________________
બાર ભાવના
આસ્રવ ભાવના – પુણ્ય અને પાપ – એ બન્ને મારા (આત્મા) માટે આસ્રવ છે; તેથી વિવેકે કરી પ્રથમ પાપોનો ત્યાગ કરવો અને એકમાત્ર આત્મપ્રાપ્તિના લક્ષે શુભ ભાવમાં રહેવું કર્તવ્ય છે.
૨૦૫
સંવર ભાવના – સાચા (કાર્યકારી) સંવરની શરૂઆત સમ્યગ્દર્શનથી જ થાય છે, તેથી તેના લક્ષે પાપોનો ત્યાગ કરી, એકમાત્ર સાચા સંવરના લક્ષે દ્રવ્યસંવર પાળવો.
નિર્જરા ભાવના – સાચી (કાર્યકારી) નિર્જરાની શરૂઆત સમ્યગ્દર્શનથી જ થાય છે, તેથી તેના લક્ષે પાપોનો ત્યાગ કરી, એકમાત્ર સાચી નિર્જરાના લક્ષે યથાશક્તિ તપ આચરવું.
લોકસ્વરૂપ ભાવના - પ્રથમ લોકનું સ્વરૂપ જાણવું, પછી ચિંતવવું કે હું અનાદિથી આ લોકમાં સર્વે પ્રદેશે અનંતી વાર જન્મ્યો અને મરણ પામ્યો; અનંતા દુઃખો ભોગવ્યાં, હવે ક્યાં સુધી આ ચાલુ રાખવું છે ? અર્થાત્ તેના અંત માટે સમ્યગ્દર્શન આવશ્યક છે, તો તેની પ્રાપ્તિનો ઉપાય કરવો. બીજું લોકમાં રહેલ અનંતા સિદ્ધ ભગવંતો અને સંખ્યાતા અરિહંત ભગવંતો અને સાધુ ભગવંતોને વંદણા કરવી, અને અસંખ્યાતા શ્રાવક-શ્રાવિકાજીઓ તથા સમ્યગ્દષ્ટિ જીવોની અનુમોદના કરવી, પ્રમોદ કરવો.
-
બોધિ દુર્લભ ભાવના બોધિ એટલે સમ્યગ્દર્શન, અનાદિથી આપણી રખડપટ્ટીનું જો કોઈ કારણ હોય તો તે છે સમ્યગ્દર્શનનો અભાવ; તેથી સમજાય છે કે સમ્યગ્દર્શન કેટલું દુર્લભ છે, કોઈક આચાર્ય ભગવંતે તો કહ્યું છે કે, વર્તમાન કાળમાં સમ્યગ્દષ્ટિ આંગળીના વેઢે ગણી શકાય એટલાં જ હોય છે.
ધર્મસ્વરૂપ ભાવના વર્તમાન કાળમાં ધર્મસ્વરૂપમાં ઘણી વિકૃતિઓ પ્રવેશી ચૂકેલ હોવાથી, સત્યધર્મની શોધ અને તેનું જ ચિંતન કરવું; સર્વ પુરુષાર્થ તેને પામવામાં લગાવવો.
2