________________
સમયસારના અધિકારોનું વિહંગાવલોકન
૧૮૫
મેળે જ વિલસતું-પરિણમતું જ્ઞાની પુરુષ અનુભવે છે, તો પણ અજ્ઞાનીને અમર્યાદપણે ફેલાયેલો મોહ (અનંતાનુબંધી ચતુષ્ટયરૂ૫) કેમ નાચે છે – એ અમને મહા આશ્ચર્ય અને ખેદ છે !” અર્થાત્ આચાર્ય ભગવંતને અજ્ઞાની ઉપર પરમ કરુણાભાવ વર્તે છે, ઊપજે છે.
શ્લોક ૪૪ :- “આ અનાદિ કાળના મોટા અવિવેકના નાટકમાં અથવા નાચમાં વર્ણાદિમાન પુદ્ગલ જ નાચે છે (પરિણમે છે), અન્ય કોઈ નહિ (શુદ્ધાત્મા નહિ), અને આ જીવતો (અર્થાત્ શુદ્ધાત્મા) રાગાદિક પુદ્ગલવિકારોથી વિલક્ષણ (ભિન્ન), શુદ્ધ ચૈતન્યધાતુમય મૂર્તિ (અર્થાત્ જ્ઞાનઘન) છે.” અર્થાત્ આવો જીવ જ અનુભવવાનો છે અર્થાત્ આવો જીવ જ સમ્યગ્દર્શનનો વિષય છે.
શ્લોક ૪૫ :- “આ પ્રમાણે જ્ઞાનરૂપી કરવતનો (અર્થાત્ તીવ્ર બુદ્ધિથી ભેદજ્ઞાન કરવાનો) જે વારંવાર અભ્યાસ (અર્થાત્ વારંવાર ભેદજ્ઞાનનો અભ્યાસ કરવા જેવો છે) તેને નચાવીને (અર્થાત્ તેનાથી ભેદજ્ઞાન કરીને) જ્યાં જીવ અને અજીવ બંને પ્રગટપણે જુદા ન થયા (અર્થાત્ તે ભેદજ્ઞાનરૂપી કરવતથી અર્થાત્ પ્રજ્ઞાછીણીથી જેવો અવરૂપ કર્મ-નોકર્મ અને તેના લક્ષે થયેલ સર્વ ભાવોથી ભિન્ન પોતે અર્થાત્ શુદ્ધાત્મા' પ્રગટ ભિન્ન છે એવો અનુભવ થવાથી અર્થાત્ પોતાની આ અજવરૂપ કર્મ-નોકર્મ અને તેના લક્ષે થયેલ સર્વ ભાવોથી પ્રગટ ભિન્ન અનુભૂતિ થતાં જ) ત્યાં તો જ્ઞાતાદ્રવ્ય (અર્થાત્ જાણવાવાળો શુદ્ધાત્મા), અત્યંત વિકાસરૂપ થતી પોતાની પ્રગટ (અર્થાત્ પ્રગટ અનુભૂતિસ્વરૂપ) ચિન્માત્રશક્તિ વડે વિશ્વને વ્યાપીને (અર્થાત્ કૃતકૃત્ય થઈને અતિંદ્રિય આનંદરૂપ પરિણમીને અને સ્વવિશ્વને વ્યાપીને), પોતાની મેળે જ (અર્થાત્ સહજ) અતિ વેગથી ઉગ્રપણે અર્થાત્ અત્યંતપણે પ્રકાશી નીકળ્યું (અર્થાત્ એવું સહજ સમ્યગ્દર્શન પ્રગટ થઈ ગયું કે જે સ્વાત્માનુભૂતિરૂપ સત-ચિત-આનંદ સ્વરૂપ છે).”
૨. કર્તા-કર્મ અધિકાર :- જીવનો બીજો વેશ કર્તા-કર્મરૂપ છે. જીવ અન્યનો કર્તા થાય છે કે જેને તે ઉપાદાન રૂપે પરિણાવવાને શક્તિમાન જ નથી અર્થાત્ સર્વેદ્રવ્યો પોતાના ઉપાદાનથી જ પોતાની પરિણતી કરે છે અર્થાત્ પોતાનું કાર્ય કરે છે - પરિણમે છે, તેમાં અન્ય દ્રવ્ય નિમિત્ત માત્ર જ હોય છે.
બીજું, સમ્યગ્દર્શન માટે જે માત્ર પોતાના ભાવ હોય તે જ અર્થાત્ “સ્વભાવ હોય તેમાં જ હુંપણું કરવાનું હોવાથી અને તે સમ્યગ્દર્શનના વિષયરૂપ “સ્વભાવ, માત્ર સામાન્ય ભાવરૂપ જ હોવાથી તે નિષ્ક્રિય ભાવ જ હોય છે અર્થાત્ સમ્યગ્દર્શનના વિષયરૂપ “સ્વભાવમાં ઉદય-ક્ષયોપશમરૂપ કર્તાકર્મભાવ કે જે વિશેષભાવ છે તે ન હોવાથી, નિમિત્ત તથા તેના લક્ષે થયેલ વિશેષભાવોનો તેમાં નકાર જ હોય છે અર્થાત્ નિમિત્તનો જ નકાર હોય છે, તે કારણથી અને તે અપેક્ષાએ પણ નિમિત્તને પરમ અકર્તા કહેવાય છે.
પરંતુ જે નિમિત્તને કોઈ એકાંતે અકર્તા માને અને સ્વચ્છેદે નબળા નિમિત્તોનું જ સેવન કરે તો તે જીવ અનંત સંસારી થઈ, અનંત દુઃખને પ્રાપ્ત થાય છે અર્થાત્ વિવેક એવો છે કે, જીવ સર્વ ખરાબ