________________
સમ્યગ્દર્શનની રીત
જે ગુણોનું પરિણમન થાય છે, તે દ્રવ્યના સર્વ પ્રદેશોમાં સમાન થાય છે, અને તે ઠીક છે; કારણ કે હલાવેલો એક વાંસ પોતાની બધી પર્વોમાં – એકેએક ગાંઠમાં હાલી જાય છે... આ રીતે દ્રવ્ય અખંડ છે અને સર્વ પ્રદેશોમાં રહેલ સર્વે ગુણો સર્વ પ્રદેશે પરિણમે છે.
ગાથા ૩૯ : અન્વયાર્થ:- “એ ગુણોનો આત્મા જ દ્રવ્ય છે, કારણ કે એ ગુણો દેશથી (દ્રવ્યથી) જુદી સત્તાવાળા નથી. નિશ્ચયથી દેશમાં (દ્રવ્યમાં) વિશેષ (ગુણો) રહેતા નથી, પરંતુ એ વિશેષો (ગુણો) દ્વારા જ દેશ (દ્રવ્ય) તેવો ગુણમય જણાય છે.” અર્થાત્ ગુણો છે તે જ દ્રવ્ય છે, બીજું કોઈ દ્રવ્ય નથી.
ગાથા ૪૫ : અન્વયાર્થ :- “એટલા માટે આ જ નિર્દોષ છે કે એ નિર્વિશેષ - નિર્ગુણ દ્રવ્યના વિશેષ જ ગુણ કહેવાય છે અને તે પ્રતિક્ષણ કથંચિત્ પરિણમનશીલ છે.”
અર્થાત્ દ્રવ્યમાં ગુણો સિવાય કાંઈ જ નથી અને તે સર્વે ગુણો ટકતા અને પરિણમતા છે અર્થાત્ જે ટકે છે તે જ ટકીને પરિણમે પણ છે, તે કુટસ્થ નથી. કથંચિતનો અર્થ એ છે કે, જે ટકે છે તે જ પરિણમે છે. માત્ર અપેક્ષાએ ટકતો અને પરિણમતો કહેવાય અર્થાત્ જે ટકે છે તેનો વર્તમાન - તે જ તેનું પરિણમન અને તેમાં કોઈ વાસ્તવિક ભેદ ન હોવાથી તેને કથંચિત્ કહ્યું છે.
ગાથા ૧૦૫ : અન્વયાર્થ :- “પ્રગટ છે અર્થ જેનો એવા ગુણોના લક્ષણ સંબંધી પદોનો સારાંશ એ છે કે, સમાન છે પ્રદેશ જેના એવા એક સાથે રહેવાવાળા જે વિશેષો છે તે જ (વિશેષો) જ્ઞાન દ્વારા ભિન્ન કરતાં ક્રમથી શ્રેણીકૃત ગુણ જાણવા.”
ભાવાર્થ :- “અનંત ગુણોના સમુદાયનું નામ દ્રવ્ય છે. દ્રવ્યના સંપૂર્ણ પ્રદેશોમાં જેમ એક વિવક્ષિત ગુણ રહે છે તે જ પ્રમાણે દ્રવ્યના બધા ગુણો પણ તે દ્રવ્યના એ જ બધા પ્રદેશોમાં યુગપત્ (એક સાથે) રહે છે. એટલા માટે દ્રવ્યના બધા ગુણો સમાન પ્રદેશવાળા અર્થાત્ અભિન્ન છે. વસ્તુતાએ એમાં કોઈ ભેદ નથી તો પણ શ્રુતજ્ઞાનાન્તર્ગત નયજ્ઞાનથી વિભક્ત (ભિન્ન ભિન્ન) કરતાં તેની ભિન્નભિન્ન શ્રેણીઓ થઈ જાય છે, કારણ કે વસ્તુમાં ખંડકલ્પના નયજ્ઞાનના કારણથી જ થાય છે.” અર્થાત્ વસ્તુ અભેદ જ છે, તેથી કોઈ પણ ભેદની કલ્પના તે નયજ્ઞાન જ છે.
ગાથા ૪૯૧ : અન્વયાર્થ :- “...એ બધા ગુણોની એક જ સત્તા હોવાથી એ બધા ગુણોમાં અખંડિતપણું પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે.”
ગાથા ૪૯૨ : અન્વયાર્થ :- “તેથી આ કથન નિર્દોષ છે કે, જો કે ભાવની અપેક્ષાએ સત્ અખંડિત એક છે, તો પણ એ સર્વ કથન વિવક્ષાવશથી છે, “સર્વથા' એ જ નયથી નથી.”
ભાવાર્થ :- “તેથી અમારું આ કહેવું બરાબર છે કે, ભાવની અપેક્ષાએ પણ “સ” એક અને અખંડિત છે તથા આમ કહેવું એ પણ નથવિશેષની વિવક્ષાથી છે, પણ સર્વથા નથી.” અર્થાત્ અભેદ નયથી છે, ભેદ નયથી નહીં.