________________
સમયસાર અનુસાર સમ્યગ્દર્શનનો વિષય
નામોથી ઓળખાય છે, અત્રે વિશેષ એટલું જ કે જે ગુણથી શુદ્ધાત્માને જોવામાં આવે તે ગુણમય જ પૂર્ણપણે શુદ્ધાત્મા જણાય છે અર્થાત્ શુદ્ધાત્મામાં કોઈ ભેદ જ નથી.
ગાથા ૧૫ : ગાથાર્થ :- “જે પુરુષ આત્માને અબદ્વત્કૃષ્ટ (અર્થાત્ કોઈ પણ જાતના બંધ વગરનો શુદ્ધ અને જેમાં સર્વ વિભાવભાવ અત્યંત ગૌણ થઈ ગયેલ હોવાથી, વિભાવભાવથી નહિ સ્પર્શાયેલો એવો કે જેને સમ્યક એકાંતરૂપ પણ કહેવાય છે તેવો), અનન્ય (તે પોતે નિરંતર પોતાના રૂપમાં જ પરિણમતો હોવાથી અન્યરૂપ નહિ થતો અર્થાત્ તેના સર્વ ગુણોના સહજ પરિણમનયુક્ત પરમ પારિણામિક ભાવરૂપ), અવિશેષ (અર્થાત્ સર્વ વિશેષ જેમાં ગૌણ થઈ ગયા હોવાથી, માત્ર સામાન્યરૂપ અર્થાત્ જે ઔદેયિકાદિ ચાર ભાવો છે તે વિશેષ છે, પરંતુ આ પરમ પારિણામિક ભાવરૂપ પંચમભાવ સામાન્યભાવરૂપ હોવાથી વિશેષરહિત હોય છે. જેમ આપણે પૂર્વે જોયું તેમ, તે વિશેષભાવો સામાન્યના જ બનેલા હોય છે અર્થાત્ જીવ એક પારિણામિક ભાવરૂપ જ હોય છે, પરંતુ વિશેષમાં જે કર્મના ઉદય નિમિત્તે ભાવો થાય છે, તે અપેક્ષાએ તે પારિણામિક ભાવ જ ઔદૈયિક વગેરે નામ પામે છે અને તે ઔદેયિકાદિ ભાવોનો સામાન્ય અર્થાત્ પરમ પારિણામિક ભાવમાં અભાવ હોવાથી તેને અવિશેષ) દેખે છે તે સર્વ જિનશાસનને દેખે છે (અર્થાત્ જેણે એક આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું) કે જે જિનશાસન, બાહ્ય-દ્રવ્યશ્રુત તેમ જ અત્યંતરજ્ઞાનરૂપ ભાવદ્યુતવાળું છે.’’
૧૮૧
ગાથા ૧૭-૧૮ : ગાથાર્થ :- ‘‘જેમ કોઈ ધનનો અર્થી પુરુષ (તેમ કોઈ આત્માનો અર્થી પુરુષ) રાજાને જાણીને શ્રદ્ધા કરે છે (અર્થાત્ જીવરાજારૂપ શુદ્ધાત્માને જાણીને શ્રદ્ધા કરે છે), ત્યાર બાદ તેનું પ્રયત્નપૂર્વક અનુચરણ કરે છે (અર્થાત્ તે શુદ્ધાત્માનો પ્રયત્નપૂર્વક અનુભવ કરવાનો પુરુષાર્થ કરે છે) અર્થાત્ સુંદર રીતે સેવા કરે છે (અર્થાત્ તેનું જ વારંવાર મનન-ચિંતન-ધ્યાન-અનુભવન કરે છે), એવી જ રીતે મોક્ષની ઇચ્છાવાળાએ જીવરૂપી રાજાને જાણવો, પછી એ રીતે જ તેનું શ્રદ્ધાન કરવું અને ત્યાર બાદ તેનું અનુચરણ કરવું અર્થાત્ અનુભવ વડે તન્મય થઈ જવું.’’
ગાથા ૩૫ : ગાથાર્થ :- ‘‘જેમ લોકમાં કોઈ પુરુષ પરવસ્તુને ‘આ પરવસ્તુ છે’ એમ જાણે ત્યારે એવું જાણીને પરવસ્તુને ત્યાગે છે, તેવી રીતે જ્ઞાની સર્વ પરદ્રવ્યોના ભાવોને, ‘આ પરભાવ છે’ તેમ જાણીને
તેમને છોડે છે.’’
અર્થાત્ પૂર્વે જોયું તેમ પરના લક્ષે થતાં પોતાના ભાવમાં જ્ઞાનીને ‘હુંપણું’ ન હોવાથી તેને છોડે છે એમ કહેવાય છે અર્થાત્ તે પરલક્ષે થતાં ભાવને જ્ઞાની પોતાની નબળાઈ સમજે છે અને કોઈ પણ જીવ પોતાની નબળાઈને પોષવા ઇચ્છે નહિ જ, તેમ જ્ઞાની પણ તે પરલક્ષે થતાં ભાવોને બિલકુલ ઇચ્છતો નથી અને તેથી જ તેનાથી છૂટવાના પ્રયત્નો આદરે છે અર્થાત્ શક્તિ અનુસાર ચારિત્ર ગ્રહણ કરે છે; આવું છે