________________
સમયસારના અધિકારોનું વિહંગાવલોકન
૧૯૩
અર્થાત્ સદાય વસ્તુનો આવો જ સ્વભાવ છે, કોઈએ કરેલો નથી અર્થાત્ નિમિત્ત પોતે ઉપાદાન રૂપે પરિણમતું ન હોવા છતાં પણ તે અમુક સંજોગોમાં ઉપાદાનને અસરકર્તા છે અને તેને જ વસ્તુસ્વભાવ કહ્યો છે; તેથી જ જૈન સિદ્ધાંતને વિવેકે કરી ગ્રહણ કરાય છે અને અપેક્ષાએ સમજાય છે, નહિ કે એકાંતે કે જે મહાન અનર્થનું કારણ છે.
(૮) મોક્ષ અધિકાર :- પરમ પરિણામિક ભાવરૂપ અર્થાત્ સહજ પરિણમનયુક્ત શુદ્ધાત્મામાં હુંપણું કરતાં જ સ્વાત્માનુભૂતિપૂર્વક સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને પછી તેમાં જ નિરંતર સ્થિરતા કરતાં, આત્મા ક્ષપકશ્રેણી માંડીને સર્વ ઘાતકર્મોનો નાશ કરી કેવળજ્ઞાન - કેવળદર્શન પ્રાપ્ત કરે છે અને પછી આયુક્ષયે મોક્ષ પામે છે; તે જ મોક્ષનો માર્ગ છે અને તેથી સર્વે જીવોને શુદ્ધાત્મા જ સેવવા યોગ્ય છે, આ જ મોક્ષ અધિકારનો સાર છે.
ગાથા ર૯૪ : ગાથાર્થ :- “જીવ તથા બંધ નિયત સ્વલક્ષણોથી (પોતપોતાનાં નિશ્ચિત લક્ષણોથી) છેદાય છે (અર્થાત્ જીવનું લક્ષણ જ્ઞાન છે અને બંધનું લક્ષણ પુદ્ગલરૂપ કર્મ-નોકર્મ અને તેના નિમિત્તે થતાં જીવના ભાવોપ છે); પ્રજ્ઞારૂપી છીણી વડે (અર્થાત્ તીવ્ર બુદ્ધિ અથવા ભગવતી પ્રજ્ઞા વડે, તે બંને વચ્ચે ભેદશાને કરી) છેદવામાં આવતા (ભેદજ્ઞાન કરતાં) તેઓ નાનાપણાને પામે છે અર્થાત્ જુદા પડી જાય છે (અર્થાત્ જુદા અનુભવાય છે).” અર્થાત્ દ્રવ્યદૃષ્ટિમાં માત્ર ‘શુદ્ધાત્મા'રૂપ જીવ જ ગ્રહણ થાય છે અને તેમાં જ હુંપણું થતાં = કરતાં સ્વાત્માનુભૂતિ સહિત સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અર્થાત્ બને ભાવોમાં પ્રગટ ભેદજ્ઞાન થઈ જાય છે.
ગાથા ર૯૪ : ટીકા :- “.... આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે, કારણ કે તે સમસ્ત શેષ દ્રવ્યોથી અસાધારણ છે (અર્થાત્ અન્યદ્રવ્યોમાં તે નથી). તે (ચૈતન્ય) પ્રવર્તતું થયું (પરિણમતું થયું) જે જે પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે (એટલે કે જે જે પર્યાયરૂપે પરિણમે છે) અને નિવર્તતું થયું જે જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે તે તે સમસ્ત સહવર્તી કે ક્રમવર્તી પર્યાયો આત્મા છે એમ લક્ષિત કરવું.... (અત્રે સમજવું કે આત્મદ્રવ્ય અભેદ જ છે અને તે અભેદરૂપે જ પરિણમે છે એટલે જ કહ્યું છે કે સમસ્ત સહવર્તી કે ક્રમવર્તી પર્યાયો આત્મા છે. જે સર્વ પ્રથમ દ્રવ્ય-ગુણ-પર્યાયની સમજણમાં જણાવેલ તે જ ભાવ અત્રે પણ દઢ જ થાય છે).”
ગાથા ૨૯૭ : ગાથાર્થ :- “પ્રજ્ઞા વડે (અર્થાત્ જ્ઞાન વડે આત્માને) એમ ગ્રહણ કરવો કે, જે ચેતનારો છે તે નિશ્ચયથી હું છું (અર્થાત્ જે જાણવા-જેવાવાળો છે, તે જ નિશ્ચયથી હું છું. કારણ કે જ્ઞાન તે આત્માનું લક્ષણ હોઈને આત્મા માત્ર જ્ઞાનથી જ ગ્રાહ્ય છે. પરંતુ જે સામાન્ય જ્ઞાન છે, તે કેવળીની જેમ છદ્મસ્થના જ્ઞાનનો વિષય થતું નથી, તે માત્ર અનુભૂતિનો વિષય છે તેથી તે અનુભવમાં આવે છે. પરંતુ કેવળી જેમ જાણે છે તેમ છદ્મસ્થને જાણવામાં આવતું ન હોવાથી, સામાન્ય જ્ઞાનને તેના લક્ષણથી અર્થાત્ પદાર્થના જ્ઞાનથી અર્થાત્ પરના જ્ઞાનથી ગ્રહણ કરી શકાય છે. તેથી અપેક્ષાએ કહેવાય કે “પરનું જાણવું તે