________________
૧૯૪
સમ્યગ્દર્શનની રીત
જ્ઞાયકમાં જવાની સીડી છે અર્થાત્ જે તળ ઉપર પરપદાર્થ જણાય છે તે તળ જ સામાન્યજ્ઞાન છે અર્થાત્ જે શેયાકાર છે તે જ્ઞાનનો બનેલ હોવાથી ખરેખર તે જ્ઞાનાકાર જ છે અને તેમાં આકારને ગૌણ કરતાં જ, ત્યાં જ્ઞાનમાત્ર અર્થાત્ સામાન્ય જ્ઞાનરૂપ જ્ઞાયક જ છે કે જે પરમ પરિણામિક ભાવરૂપ અર્થાત્ આત્માના જ્ઞાનગુણના સહજ પરિણમનરૂપ છે અને તેને જ શુદ્ધાત્મા અર્થાત્ જ્ઞાયક કહેવાય છે, તે પ્રાપ્ત થાય છે અને તેમાં જ “હુંપણું કરતાં, સ્વાત્માનુભૂતિપૂર્વક સમ્યગ્દર્શન પ્રગટ થાય છે; આ જ રીત છે સમ્યગ્દર્શનની) બાકીના જે ભાવો છે (અર્થાત્ જે શેયાકારો છે અર્થાત્ જે રાગદ્વેષ વગેરે વિભાવભાવો છે) તે મારાથી પર છે (અર્થાત્ તેનાથી ભેદજ્ઞાન કરવું, કઈ રીતે કરવું? ઉત્તર :- તે રાગદ્વેષ વગેરે વિભાવભાવોને અત્યંત ગૌણ કરવાથી તે દષ્ટિમાં જ આવતા નથી, આ જ ભેદજ્ઞાનની રીત છે) એમ જાણવું.” આ જ ભાવ આગળ દઢ કરે છે –
ગાથા ૨૯૮-૨૯૯ : ગાથાર્થ :- “પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે, જે દેખનારો (જેવાવાળો) છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવો છે તે મારાથી પર છે એમ જાણવું અને પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે, જે જાણનારો છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવો છે તે મારાથી પર છે એમ જાણવું.” પૂર્વે જે સમજાવ્યું છે, તેનું જ અત્રે - આ ગાથાઓમાં પ્રતિપાદન કરેલ છે.
ગાથા ૩૦૬-૩૦૭: ગાથાર્થ :- “પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, નિવૃત્તિ, નિંદા, ગહ અને શુદ્ધિ – એ આઠ પ્રકારનો વિષકુંભ છે (અર્થાત્ જે પૂર્વે જણાવ્યું તેમ સમયસારશાસ્ત્ર ભેદજ્ઞાન કરાવવા માટેનું હોઈને અર્થાત્ આ શાસ્ત્રમાં એકમાત્ર શુદ્ધાત્માનું જ લક્ષ કરાવવાનો ઉદ્દેશ હોવાથી અને તેમાં જ હુંપણું કરાવી, સ્વાત્માનુભૂતિપૂર્વક સમ્યગ્દષ્ટિ બનાવવાનો ઉદ્દેશ હોવાથી અને તે સમ્યગ્દર્શનનો વિષય તથા સમ્યગ્દર્શન થયા બાદ ધ્યાનનો વિષય પણ શુદ્ધાત્મા જ છે કે જેનું સ્વરૂપ સર્વ વિકલ્પરહિત એવું નિર્વિકલ્પ છે, તેથી અત્રે જણાવેલ સર્વે વિકલ્પયુક્ત ભાવોને વિકલ્પ અપેક્ષાએ વિષકુંભ કહ્યા છે. કારણ કે જો જીવ અત્રે જણાવેલ સર્વે વિકલ્પયુક્ત ભાવોમાં જ રહે અને ધર્મ થયો માને તો, તે તેના માટે વિષકુંભ સમાન છે, કારણ તે પોતાને આ બધા કાર્યો કરીને કૃતકૃત્ય માને છે અને શુદ્ધાત્માનું લક્ષ પણ ન કરે, તો આ તમામ ભાવો તેને વિષકુંભ સમાન છે અર્થાત અત્રે જણાવેલ સર્વ અપેક્ષાએ અને નિર્વિકલ્પ આત્મસ્વરૂપમાં જ સ્થિરતા કરાવવા અર્થે અને તેને જ પરમધર્મ સ્થાપિત કરવા અર્થે આ સર્વે ભાવોને વિષકુંભ કહ્યા છે; કોઈએ તેને અન્યથા અર્થાત્ એકાંતે ગ્રહણ ન કરવું). અપ્રતિક્રમણ, અપ્રતિસરણ, અપરિહાર, અધારણા, અનિવૃત્તિ, અનિંદા, અગહ અને અશુદ્ધિ એ અમૃતકુંભ છે (અર્થાત્ ઉપરના સર્વે ભાવોના આગળ અત્રે એ લગાડીને સર્વ વિકલ્પાત્મક ભાવોનો નિષેધ કરેલ છે અર્થાત્ નિશ્ચયનય નિષેધરૂપ હોવાથી અને શુદ્ધાત્મા વિકલ્પરહિત અર્થાત્ નિર્વિકલ્પ ભાવરૂપ હોવાથી કે જે સમ્યગ્દર્શનનો વિષય છે અને પછીથી ધ્યાનનો પણ વિષય છે અર્થાત્ સ્થિરતા કરવાનો વિષય છે તેમાં જ રહેવું, તે અમૃતકુંભ સમાન છે અર્થાત્ મુક્તિનું કારણ છે માટે તે અમૃતકુંભ છે તેમ જણાવેલ છે).”