________________
સમયસારના પરિશિષ્ટમાંથી અનેકાંતનું સ્વરૂપ
૨૦૩
એટલે કે જ્ઞાયકનો જ નિષેધ છે એમ સમજવું). ‘આવો જ્ઞાનમાત્ર ભાવ હું છું એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે. (અર્થાત્ આ જે જાણે છે તે હું છું પછી તે જાણવું સ્વનું હોય કે પરનું હોય. પરંતુ અત્રે એ સમજવું મહત્ત્વનું છે કે કોઈ પણ રીતે એટલે કે સ્વનું અથવા પરનું, કોઈ પણ જાણપણું નકારતાં જ આત્માનો – જ્ઞાયકનો નકાર હોવાથી તે જિનમત બાહ્ય જ છે કે જે સમયસાર ગાથા રની ટીકામાં પણ સ્પષ્ટ જણાવેલ જ છે.)”
આ જ વાત શ્લોક ૧૪૦માં પણ જણાવેલ છે કે, “એક જ્ઞાયકભાવથી ભરેલા મહાસ્વાદને લેતો, (એ રીતે જ્ઞાનમાં એકાગ્ર થતાં બીજો સ્વાદ આવતો નથી માટે) ઢંઢમય સ્વાદને લેવા અસમર્થ (ત્યાં સ્વપર નથી માત્ર હું છું) (અર્થાત્ વર્ણાદિક, રાગાદિક તથા ક્ષયોપથમિક જ્ઞાનના ભેદોને સ્વાદ લેવાને અસમર્થ = માટે એમ કહી શકાય કે અનુભૂતિના કાળે આત્મા પરને જાણતો નથી) આત્માના અનુભવના સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી નિજ વસ્તુવૃત્તિને (આત્માની શુદ્ધ પરિણતીને = પરમ પરિણામિક ભાવને = સમયસારરૂપ ભાવને = કારણશુદ્ધપર્યાયને) જાણતો-આસ્વાદતો (અર્થાત્ આત્માના અદ્વિતીય સ્વાદના અનુભવમાંથી બહાર નહીં આવતો = અર્થાત્ ત્યાં કોઈ જ સ્વ-પર નથી, ત્યાં દ્રવ્યપર્યાય એવો કોઈ જ ભેદ નથી, કારણ કે વર્તમાન પર્યાયમાં જ પૂર્ણ દ્રવ્ય અંતર્ગત છે = સમાયેલ છે.) આ આત્મા જ્ઞાનના વિશેષોના ઉદયને ગૌણ કરતો (અત્રે સમજવાનું એ છે કે વિશેષોનો નિષેધ નથી તેને માત્ર ગૌણ કર્યા છે. આ જ રીત છે અનુભવની) સામાન્યમાત્ર જ્ઞાનને અભ્યાસતો, સકળ જ્ઞાનને એકપણામાં લાવે છે – એકરૂપે પ્રાપ્ત કરે છે.”
શ્લોક ૨૭૫ :- “સહજ (પોતાના સ્વભાવરૂપ) (“સ્વના સહજ ભવનરૂપ = સ્વ’નું સહજ પરિણમન = પરમ પારિણામિક ભાવ = કારણશુદ્ધપર્યાય) તેજ:પુંજમાં (જ્ઞાનમાત્રમાં) ત્રણ લોકના પદાર્થો મગ્ન થતાં હોવાથી (જ્ઞાનમાત્ર એવા આત્માનો સ્વભાવ જ સ્વ-પરને જાણવાનો છે તેથી કરીને સર્વે જોયો જણાય છે = જાણે છે, જેમાં અનેક ભેદો થતાં દેખાય છે (અર્થાત્ જ્ઞાનમાત્ર ભાવનું શેયરૂપે પરિણમન દેખાય છે = થાય છે. છતાં તેનાથી ડરીને કાંઈ જે જ્ઞાનમાત્ર ભાવનો સ્વભાવ છે, શેયને જાણવાનો, તેનો નિષેધ કોઈ કાળે થઈ શકે તેમ નથી.), તો પણ જેનું એક જ સ્વરૂપ છે (સામાન્ય ભાવ ખંડખંડ થતો નથી, તે અભેદ જ રહે છે, માટે પરને જાણવામાં ડરવાની કોઈ જ વાત નથી.)....”
સર્વે જનો આ સમયસારરૂપ શુદ્ધાત્મામાં સ્થિત થાઓ અને અક્ષય સુખની પ્રાપ્તિ કરો એ જ ભાવના સહ અમે આટલું વિસ્તારથી લખેલ છે, છતાં મારી છત્મસ્થ દશાને કારણે, આ પુસ્તકમાં કાંઈ પણ ભૂલચૂક થઈ હોય તો આપ સુધારીને વાંચશો અને મારાથી જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તો મારાં ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડું !