SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ સમ્યગ્દર્શનની રીત નિમિત્તોથી બચીને, શાસ્ત્ર-સ્વાધ્યાય વગેરે સારા નિમિત્તોનું સેવન કરીને, ત્વરાએ મોક્ષમાર્ગમાં આગળ વધે છે; નહિ કે એકાંતે નિમિત્તને અકર્તા માનીને, સ્વચ્છંદે સર્વ નબળા નિમિત્તોને સેવતો, અનંત સંસારી અર્થાત્ અનંત દુઃખી થાય છે. વિવેકીજન જાણે છે કે, ‘માત્ર નિમિત્તથી કાંઈ જ થતું નથી અને નિમિત્ત વગર પણ કાંઈ જ થતું નથી.’ અર્થાત્ સ્વનું સમ્યગ્દર્શનરૂપ જે પરિણમન છે તે માત્ર નિમિત્ત મળવાથી થશે, એમ નહિ પરંતુ તેના અર્થે પોતે પોતાનો – ઉપાદાનરૂપ પુરુષાર્થ આદરે તો જ થશે અર્થાત્ સર્વે જનોએ સમ્યગ્દર્શન અર્થે નિયતિ વગેરે કારણો સામે ન જોતાં, પોતાનો પુરુષાર્થ તે દિશામાં ફોરવવો અતિ આવશ્યક છે. બીજું, વિવેકી જીવ સમજે છે કે જે પોતાના ભાવો બગડે છે તે, તેવાં નિમિત્તો મળતાં બગડે છે; એમ જાણી, ખરાબ નિમિત્તોથી તે નિરંતર દૂર જ રહેવાનો પ્રયત્ન કરે છે, જેમ કે બ્રહ્મચર્ય અને આત્મધ્યાન માટે ભગવાને એકાંતવાસનું સેવન કરવા જણાવેલ છે. આવો છે વિવેક નિમિત્ત-ઉપાદાન રૂપ સંબંધનો, તેથી તેને તે પરિપ્રેક્ષ્યમાં જ સમજવો, અન્યથા નહિ; અત્રે સમ્યગ્દર્શન કરાવવા અર્થાત્ પર ઉપરથી દૃષ્ટિ હટાવવાને માટે નિમિત્તને પરમ અકર્તા કહ્યું છે, અન્યથા નહિ. શ્લોક ૬૯ :– “જેઓ નયપક્ષપાતને છોડી (અર્થાત્ અમે પૂર્વે અનેક વાર જણાવ્યા અનુસાર જેને કોઈ પણ એક નયનો આગ્રહ હોય અથવા તો કોઈ મત-પંથ-વ્યક્તિવિશેષરૂપ પક્ષનો આગ્રહ હોય અને જેઓ તેવા પૂર્વાગ્રહ-હઠાગ્રહ છોડી શકે છે તેઓ) સ્વરૂપમાં ગુમ થઈને (અર્થાત્ સ્વમાં અર્થાત્ શુદ્ધાત્મામાં જ ‘હુંપણું’ કરીને સમ્યગ્દર્શનરૂપ પરિણમીને) સદા રહે છે, તેઓ જ (અર્થાત્ નય અને પક્ષને છોડે છે તેવા મુમુક્ષુ જીવો જ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે છે અને તેઓ જ), જેમનું ચિત્ત વિકલ્પમળોથી રહિત શાંત થયું છે એવા થયા થકા (અર્થાત્ નિર્વિકલ્પ ‘શુદ્ધાત્મા’નો અનુભવ કરતાં થકા), સાક્ષાત્ અમૃતને (અર્થાત્ અનુભૂતિરૂપ અતિન્દ્રિય આનંદને) પીએ છે (અર્થાત્ અનુભવે છે).’’ અર્થાત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અર્થે સર્વે જનોએ નય અને પક્ષનો આગ્રહ છોડવા જેવો છે. શ્લોક ૯૦ :- ‘એ પ્રમાણે જેમાં બહુ વિકલ્પોની જાળો આપોઆપ ઊઠે છે એવી મોટી નયપક્ષકક્ષાને (નયના આગ્રહને – પક્ષને) ઓળંગી જઈને (તત્ત્વવેદી = સમ્યગ્દર્શની થઈને) અંદર અને બહાર (અર્થાત્ પૂર્ણ આત્મામાં) સમતા-રસરૂપી એક રસ જ જેનો સ્વભાવ છે એવા અનુભૂતિમાત્ર એક પોતાના ભાવને (પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્માને) પામે છે.’’ શ્લોક ૯૯ : – ‘‘અચળ (અર્થાત્ ત્રણે કાળે એવું ને એવું જ પરિણમતું), વ્યક્ત (અનુભવપ્રત્યક્ષ) અને ચિત્તશક્તિઓના સમૂહના ભારથી અત્યંત ગંભીર (અર્થાત્ માત્ર જ્ઞાનઘનરૂપ) આ જ્ઞાનજ્યોતિ (અર્થાત્ જ્ઞાનસામાન્યભાવરૂપ જ્ઞાયક = શુદ્ધાત્મા) અંતરંગમાં ઉગ્રપણે એવી રીતે જાજ્વલ્યમાન થઈ કે, આત્મા અજ્ઞાનમાં (પરનો) કર્તા થતો હતો તે હવે કર્તા થતો નથી (અર્થાત્ પરનું કર્તાપણું ધારણ કરતાં
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy