________________
૧૮૨
સમ્યગ્દર્શનની રીત
જૈનસિદ્ધાંતનું અનેકાંતમય જ્ઞાન.
ગાથા ૩૬ : ગાથાર્થ :- “એમ જાણે કે, “મોહ સાથે મારો કાંઈ પણ સંબંધ નથી, એક ઉપયોગ છે તે જ હું છું' (અર્થાત્ સમ્યગ્દર્શનના વિષયમાં મોહરૂપ વિભાવભાવ નહિ હોવાથી, જ્યારે જ્ઞાની શુદ્ધાત્મામાં જ “હુંપણું કરે છે ત્યારે તે માત્ર એટલો જ છે તેને કોઈ વિભાવભાવ સાથે કોઈ સંબંધ નથી અર્થાત્ તેને એકમાત્ર સામાન્ય ઉપયોગરૂપ જ્ઞાયકભાવમાં જ હુંપણું હોવાથી, તેનો ત્યારે મોહ સાથે કોઈ સંબંધ નથી, એક શુદ્ધાત્મા છે તે જ હું છું, એવું જે જાણવું તેને સિદ્ધાંતના અથવા સ્વપરના સ્વરૂપના જાણનારા મોહથી નિર્મમત્વ કહે છે.” અર્થાત્ જ્ઞાનીને મોહમાં હુંપણું અને મારાપણું નથી, તેથી જ્ઞાનીને નિર્મમત્વ છે.
ગાથા ૩૮ : ગાથાર્થ :- “દર્શનશાનચારિત્રરૂપ પરિણમેલો આત્મા (અર્થાત્ પરમ પરિણામિક ભાવરૂપ સહજ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમન કરતો ભાવ કે જે શુદ્ધાત્મા છે, તેમાં જ “હુંપણું કરતો એવો સમ્યગ્દષ્ટિ જીવ) એમ જાણે છે કે, નિશ્ચયથી હું એક છું (અર્થાત્ તે અભેદનો જ અનુભવ કરે છે), શુદ્ધ છું (અર્થાત્ એકમાત્ર શુદ્ધાત્મામાં જ હુંપણું હોવાથી હું શુદ્ધ છું એમ અનુભવે છે), દર્શનશાનમય છું (અર્થાત્ માત્ર જાણવા-જોવાવાળો જ છું), સદા અરૂપી છું (અર્થાત્ કોઈ પણ રૂપી દ્રવ્યમાં અને તેના થકી થતા ભાવોમાં હુંપણું નહિ હોવાથી પોતાને માત્ર અરૂપી જ અનુભવે છે); કાંઈ પણ અન્ય પદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારું નથી એ નિશ્ચય છે.”
શ્લોક ૩ર :- “આ જ્ઞાનસમુદ્ર ભગવાન આત્મા (અર્થાત્ જ્ઞાનમાત્ર શુદ્ધાત્મા) વિભ્રમરૂપ આડી ચાદરને સમૂળગી ડુબાડી દઈને (અર્થાત્ શુદ્ધ નયે કરી, સર્વ વિભાવભાવને અત્યંત ગૌણ કરી, પર્યાયને દ્રવ્યમાં અંતર્ગત કરી લે છે અર્થાત્ શુદ્ધ દ્રવ્યાર્થિક નયે કરી શુદ્ધાત્મામાં જ દષ્ટિ કરીને) પોતે સર્વાગ પ્રગટ થયો છે (અર્થાત્ એવો શુદ્ધાત્માનો અનુભવ થયો છે); તેથી હવે આ સમસ્ત લોક (અર્થાત્ સમસ્ત વિકલ્પરૂપ લોક – વિભાવરૂપ લોકો તેના શાંત રસમાં (અર્થાત્ અતિંદ્રિય આનંદરૂપ અનુભૂતિમાં) એકીસાથે જ અત્યંત મગ્ન થાઓ (અર્થાત્ પોતાને નિર્વિકલ્પ અનુભવે છે તે) કેવો છે શાંત રસ (અર્થાત્ અતિંદ્રિય આનંદ) ? સમસ્ત લોક પર્યત ઊછળી રહ્યો (અર્થાત્ અમાપ, અનહદ, ઉત્કૃષ્ટ) છે.” આવી છે આત્માની અનુભૂતિ કે જે અમે અનેક વેળા અનુભવીએ છીએ અને તે સર્વે મુમુક્ષુજનોને પ્રાપ્ત થાય એમ ઇચ્છીએ છીએ.
આ રીતે સમ્યગ્દર્શનની સિદ્ધિ થતાં, અહીં જ સમયસાર પૂરું થઈ જાય છે; હવે પછીનો જે વિસ્તાર છે તે તો માત્ર વિસ્તારરુચિ જીવોને, વિસ્તારથી આ જ “શુદ્ધાત્મા'માં ‘હુંપણું કરાવીને, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અર્થે, વિસ્તારથી ભેદજ્ઞાન સમજાવેલ છે. અર્થાત્ આ જીવ અનાદિથી જે નવ