SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ચિંતન કણિકાઓ ૨૦૭ તરફ જ આપની પૂર્ણ શક્તિ કામે લાગે છે, તેથી જેને આત્માની રૂચિ જાગી છે અને માત્ર તેનો જ વિચાર આવે છે, તેની પ્રાપ્તિના જ ઉપાયો વિચારાય છે, તો સમજવું કે મારી ભક્તિ યથાર્થ છે અર્થાત્ હું સાચા ભક્તિમાર્ગ છું. અર્થાત્ જ્યાં સુધી તમને શું ગમે છેના ઉત્તરમાં કોઈ પણ સાંસારિક ઈચ્છા/આકાંક્ષા હોય અથવા કોઈ વ્યક્તિ હોય ત્યાં સુધી પોતાની ભક્તિ સંસાર તરફની સમજવી અને જ્યારે ઉત્તર એકમાત્ર આત્મપ્રાપ્તિ એવો હોય, તો સમજવું કે આપના સંસારનો કિનારો બહુ નજીક આવી ગયેલ છે. અર્થાત્ ભક્તિ એટલે સંવેગ સમજવો કે જે વૈરાગ્ય અર્થાત્ નિર્વેદ સહિત જ આત્મપ્રાપ્તિ માટે કાર્યકારી છે. અભયદાન, શાનદાન, અન્નદાન, ધનદાન, ઔષધદાનમાં અભયદાન અતિ શ્રેષ્ઠ છે. માટે સર્વેએ રોજિંદા જીવનમાં જયણા રાખવી અત્યંત આવશ્યક છે. ધન પુણ્યથી પ્રાપ્ત થાય છે કે મહેનતથી અર્થાત્ પુરુષાર્થથી ? ઉત્તર : ધનની પ્રાપ્તિમાં પુણ્યનો ફાળો અધિક છે અને મહેનત અર્થાત્ પુરુષાર્થનો ફાળો ઓછો છે. કારણ કે જેનો જન્મ ધનવાન કુટુંબમાં થાય છે તેને, કોઈ પણ પ્રયત્ન વગર જ ધન પ્રાપ્ત થાય છે અને ધંધામાં ઘણી મહેનત કરતાં લોકો પણ ધન ગુમાવતાં જણાય છે. ધન કમાવવા માટે પ્રયત્ન આવશ્યક છે, પરંતુ કેટલો? કારણ કે ઘણાં લોકોને બહુ ઓછાં પ્રયત્ન અધિક ધન પ્રાપ્ત થતું દેખાય છે, જ્યારે કોઈને ઘણાં પ્રયત્નો છતાં ઓછું ધન પ્રાપ્ત થતું જણાય છે; તેથી એ નિશ્ચિત થાય છે કે ધન પ્રયત્ન કરતાં પુણ્યને અધિક વરેલ છે. તેથી જેને ધન માટે મહેનત કરવી આવશ્યક લાગતી હોય તેઓએ પણ વધારેમાં વધારે અર્ધો સમય જ અર્થોપાર્જનમાં અને ઓછામાં ઓછો અર્થો સમય તો ધર્મમાં જ લગાવવાં યોગ્ય છે; કારણ કે ધર્મથી અનંત કાળનું દુઃખ ટળે છે અને સાથે સાથે પુણ્યનાં કારણે ધન પણ સહજ જ પ્રાપ્ત થાય છે. જેમ ઘઉં વાવતાં સાથે ઘાસ આપમેળે જ પ્રાપ્ત થાય છે, તેમ સત્યધર્મ કરતાં પાપો હળવાં બને છે અને પુણ્ય તીવ્ર બને છે તેથી ભવકટીની સાથે સાથે ધન અને સુખ આપમેળે જ પ્રાપ્ત થાય છે અને ભવિષ્યમાં અવ્યાબાધ સુખરૂપ મુક્તિ મળે છે. પુરુષાર્થથી ધર્મ થાય અને પુણ્યથી ધન મળે. અર્થાત્ પૂર્ણ પુરુષાર્થ ધર્મમાં લગાવવો અને ધન કમાવવામાં ઓછામાં ઓછો સમય વેડફ્લો, કારણ કે ધન મહેનતના અનુપાતમાં (= પ્રમાણમાં = Proportionately) નથી મળતું, પરંતુ ધન પુણ્યના અનુપાતમાં મળે છે. કર્મોનો જે બંધ થાય છે, તેના ઉદયકાળે આત્માના કેવા ભાવ થશે? અર્થાત્ તે કર્મોના ઉદયકાળે નવાં કર્મો કેવાં બંધાશે, તેને તે કર્મનો અનુબંધ કહેવાય છે; તે અનુબંધ અભિપ્રાયનું ફળ છે, માટે સર્વ પુરુષાર્થ અભિપ્રાય બદલાવવા લગાવવો અર્થાત્ અભિપ્રાયને સમ્યક કરવામાં લગાવવો. સ્વરૂપથી હું સિદ્ધસમ હોવાં છતા, રાગદ્વેષ મારાં કલંક સમાન છે માટે તેને ધોવાનાં (ટાળવાનાં) ધ્યેયપૂર્વક, ધગશ અને ધૈર્યસહિત ધર્મપુરુષાર્થ આદરવો. સંતોષ, સરળતા, સાદગી, સમતા, સહિષ્ણુતા, સહનશીલતા, નમ્રતા, લઘુતા, વિવેક આત્મપ્રાપ્તિની યોગ્યતા માટે જીવનમાં કેળવવાં અત્યંત આવશ્યક છે.
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy