SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ સમ્યગ્દર્શનની રીત તથા વ્રત ધારણ કરે છે, તેમાં તે સર્વ તપ અને વ્રતને સર્વજ્ઞો બાળતપ અને બાળવ્રત કહે છે.” અર્થાત્ આ બાળતપ અને બાળવ્રત છોડવાનું નથી કહેતાં પરંતુ તેનાથી પણ પરમ ઉત્કૃષ્ટ એવું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરે છે, અને જે પરમાર્થમાં સ્થિત છે તેને તો નિયમથી આગળ વ્રત-તપ વગેરે આવે જ છે; આવો છે જિન સિદ્ધાંતનો વિવેક કે જે આત્માને ઉપર ચડવા જ કહે છે, નહિ કે અન્યથા અર્થાત્ વ્રતતપ છોડી નીચે પડવા ક્યારેય જણાવતો નથી. શ્લોક ૧૧૧ - “કર્મનયના આલંબનમાં તત્પર (અર્થાત્ કર્મનયના પક્ષપાતી અર્થાત્ કર્મને જ સર્વસ્વ માનનારા) પુરુષો ડૂબેલા છે, કારણ કે તેઓ જ્ઞાનને જાણતાં નથી (અર્થાત્ જ્ઞાનરૂપ આત્માની અર્થાત્ પોતાની શક્તિમાં વિશ્વાસ નથી, પરંતુ કર્મની અર્થાત્ પરની શક્તિમાં વિશ્વાસ છે). જ્ઞાનનયના ઈચ્છક પુરુષો પણ ડૂબેલા છે (કારણ કે તેઓને એકાંતે જ્ઞાનનો જ પક્ષ હોવાથી તેઓ કર્મને કાંઈ વસ્તુ જ માનતાં નથી અને એકાંતે નિશ્ચયાભાસી રૂપે પરિણમે છે), કારણ કે તેઓ સ્વચ્છેદથી અતિ મંદ ઉદ્યમી છે (કારણ કે તેઓ નિશ્ચયાભાસી હોવાથી, પુણ્ય અને પાપને સમાનરૂપે હેય અર્થાત્ સર્વ અપેક્ષાએ હેય અર્થાત્ એકાંતે હેય માનતાં હોવાથી, કોઈ જ પુરુષાર્થ ન કરતાં, એકાંતે સમજે છે અને તેમ જ બોલે છે કે હું તો જ્ઞાનમાત્ર જ છું” અને રાચે છે સંસારમાં, અર્થાત્ આત્મજ્ઞાન માટેની યોગ્યતા વગેરરૂપ અભ્યાસ પણ નિયતિવાદીઓની જેમ નથી કરતાં. કારણ કે તેઓ માને છે કે આત્મજ્ઞાન માટેની યોગ્યતા તો એના કાળે આવી જ જશે; આ રીતે પોતાને જ્ઞાનમાત્ર માનતા અને તેવા જ ભ્રમમાં રહેતા હોવાથી, ધર્મમાં યોગ્યતા કરવા માટે મંદ ઉધમી છે અને તેથી તેઓ વિષયકષાયમાં વિનાસંકોચે વર્તતા હોય છે). (હવે યથાર્થ સમજણયુક્ત જીવની વાત છે કે જે સમ્યગ્દષ્ટિ છે) તે જીવો વિશ્વના ઉપર તરે છે (અર્થાત્ વિશ્વની અન્ય કોઈ વસ્તુમાં જેમનું હુંપણું અને મારાપણું નથી તેથી તેમાં તેઓને કોઈ જ લગાવ નથી તેથી તે જીવો વિશ્વના ઉપર તરે છે) કે જેઓ પોતે નિરંતર જ્ઞાનરૂપ થતા - પરિણમતા થકા (અર્થાત્ પોતાને પરમ પારિણામિક ભાવરૂપ અર્થાત્ સહજ પરિણમનરૂપ અર્થાત્ સામાન્ય જ્ઞાનરૂપ અનુભવતા થકા) કર્મ કરતાં નથી (અર્થાત્ કોઈ પણ કર્મ અથવા તેના નિમિત્તે થતા ભાવમાં હુંપણું અને મારાપણું કરતાં નથી, કર્તા બુદ્ધિ પોષતા નથી) અને ક્યારેય પ્રમાદને વશ પણ થતાં નથી (અર્થાત્ બુદ્ધિપૂર્વક સ્વમાં રહેવાનો સતત પુરુષાર્થ કરે છે).” (૪) આસવ અધિકાર - આ અધિકારમાં પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવવા માટે અર્થાત્ ભેદજ્ઞાન કરાવવા માટે, જે સમ્યગ્દર્શનનો વિષય છે અર્થાત્ જે શુદ્ધાત્મા છે તેમાં આસવરૂપ ભાવ ન હોવાથી અર્થા તેમાં સર્વે વિભાવભાવનો અભાવ હોવાથી કહ્યું છે કે, જ્ઞાનીને આસ્રવ નથી. અર્થાત્ જ્ઞાનીને આસવભાવરૂપ જે પોતાનું પરિણમન છે તેમાં હુંપણું હોતું નથી અને તેમાં કર્તાપણું પણ નથી. કારણ કે જ્ઞાની તે ભાવરૂપ સ્વેચ્છાએ પરિણમતો નથી પરંતુ બળજબરીપૂર્વક અર્થાત્ નબળાઈને કારણે પરિણમતો હોવાથી ર્તાપણું નથી.
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy