SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ સમ્યગ્દર્શનની રીત ૩૯ અનિત્ય ભાવના – સર્વે સંયોગો અનિત્ય છે, ગમતા અથવા અણગમતા એવા તે કોઈ જ સંયોગ મારી સાથે નિત્ય રહેવાવાળાં નથી, તેથી તેનો મોહ અથવા દુ:ખનો ત્યાગ કરવો – તેમાં ‘હુંપણું’ અને ‘મારાપણું’ ત્યાગવું. - બાર ભાવેના અશરણ ભાવના – મારા પાપોના ઉદય વેળાં મને માતા-પિતા, પત્ની-પુત્ર, પૈસો વગેરે કોઈ જ શરણરૂપ થઈ શકે તેમ નથી, તેઓ મારું દુ:ખ લઈ શકે તેમ નથી, તેથી તેઓનો મોહ ત્યાગવો – તેઓમાં મારાપણું ત્યાગવું પરંતુ ફરજ પૂરેપૂરી બજાવવી. સંસાર ભાવના સંસાર એટલે સંસરણ-રખડપટ્ટી અને તેમાં એક સમયનાં સુખની સામે અનંતકાળનું દુઃખ મળે છે; તો એવો સંસાર કોને ગમે ? અર્થાત્ ન જ ગમે અને તે માટે એકમાત્ર લક્ષ સંસારથી છૂટવાનું જ રહેવું જોઈએ. - એકત્વ ભાવના – અનાદિથી હું એકલો જ રખડું છું, એકલો જ દુઃખ ભોગવું છું; મરણ સમયે મારી સાથે કોઈ જ આવવાનું નથી, મારું કહેવાતું એવું શરીર પણ નહિ, તો મારે શક્ય હોય તેટલું પોતામાં જ (આત્મામાં જ) રહેવાનો પ્રયત્ન કરવો. અન્યત્વ ભાવના – હું કોણ છું ? તે ચિંતવવું અર્થાત્ પૂર્વે જણાવ્યા અનુસાર પુદ્ગલ અને પુદ્ગલ (કર્મ) આશ્રિત ભાવોથી પોતાને જુદો ભાવવો અને તેમાં જ ‘હુંપણું’ કરવું, તેનો જ અનુભવ કરવો, તેને જ સમ્યગ્દર્શન કહેવાય છે. તે જ આ જીવનનું એકમાત્ર લક્ષ અને કર્તવ્ય હોવું જોઈએ. અશુિચ ભાવના મને, મારાં શરીરને સુંદર બતાવવાના = શણગારવાના જે ભાવ છે અને વિજાતીયનાં શરીરનું આકર્ષણ છે કે જે શરીરની ચામડીને હટાવતાં જ માત્ર માંસ, લોહી, પરું, મળ, મૂત્ર વગેરે જ જણાય છે કે જે અશુચિરૂપ જ છે એવું ચિંતવી પોતાનાં શરીરનો અને વિજાતીયનાં શરીરનો મોહ ત્યજવો, તેમાં મૂંઝાવું (મોહિત થવું) નહિ.
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy