________________
સમયસારના અધિકારોનું વિહંગાવલોકન
૧૯૫
અત્રે કોઈએ છળ ગ્રહણ ન કરવો અર્થાત્ વિપરીત સમજણ ગ્રહણ ન કરવી. જે અપેક્ષાએ ઉપર્યુક્ત ભાવોને વિષકુંભ કહ્યા છે તે સમજ્યા વગર એકાંતે તેને વિષરૂપ સમજીને તેને છોડી ન દેવા અને સ્વચ્છેદે રાગદ્વેષરૂપ ન પરિણમવું, કારણ કે એ તો અભવ્ય અથવા દૂરભવ્યપણાની જ નિશાની છે અર્થાત્ તેવા આત્માને અનંત સંસાર સમજવો.
જેમ કે, સમાધિતંત્ર ગાથા ૮૬માં જણાવેલ છે કે, “હિંસાદિક પાંચ અવ્રતોમાં અનુરક્ત માણસે અહિંસાદિક વ્રતોનું ગ્રહણ કરીને અવ્રતાવસ્થામાં થતાં વિકલ્પોનો નાશ કરવો તથા અહિંસાદિક વ્રતોના ધારકે જ્ઞાનસ્વભાવમાં લીન થઈ વ્રતાવસ્થામાં થતાં વિકલ્પોનો નાશ કરવો અને પછી અહત અવસ્થામાં કેવળજ્ઞાનથી યુક્ત થઈ સ્વયં જ પરમાત્મા થવું - સિદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરવું.” અર્થાત્ અશુભ ભાવ તો નહિ જ અને શુદ્ધ ભાવના ભોગે શુભ ભાવ પણ નહિ જ, જિન સિદ્ધાંતનું દરેક કથન સાપેક્ષ જ હોય છે અને જે તેને કોઈ નિરપેક્ષ સમજે-માન-ગ્રહણ કરે, તો તે તેના અનંત સંસારનું કારણ થાય છે તેથી તેવું કરવા યોગ્ય નથી નથી નથી જ.
(૯) સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર - આ અધિકાર “સમયસાર શાસ્ત્રનું હાર્દ છે અર્થાત્ આ શાસ્ત્રનો ઉદ્દેશ છે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવવું અને પછી સિદ્ધત્વ અપાવવું. અર્થાત્ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવવા માટે ભેદજ્ઞાન કરાવવા, જે સમ્યગ્દર્શનનો વિષય છે અર્થાત્ જે શુદ્ધાત્મા છે તેમાં કોઈ વિભાવભાવ ન હોવાથી અર્થાત્ તેમાં સર્વે વિભાવભાવનો અભાવ હોવાથી, તે સર્વવિશુદ્ધ છે અર્થાત્ તે અનાદિઅનંત વિશુદ્ધ ભાવ છે કે જે પરમ પારિણામિક ભાવરૂપ, આત્માના સહજ પરિણમનરૂપ, ગુણોના સહજ પરિણમનરૂપ, જ્ઞાનમાત્ર, સામાન્ય જ્ઞાનરૂપ, સામાન્ય ચેતનારૂપ, સહજ ચેતનારૂપ, કારણશુદ્ધપર્યાયરૂપ, કારણસમયસારરૂપ, ચૈતન્ય અનુવિધાયી પરિણામરૂપ, કારણપરમાત્મારૂપ વગેરે અનેક નામોથી ઓળખાય છે એમ આ અધિકારમાં જણાવેલ છે.
તેવા સર્વ વિશુદ્ધ (અર્થાત્ ત્રિકાળ વિશુદ્ધ) ભાવમાં જીવને હુંપણું' અર્થાત્ “સ્વપણું કરાવી સ્વાત્માનુભૂતિ કરાવી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવવું અને તે જ ભાવમાં વારંવાર સ્થિરતા કરતા તે જીવ ઘાતી કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન - કેવળદર્શન પ્રાપ્ત કરે અને પછી આયુક્ષયે મોક્ષ પામે અર્થાત્ સિદ્ધ થાય અર્થાત્ સર્વ-અર્થ-સિદ્ધ કરે એવું સિદ્ધત્વ અપાવવું તે જ આ શાસ્ત્રનો ઉદ્દેશ છે અને તેથી તે એકમાત્ર શુદ્ધાત્માને જ આ શાસ્ત્રમાં આત્મા કહ્યો છે અને તે જ ભાવનું પ્રતિપાદન પૂર્ણ શાસ્ત્રમાં કરેલ છે; તે ભાવ એટલે જ સર્વ વિશુદ્ધ જ્ઞાન અર્થાત્ સમયસારનો સાર.
શ્લોક ૧૭:- “સમસ્ત કર્તા-ભોક્તા આદિ ભાવોને સમ્યક પ્રકારે નાશ પમાડીને (અર્થાત્ શુદ્ધ દ્રવ્યાર્થિક નયે કરી ગૌણ કરીને અર્થાત્ આત્માને દ્રવ્યદૃષ્ટિથી ગ્રહણ કરીને) પદે પદે (અર્થાત્ જીવના દરેક પર્યાયમાં કારણ કે જે દ્રવ્ય છે તેનો વર્તમાન ભાવ અર્થાત્ અવસ્થા જ પર્યાય કહેવાય છે અને તે પર્યાયને