________________
સમયસારના અધિકારોનું વિહંગાવલોકન
૧૮૯
જ્ઞાનીને અલ્પ આસ્રવ થાય છે ખરો, પરંતુ જ્ઞાનીને અનંતાનુબંધી કષાયો અને મિથ્યાત્વનો આસવ ન હોવાથી પણ, જ્ઞાનીને આસ્રવ નથી એમ કહ્યું છે, પરંતુ જો કોઈ આ વાત એકાંતે ગ્રહણ કરી સ્વચ્છેદે આસવભાવોનું સેવન કરે અથવા કોઈ પોતાને જ્ઞાની સમજીને, સ્વચ્છેદે આસવભાવોનું સેવન કરે તો, તે તેને મહા અનર્થનું કારણ છે અર્થાત્ જે કોઈ આવી રીતથી એકાંતે સમજીને, આવી જ રીતે એકાંતે પ્રતિપાદન કરતું હોય તો, તે પોતે તો ભ્રષ્ટ છે જ અને અન્ય અનેકોને ભ્રષ્ટ કરી રહ્યો છે. અર્થાત્ જૈન સિદ્ધાંતમાં વિવેકની જ પ્રધાનતા છે અર્થાત્ સર્વ કથન જે અપેક્ષાએ કહ્યું હોય તે જ અપેક્ષાથી ગ્રહણ કરવું જોઈએ, તે જ વિવેક છે; માટે સર્વ મોક્ષાર્થીઓએ પૂર્વે જણાવ્યા અનુસાર એકમાત્ર આત્મપ્રાપ્તિના લક્ષે નિયમથી આસવનાં કારણોથી દૂર જ રહેવા યોગ્ય છે, આ જ જિન સિદ્ધાંતનો સાર છે.
શ્લોક ૧૧૬ :- “આત્મા જ્યારે જ્ઞાની થાય ત્યારે, પોતે પોતાના સમસ્ત બુદ્ધિપૂર્વક રાગને નિરંતર છોડતો થકો અર્થાત્ નહિ કરતો થકો (અર્થાત્ જ્ઞાનીને અભિપ્રાયમાં માત્ર મુક્તિ હોઈને કોઈ પણ રાગરૂપ પરિણમવાની અંશમાત્ર પણ ઈચ્છા હોતી નથી) વળી જે અબુદ્ધિપૂર્વક રાગ છે તેને પણ જીતવાને વારંવાર (જ્ઞાનાનુભવનરૂપ) સ્વશક્તિને સ્પર્શતો થયો અને એ રીતે) સમસ્ત પરવૃત્તિને - પરપરિણતીને ઉખેડતો (અર્થાત્ અપૂર્વ નિર્જરા કરતો) જ્ઞાનના પૂર્ણભાવરૂપ થતો થકો, ખરેખર સદા નિરાસવ છે.”
અર્થાત્ આવી છે જ્ઞાનીની સાધના :- પોતે માત્ર શુદ્ધાત્મામાં જ “હુંપણું કરતો અને તેની જ અનુભૂતિ કરતો, બુદ્ધિપૂર્વક અર્થાત્ પ્રયત્નપૂર્વક અર્થાત્ પૂર્ણ જાગૃતિપૂર્વક, જે પણ ઉદય આવે છે તેની સામે લડે છે અર્થાત્ ઉદયથી પરાસ્ત થયા વગર અર્થાત્ ઉદયમાં ભળ્યા વગર, પોતે શુદ્ધાત્મામાં જ વારંવાર સ્થિરતાનો પ્રયત્ન કરે છે અને જો તેવી સ્થિરતા અંતરમુહૂર્તથી અધિક થઈ જાય, તો જ્ઞાની સર્વ ઘાતકર્મોનો નાશ કરી કેવળી થઈ જાય છે અને પછી કાળે કરી મુક્ત થઈ જાય છે; આવો છે મોક્ષમાર્ગ.
શ્લોક ૧૨૦:- “ઉદ્ધત જ્ઞાન (અર્થાત્ જ્ઞાનમાત્ર) જેનું લક્ષણ છે એવા શુદ્ધ નયમાં રહીને અર્થાત્ શુદ્ધ નયનો આશ્રય કરીને જેઓ સદાય એકાગ્રપણાનો જ અભ્યાસ કરે છે (અર્થાત્ શુદ્ધાત્મામાં જ હુંપણું કરી, તેનો જ અનુભવ કરી, તેમાં જ સ્થિરતાનો અભ્યાસ કરે છે) તેઓ, નિરંતર રાગાદિથી રહિત ચિત્તવાળા વર્તતા થકા (અર્થાત્ શુદ્ધાત્મામાં રાગાદિનો કણિયો પણ નથી અને તેમાં જ હુંપણું કરતા થકા), બંધરહિત એવા સમયસારને (અર્થાત્ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને) દેખે છે – અનુભવે છે.”
શ્લોક ૧૨૨ :- “અહીં આ જ તાત્પર્ય છે કે (અર્થાત્ આ અધિકારનો આ જ ઉદ્દેશ છે કે, શુદ્ધ નય ત્યાગવા યોગ્ય નથી (અર્થાત્ માત્ર શુદ્ધ નયમાં જ રહેવા જેવું છે કારણ કે તેમાં આસ્રવ થતો નથી); કારણ કે તેના અત્યાગથી (કર્મનો) બંધ થતો નથી અને તેના ત્યાગથી બંધ જ થાય છે.”
શ્લોક ૧૨૩ :- “ધીર (ચળાચળતારહિત) અને ઉદાર (સર્વથા પરદ્રવ્યનો જેમાં ત્યાગ છે એવો શુદ્ધાત્મા પરમ ઉદાર છે તેથી) ) જેનો મહિમા છે એવા અનાદિનિધન જ્ઞાનમાં (અર્થાત્ ત્રિકાળી શુદ્ધ જ્ઞાન