________________
ચિંતન કણિકાઓ
૨૦૯
અન્યથા નહિ; એ સિવાય કોઈની પણ ઈર્ષા કરવાથી અનંત દુઃખ દેવાવાળાં અનંત કર્મોનો બંધ થાય છે
અને જીવ વર્તમાનમાં પણ દુઃખી થાય છે. • જાગૃતિ હર સમયે રાખવી અથવા કલાકે કલાકે પોતાના મનનાં પરિણામની ચકાસણી કરતાં રહેવી, તેનું
વલણ કઈ તરફ છે તે જોવું અને તેમાં જરૂરી સુધારા કરવાં. લક્ષ એકમાત્ર આત્મપ્રાપ્તિ જ રાખવું અને તે ભાવ દઢ કરતાં રહેવો. અનંત કાળ સુધી રહેવાનાં બે જ સ્થાનો છે - એક, સિદ્ધઅવસ્થા અને બીજું, નિગોદ. પહેલામાં અનંત સુખ છે અને બીજામાં અનંત દુઃખ છે, આથી પોતાના ભવિષ્યને લક્ષમાં લેતાં સર્વે જનોએ પોતાના સર્વ
પ્રયત્નો અર્થાત્ પુરુષાર્થ એકમાત્ર મોક્ષાર્થે જ કરવા યોગ્ય છે. - જે થાય તે સારા માટે એમ માનવું. જેથી કરી આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી બચી શકાય છે. અર્થાત્
નવાં કર્મોના આસ્રવથી બચી શકાય છે. મારે કોનો પક્ષ = કોની તરફેણ કરતાં રહેવી ? અર્થાત્ મારે ક્યો સંપ્રદાય અથવા ક્યા વ્યક્તિવિશેષની તરફેણ કરતાં રહેવી ? ઉત્તર :- માત્ર પોતાની જ અર્થાત્ પોતાના આત્માની જ તરફેણ કરતાં રહેવી; કારણ કે તેમાં જ મારો ઉદ્ધાર છે, અન્ય કોઈની તરફેણ (પક્ષ)માં મારો ઉદ્ધાર નથી, નથી, ને નથી જ; કારણ કે તે તો રાગદ્વેષનું કારણ થાય છે. પરંતુ જ્યારે પોતાના આત્માની જ તરફેણ કરવામાં આવે ત્યારે
તેમાં સર્વે જ્ઞાનીની તરફેણ સમાઈ જાય છે. - જૈન કહેવાતાં લોકોએ રાત્રિના કોઈ પણ કાર્યક્રમ - ભોજન સમારંભ ન રાખવાં જોઈએ. પ્રસંગે ફૂલ અને
ટાકડાનો ઉપયોગ ન કરવો જોઈએ. લગ્ન એ સાધક માટે મજબૂરી હોય છે, નહિ કે ઉજાણી; કારણ કે જે સાધકો પૂર્ણ બ્રહ્મચર્ય ન પાળી શકતાં હોય તેમને માટે લગ્નવ્યવસ્થાનો સહારો લેવા યોગ્ય છે કે જેથી કરીને સાધક પોતાનો સંસાર, નિર્વિઘ્ન શ્રાવકધર્મ અનુસાર વ્યતીત કરી શકે અને પોતાની મજબૂરી પણ યોગ્ય મર્યાદા સહિત પૂરી કરી શકે. આવાં લગ્નના ઉજવણાં ન હોય; કારણ કે કોઈ પોતાની મજબૂરીને ઉત્સવ બનાવી, ઉજાણી કરતાં જણાતા નથી. તેથી સાધકે લગ્ન બહુ જ જરૂરી હોય તો જ કરવાં અને તે પણ સાદાઈથી. બીજું, અત્રે જણાવ્યા અનુસાર લગ્નને મજબૂરી સમજીને કોઈએ લગ્નદિવસ વગેરેની ઉજાણી કરવા જેવી નથી અર્થાત્ તે દિવસે વિશેષ ધર્મ કરવા જેવો છે અને એવી ભાવના ભાવો કે હવે મને આ લગ્નરૂપ મજબૂરી ભવિષ્યમાં ક્યારેય ન હજો કે જેથી કરી હું ત્વરાએ આત્મકલ્યાણ કરી શકું અને સિદ્ધત્વ પ્રાપ્ત કરી શકું. જન્મ એ આત્માને અનાદિનો લાગેલ ભવરોગ છે, નહિ કે ઉજાણી; કારણ કે જેને જન્મ છે તેને મરણ અવશ્ય છે અને જન્મ-મરણનું દુઃખ અનંતુ હોય છે અર્થાત્ જ્યાં સુધી આત્માની જન્મ-મરણરૂપ ઘટમાળ ચાલે છે, ત્યાં સુધી તેને અનંત દુઃખોથી છૂટકારો મળતો નથી અર્થાત્ દરેકે એકમાત્ર સિદ્ધત્વ અર્થાત્ જન્મ-મરણથી કાયમ માટેનો છૂટકારો જ ઈચ્છવા યોગ્ય છે. તેથી આવાં જન્મના ઉજવણાં ન