________________
૧૫
દ્રવ્ય-ગણ વ્યવસ્થા
ટૂંકમાં કહેવું હોય તો દ્રવ્ય, તે ગુણોનો સમૂહ છે અને તે દ્રવ્યની વર્તમાન અવસ્થાને પર્યાય કહેવાય છે. જો કોઈને એવો પ્રશ્ન થાય કે ગુણોનો સમૂહ એટલે ઘઉંના કોથળા સમાન કે બીજી કોઈ રીતે ? ઉત્તરઃ તે ઘઉંના કોથળા જેવો નથી અર્થાત્ જેમ કોથળામાં અલગ અલગ ઘઉં છે એવી રીતે દ્રવ્યમાં ગુણો નથી, પરંતુ તે ગુણો દ્રવ્યમાં, સાકરમાં ગળાશની જેમ છે અર્થાત્ દ્રવ્યના તમામ ભાગમાં (ક્ષેત્રમાં) અર્થાત્ પ્રત્યેક પ્રદેશે (પ્રદેશ એટલે ક્ષેત્રનો નાનામાં નાનો અંશ) છે. અર્થાત્ દ્રવ્યના પ્રત્યેક પ્રદેશે, તે દ્રવ્યના તમામ (અનંતાનંત) ગુણો રહેલા છે અને તેને બીજી રીતે એમ કહી શકાય કે એક અખંડ દ્રવ્યમાં રહેલ અનંતાનંત વિશેષતાઓને તે દ્રવ્યના અનંતાનંત ગુણો તરીકે વર્ણવ્યા છે, ઓળખાવ્યા છે. તે સર્વે વિશેષતાઓના સમૂહને દ્રવ્ય (વસ્તુ) તરીકે ઓળખાવેલ છે. તે વસ્તુ (દ્રવ્ય) તો અભેદ-એક જ છે, પરંતુ તેની વિશેષતાઓને દર્શાવવાં જ તેમાં ગુણભેદ કરેલ છે, અન્યથા ત્યાં કોઈ જ ક્ષેત્રભેદરૂપ ગુણભેદ છે જ નહીં. ત્યાં તો માત્ર એક વસ્તુમાં રહેલ અનંતાનંત વિશેષતાઓને બતાવવા જ ગુણભેદનો સહારો લીધેલ છે. તે વસ્તુમાં વાસ્તવિક (ખરેખર) કોઈ ભેદ જ નથી, કારણ કે વસ્તુ અભેદ જ છે; આથી તેને કથંચિત્ ભેદઅભેદરૂપ જણાવેલ છે અર્થાત્ ત્યાં સર્વથા ન તો ભેદ છે અને ન તો અભેદ છે, પરંતુ વસ્તુની અપેક્ષાએ અભેદ છે અને ગુણોની અપેક્ષાએ ભેદ છે તેથી તેને કથંચિત્ ભેદ-અભેદરૂપ જણાવેલ છે. તેનો અર્થ એ છે કે તે વસ્તુમાં એક જ ગુણ છે એવું નથી, પરંતુ તે વસ્તુમાં અનંતાનંત વિશેષતાઓ અર્થાત્ ગુણો છે તે અપેક્ષાએ જ ભેદ કહેવાય; પરંતુ ત્યાં વસ્તુમાં કોઈ જ વાસ્તવિક ભેદ નથી તે અપેક્ષાએ અભેદ જ કહેવાય. અભેદનયને જ કાર્યકારી જણાવેલ છે અને ભેદનય માત્ર વસ્તુનું સ્વરૂપ સમજાવવા માટે જણાવેલ ભેદરૂપ વ્યવહાર માત્ર જ છે, કારણ કે નિશ્ચયથી વસ્તુ એક અભેદ જ છે.
અત્રે આપણે શ્રી પંચાધ્યાયી પૂર્વાર્ધની (પં. દેવકીનંદજી કૃત હિંદી ટીકાના આધાર ઉપરથી સરળ ગુજરાતી ટીકા અનુવાદક સોમચંદ અમથાલાલ શાહ – પ્રકાશક : ભગવાન શ્રી કુંદકુંદ – કહાન જૈનશાસ્ત્રમાળા પુષ્પ-૩૧, આવૃત્તિ-૧) ગાથાઓ પર વિચાર કરીશું :
ગાથા ૩૫ :- અન્વયાર્થ : ‘‘બીજા પક્ષમાં એટલે અખંડ અનેકપ્રદેશી વસ્તુ માનવામાં નિશ્ચયથી
: