________________
૨૦૬
સમ્યગ્દર્શનની રીત
-
૪૦
ચિંતનકણિકાઓ એક સમક્તિ પાએ બિના, તપ-જપ-ક્રિયા ફોક; જૈસા મુર્દા સિનગારના, સમજ કહે તિલોક. અર્થાત્ સમ્યગ્દર્શન વગરની સર્વ ક્રિયા-તપ-જપ-શ્રાવપણું-શુલ્લકપણું-સાધુપણું વગેરે મડદાને શણગારવાં જેવું નિરર્થક છે. અત્રે કહેવાનો ભાવાર્થ એ છે કે આવાં સમ્યગ્દર્શન વગરની ક્રિયા-તપ-જપશ્રાવકપણું-શુલ્લકપણું-સાધુપણું ભવનો અંત કરવા કાર્યકારી નથી અર્થાત્ તે ન કરવું એમ નહિ પરંતુ તેમાં જ સંતોષાઈ ન જવું અર્થાત્ તેનાથી જ પોતાને કૃતકૃત્ય ન સમજતાં, સર્વ પ્રયત્ન એકમાત્ર નિશ્ચય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અર્થે જ કરવાં. ભગવાનનાં દર્શન કઈ રીતે કરવાં? ભગવાનના ગુણોનું ચિંતન કરવું અને ભગવાન, ભગવાન બનવા જે માર્ગે ચાલ્યા તે માર્ગે ચાલવાનો દઢ નિર્ધાર કરવો તે જ સાચા દર્શન છે. સંપૂર્ણ સંસાર અને સાંસારિક સુખો પ્રત્યેના વૈરાગ્ય વગર અર્થાત્ સંસાર અને સાંસારિક સુખોની રુચિ સહિત મોક્ષમાર્ગની શરૂઆત થવી અત્યંત દુર્લભ છે અર્થાત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે. જીવને ચાર સંજ્ઞા/સંસ્કાર - આહાર, મૈથુન, પરિગ્રહ અને ભય અનાદિથી છે, તેથી તેના વિચારો સહજ હોય છે. તેવા વિચારોથી જેને છૂટકારો જોઈતો હોય તેઓએ પોતાનો તેના તરફનો ગમો તપાસવો અર્થાત્
જ્યાં સુધી આ સંજ્ઞાઓ ગમે છે અર્થાત્ તેમાં સુખ ભાસે છે; જેમ કે, કૂતરાને હાડકું ચૂસવા આપતાં તેને તેતાળવામાં ઘસાઈને લોહી નીકળે છે, કે જેને તે એમ સમજે છે કે લોહી હાડકાંમાંથી નીકળે છે અને તેથી તેને તેનો આનંદ થાય છે કે જે માત્ર તેનો ભ્રમ જ છે. આ રીતે જ્યાં સુધી આ આહાર, મૈથુન, પરિગ્રહ અને ભય અર્થાત્ બળવાનનો ડર અને નબળાને ડરાવવા/દબાવવાં ગમે છે ત્યાં સુધી તે જીવને તેના વિચારો સહજ હોય છે અને તેથી તેના સંસારનો અંત થતો નથી. તેથી મોક્ષેચ્છએ આ અનાદિના ઊલટા સંસ્કારોને મૂળથી કાઢવાનો પુરુષાર્થ આદરવાનો છે કે જેના માટે સર્વપ્રથમ આ સંજ્ઞાઓ પ્રત્યેનો આદર નીકળવો આવશ્યક છે, તેથી સર્વ પુરુષાર્થ તેઓ પ્રત્યે વૈરાગ્ય થાય તેના માટે જ લગાવવો આવશ્યક છે કે જેના માટે સર્વાચન અને સાચી સમજણ આવશ્યક છે. તમને શું ગમે છે? આ છે આત્મપ્રાપ્તિનું બેરોમીટર – થરમોમીટર. આ પ્રશ્નનો ઉત્તર ચિંતવવો. જ્યાં સુધી ઉત્તરમાં કોઈ પણ સાંસારિક ઈચ્છા/આકાંક્ષા હોય ત્યાં સુધી પોતાની ગતિ સંસાર તરફની સમજવી અને જ્યારે ઉત્તર એકમાત્ર આત્મપ્રાપ્તિ એવો હોય, તો સમજવું કે આપના સંસારનો કિનારો બહુ નજીક આવી ગયેલ છે. માટે તે માટેનો પુરુષાર્થ વધારવો. તમને શું ગમે છે? આ છે તમારી ભક્તિનું બેરોમીટર – થરમોમીટર. અર્થાત્ ભક્તિમાર્ગની વ્યાખ્યા એ છે કે જે આપને ગમે છે, તે તરફ આપની સહજ ભક્તિ સમજવી. ભક્તિમાર્ગ એટલે વેવલાવેડાંરૂપ અથવા વ્યક્તિરાગરૂપ ભક્તિ ન સમજવી, પરંતુ જે આપને ગમે છે અર્થાત્ જેમાં આપની રુચિ છે તે