય, પરંતુ તેથી કરીને પોતાને સ્વચ્છેદે કોઈ પણ નિમિત્ત સેવવાનો પરવાનો
નથી મળી જતો અને તેથી જ તેઓ નબળા નિમિત્તોથી ભીરુભાવે દૂર જ રહે છે. - સાધક આત્માએ ટી.વી., સિનેમા, નાટક, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે જેવાં નબળા નિમિત્તોથી દૂર જ
રહેવું આવશ્યક છે; કારણ કે ગમે તેટલા સારા ભાવોને ફરી જતા વાર નથી લાગતી. બીજું આ બધાં જ નબળા નિમિત્તો અનંત સંસાર અર્થાત્ અનંત દુઃખની પ્રાપ્તિના કારણ બનવા સક્ષમ છે. માતા-પિતાના ઉપકારોનો બદલો કોઈ રીતે વાળી શકાતો નથી, એકમાત્ર તેઓને ધર્મ પમાડીને જ વાળી શકાય છે. તેથી માતા-પિતાની સેવા કરવી. માતા-પિતાનો સ્વભાવ અનુકૂળ ન હોય તો પણ તેઓની સેવા પૂરેપૂરી કરવી અને તેઓને ધર્મ પમાડવો, તેના માટે પ્રથમ પોતે ધર્મ પામવો આવશ્યક છે. ધર્મ ન લજવાય તેને માટે સર્વ જૈનોએ પોતાના કુટુંબમાં, વ્યવસાયમાં - દુકાન, ઑફિસ વગેરેમાં તથા સમાજ સાથેનો પોતાનો વ્યવહાર સારો જ હોય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. અપેક્ષા, આગ્રહ, આસક્તિ, અહંકાર કાઢી નાખવાં અત્યંત આવશ્યક છે. સ્વદોષ જેવો, પરદોષ નહિ, પરગુણ જેવો અને તે ગ્રહણ કરવો અત્યંત આવશ્યક છે. અનાદિની ઇન્દ્રિયોની ગુલામી છોડવા જેવી છે. જે ઈન્દ્રિયોના વિષયોમાં જેટલી આસક્તિ વધારે, જેટલો જે ઇન્દ્રિયોનો દૂર-ઉપયોગ વધારે; તેટલી તે ઇન્દ્રિયો ભવિષ્યમાં અનંત કાળ સુધી મળવાની સંભાવના ઓછી. મારા જ ક્રોધ, માન, માયા, લોભ મારા કટ્ટર શત્રુ છે, બાકી વિશ્વમાં મારો કોઈ શત્રુ જ નથી. એક એક કષાય અનંત પરાવર્તન કરાવવા શક્તિમાન છે અને મારામાં તે કષાયોનો વાસ છે, તો મારું શું
થશે? માટે ત્વરાએ સર્વ કષાયોનો નાશ ઈચ્છવો અને તેનો જ પુરુષાર્થ આદરવો. - અહંકાર અને મમકાર અનંત સંસારનું કારણ થવા સક્ષમ છે, તેથી તેનાથી બચવાના ઉપાય કરવાં.
નિંદા માત્ર પોતાની કરવી અર્થાત્ પોતાના દુર્ગુણોની જ કરવી, બીજાના દુર્ગુણો જોઈને સૌપ્રથમ પોતે પોતાના ભાવ તપાસવા અને જે તે દુર્ગુણો પોતામાં હોય તો કાઢી નાંખવા અને તેમના પ્રત્યે ઉપેક્ષાભાવ અથવા કરુણાભાવ રાખવો કારણ કે બીજાની નિંદાથી તો આપણને ઘણો કર્મબંધ થાય છે અર્થાત્ કોઈ બીજાના ઘરનો કચરો પોતાના ઘરમાં ઠાલવતાં નથી જ, તેમ બીજાની નિંદા કરવાથી તેમનાં કર્મો સાફ થાય
છે જ્યારે મારાં કર્મોનો બંધ થાય છે. છે ઈર્ષા કરવી હોય તો માત્ર ભગવાનની જ કરવી અર્થાત્ ભગવાન બનવા માટે ભગવાનની ઈર્ષા કરવી,