________________
૧૯૦
સમ્યગ્દર્શનની રીત
કે જે પરમ પારિણામિક ભાવરૂપ જ્ઞાન સામાન્ય માત્ર છે તેમાં) સ્થિરતા બાંધતો (અર્થાત્ તેમાં જ “હુંપણું કરતો અને તેનું જ અનુભવન કરતો) શુદ્ધનય - કે જે કર્મોને મૂળથી નાશ કરનારો છે તે – પવિત્રધર્મી (સમ્યગ્દષ્ટિ) પુરુષોએ કદી પણ છોડવા યોગ્ય નથી (અર્થાત્ નિરંતર ગ્રહવા યોગ્ય છે અર્થાત્ તેમાં જ સ્થિરતા કરવા જેવી છે, તેનું જ ધ્યાન કરવા યોગ્ય છે). શુદ્ધ નયમાં સ્થિત તે પુરુષોએ (અર્થાત્ સ્વાત્માનુભૂતિમાં સ્થિત પુરુષોએ), બહાર નીકળતા એવાં પોતાનાં જ્ઞાનકિરણોના સમૂહને (અર્થાત્ કર્મના નિમિત્તે પરમાં જતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને) અલ્પકાળમાં સમેટીને, પૂર્ણ, જ્ઞાનઘનના પંજરૂપ (માત્ર જ્ઞાનઘનરૂ૫), એક, અચળ, શાંત તેજને - તેજ:પુંજને દેખે છે અર્થાત્ અનુભવે છે.”
(૫) સંવર અધિકાર :- આ અધિકારમાં આચાર્ય ભગવંત જણાવે છે કે જે સમ્યગ્દર્શન છે અર્થાત્ જે શુદ્ધાત્માની અનુભૂતિ છે અને તેમાં જ સ્થિરતા છે, તે જ સાક્ષાત્ સંવર છે. તે કારણે આ અધિકારમાં પણ આચાર્ય ભગવંત આત્માના ઔદેયિક ભાવોથી ભેદજ્ઞાન કરાવી જીવોને પરમ પારિણામિક ભાવરૂપ આત્માના સહજ પરિણમનરૂપ શુદ્ધાત્મામાં જ સ્થાપે છે અને કહે છે કે તે શુદ્ધાત્માનું વેદન, અનુભવન અને સ્થિરતા જ નિશ્ચયથી સંવરનું કારણ છે; તેથી અજ્ઞાનીને કાર્યકારી સંવર નથી, જ્યારે જ્ઞાનીને તે સહજ જ હોય છે. જેમ કે –
શ્લોક ૧૨૯ :- “આ સાક્ષાત્ (સર્વ પ્રકારે) સંવર ખરેખર શુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિથી (અર્થાત્ સમ્યગ્દર્શનથી) થાય છે; અને તે શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિ ભેદવિજ્ઞાનથી જ થાય છે. માટે તે ભેદવિજ્ઞાન અત્યંત ભાવવા યોગ્ય છે.” અર્થાત્ એકમાત્ર ભેદવિજ્ઞાનનો જ પુરુષાર્થ કાર્યકારી છે.
શ્લોક ૧૩૦:- “આ ભેદવિજ્ઞાન અવિચ્છિનધારાથી (અર્થાત્ જેમાં વિચ્છેદ-વિક્ષેપ ન પડે એવા અખંડ પ્રવાહરૂપે) ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી પરભાવોથી છૂટી જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી જાય.” અર્થાત્ કેવળી બનતા સુધી આ જ ભેદજ્ઞાનનો અભ્યાસ નિરંતર કરવા યોગ્ય છે.
શ્લોક ૧૩૧ :- “જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે; જે જોઈ બંધાયા છે તે તેના ભેદવિજ્ઞાનના) જ અભાવથી બંધાયા છે.”
અર્થાત્ ભેદવિજ્ઞાન જૈન સિદ્ધાંતનો સાર છે અને તેને માટે જ આ “સમયસાર”નામનું પૂર્ણ શાસ્ત્ર રચાયું છે; તેથી “સમયસાર”માં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવવા આત્માને સમ્યગ્દર્શનના વિષયરૂપ શુદ્ધાત્મા રૂપે જ ગ્રહણ કરેલ છે અને અન્ય ભાવોથી ભેદજ્ઞાન કરાવેલ છે.
(૬) નિર્જરા અધિકાર :- આ અધિકારમાં આચાર્ય ભગવંત જણાવે છે કે જે સમ્યગ્દર્શન છે અર્થાત્ જે શુદ્ધાત્માની અનુભૂતિ અને તેમાં સ્થિરતા છે તે જ સાક્ષાત્ નિર્જરા છે, અન્યથા નહિ. તે કારણે આ અધિકારમાં સાક્ષાત્ નિર્જરા અર્થે પણ બીજા સર્વે ભાવોથી ભેદજ્ઞાન જ કરાવેલ છે કારણ કે એકમાત્ર