________________
૧૮૦
સમ્યગ્દર્શનની રીત
શ્લોક ૧૧ :- “જગતનાં પ્રાણીઓ એ સમ્યક સ્વભાવનો અનુભવ કરો કે જ્યાં આ બદ્ધસ્કૃષ્ટ આદિ ભાવો (ઉપર કહ્યા તે ચાર ભાવો) સ્પષ્ટપણે તે સ્વભાવ ઉપર તરે છે (એટલે કે તે ભાવો થાય છે તો આત્માના પરિણામમાં જ અર્થાત્ આત્મામાં જ), તો પણ તેઓ પરમ પરિણામિક ભાવમાં પ્રતિષ્ઠા પામતા નથી, કારણ કે દ્રવ્યસ્વભાવ (દ્રવ્યરૂપ આત્માના સ્વનું ભવનરૂપ “સ્વભાવ) તો નિત્ય છે (એટલે કે એવો ને એવો જ થાય છે), એકરૂપ છે (અનન્યરૂપ છે, અભેદ છે ત્યાં કોઈ ભેદ નથી) અને આ ભાવો (એટલે કે અન્ય ચાર ભાવો) અનિત્ય છે, અનેકરૂપ છે, પર્યાયો (ચાર ભાવરૂપ પર્યાયો-વિભાવભાવ) દ્રવ્યસ્વભાવમાં પ્રવેશ કરતા નથી, ઉપર જ રહે છે તે ચાર ભાવ પરમ પરિણામિક ભાવરૂપ દ્રવ્યસ્વભાવમાં પ્રવેશ પામતાં જ નથી. કારણ કે પરમ પારિણામિક ભાવરૂપ દ્રવ્યસ્વભાવ સામાન્ય ભાવરૂપ છે તેથી તેમાં વિશેષભાવનો તો અભાવ જ હોય છે અર્થાત્ વિશેષભાવો દ્રવ્યસ્વભાવમાં પ્રવેશ કરતા નથી, ઉપર જ રહે છે) આ શુદ્ધ સ્વભાવ (‘સ્વ'ના ભવનરૂપ = પરમ પારિણામિક ભાવ) સર્વ અવસ્થાઓમાં પ્રકાશમાન છે. (આત્મામાં ત્રણે કાળ છે એટલે જ ત્રિકાળી શુદ્ધ ભાવો કહેવાય છે) એવા શુદ્ધ સ્વભાવનો, મોહરહિત થઈને જગત અનુભવ કરો; કારણ કે મોહકર્મના ઉદયથી ઉત્પન્ન મિથ્યાત્વરૂપ અજ્ઞાન જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એ અનુભવ યથાર્થ થતો નથી.”
શ્લોક ૧ર :- “જો કોઈ સુબુદ્ધિ (એટલે કે જેને તત્ત્વોનો નિર્ણય થયો છે તેવો કે જે સમ્યગ્દર્શન પામવાની પૂર્વના પર્યાયોમાં સ્થિત છે તેવો) ભૂત, વર્તમાન અને ભાવિ એવા ત્રણે કાળના (કર્મોના) બંધને પોતાના આત્માથી તત્કાળ - શીધ્ર ભિન્ન કરીને (અર્થાત્ કર્મોરપી પુગલોને પોતાથી ભિન્ન જાણી – જડ જાણી પોતાને ચેતનરૂપ અનુભવીને તથા તે કર્મના ઉદયના નિમિત્તથી થયેલ મિથ્યાત્વ(અજ્ઞાન)ને પોતાના બળથી (પુરુષાર્થથી) રોકીને અથવા નાશ કરીને (ઉપર શ્લોક ૧૧માં જણાવ્યા પ્રમાણે ચાર ભાવોને ગૌણ કરીને, પોતાને પરમ પરિણામિક ભાવરૂપ અનુભવતાં જ મિથ્યાત્વ ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષયને પામે છે અર્થાત્ પોતાને ત્રિકાળી શુદ્ધ ભાવરૂપ = પરમ પરિણામિક ભાવરૂપ જાણવા/ અનુભવવારૂપ પુરુષાર્થ કરે અર્થાત) અંતરંગમાં અભ્યાસ કરે – દેખે, તો આ આત્મા પોતાના અનુભવથી જ જણાવાયોગ્ય જેનો પ્રગટ મહિમા છે એવો વ્યક્ત (અનુભવગોચર), ધ્રુવ (નિશ્ચલ), શાશ્વત, નિત્ય કર્મકલંક – કર્દમથી રહિત (પરમ પારિણામિક ભાવરૂપ) એવો પોતે સ્તુતિ કરવા યોગ્ય દેવ વિરાજમાન છે.”
શ્લોક ૧૩:- “એ રીતે જે પૂર્વકથિત શુદ્ધ નયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે (અર્થાત્ શુદ્ધાત્માની અનુભૂતિ છે) તે જ ખરેખર જ્ઞાનની અનુભૂતિ છે એમ જાણીને (અર્થાત્ જે આત્માની અનુભૂતિ છે તે જ જ્ઞાનની અનુભૂતિ છે, તે બંનેમાં કોઈ જ ભેદ નથી) તથા આત્મામાં, આત્માને નિશ્ચળ સ્થાપીને (અર્થાત્ તે શુદ્ધાત્માનું નિશ્ચળ - એકાગ્રપણે ધ્યાન કરીને) “સદા સર્વ તરફ એક જ્ઞાનઘન આત્મા છે એમ દેખવું.” અર્થાત્ જે શુદ્ધાત્મા છે તેને જ્ઞાન અપેક્ષાએ જ્ઞાનઘન, જ્ઞાનમાત્ર, જ્ઞાન સામાન્ય, વગેરે અનેક