________________
સમયસાર અનુસાર સમ્યગ્દર્શનનો વિષય
૧૭૫
હોય તે અમને માફ કરે, કારણ કે આ વાત અમે કોઈ પણ પક્ષરહિત – નિષ્પક્ષભાવે જણાવેલ છે કે જે સર્વે આચાર્ય ભગવંતોએ પણ જણાવેલ છે અને જ્યાં જ્યાં (જે પણ ગાથાઓમાં) આ વાતોનો સર્વથા નિષેધ કરવાનું જણાવેલ છે તે એકમાત્ર શુદ્ધ ભાવનો લક્ષ કરાવવા જણાવેલ છે; નહીં કે અશુભ ભાવમાં રમવા માટે અને મુનિરાજને છઠ્ઠી ગુણસ્થાનકે આ વાતનો નિષેધ સાતમા ગુણસ્થાનરૂપ અભેદ આત્માનુભૂતિમાં સ્થિર થઈ આગળ વધીને કેવળજ્ઞાન અને મોક્ષ મેળવવા જણાવેલ છે, નહીં કે છઠ્ઠા ગુણસ્થાનકે સહજ હોતા શુભનો નિષેધ કરીને નીચે પાડવા - અર્થાત્ અવિરતિ અથવા અજ્ઞાની થવા.
આથી સર્વે મુમુક્ષુજનોને આ વાત યથાર્થ – જેમ છે તેમ સમજવી અત્યંત આવશ્યક છે; અર્થાત્ સમજવાનું એ છે કે અહોભાવ માત્ર શુદ્ધતાનો જ હોવો જોઈએ, શુભનો નહીં જ, પણ જ્યાં સુધી શુદ્ધરૂપે નથી પરિણમતો ત્યાં સુધી રહેવાનું તો નિયમથી શુભમાં જ.
શ્લોક ૪:- “નિશ્ચય અને વ્યવહાર – એ બે નયોને વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે, એ વિરોધને નાશ કરનારું સ્વાત' પદથી ચિન્હિત જે જિન ભગવાનનું વચન (વાણી) તેમાં જે પુરુષો રમે છે (પ્રચુર પ્રીતિ સહિત અભ્યાસ કરે છે અર્થાત્ બન્ને નયનો પક્ષ છોડીને મધ્યસ્થ રહે છે) તે પુરુષો પોતાની મેળે (અન્ય કારણ વિના) મિથ્યાત્વકર્મના ઉદયનું વમન કરીને આ અતિશયરૂપ પરમજ્યોતિ પ્રકાશમાન શુદ્ધ આત્માને તુરંત દેખે જ છે. (અર્થાત્ કોણ દેખે છે? તો કહે છે કે “સ્યાત’ વચનોમાં રમતો પુરુષ નહીં કે એકાંતનો આગ્રહી પુરુષ અર્થાત્ સમ્યગ્દર્શન કે જે સમ્યક એકાંતરૂપ હોવા છતાં આગ્રહ તો એકાંતનો ન જ હોય, પ્રરૂપણા એકાંતની ન જ હોય. પ્રરૂપણા જેમ છે તેમ સ્યાત વચનો રૂપે જ હોય.) કેવો છે સમયસારરૂપ શુદ્ધ આત્મા? નવીન ઉત્પન્ન થયો નથી, પહેલાં કર્મથી આચ્છાદિત હતો તે પ્રગટ વ્યક્તિરૂપ થઈ ગયો છે (અર્થાત્ પહેલાં જે અજ્ઞાનીને ઉદય-ક્ષયોપશમ રૂપે અનુભવાતો હતો તે જ હવે જ્ઞાનીને ઉદયક્ષયોપશમભાવો ગૌણ થઈ જતાં કે કરતાં જ સમયસારરૂપ = પરમ પારિણામિક ભાવરૂપ = પરમજ્યોતિરૂપ પ્રગટ થાય છે = જણાય છે = અનુભવાય છે = વ્યક્તિરૂપ થાય છે). વળી કેવો છે ? સર્વથા એકાંતરૂપ કુનયના પક્ષથી ખંડિત થતો નથી, નિબંધ છે (અર્થાત્ જેઓ સમ્યગ્દર્શન માટે સર્વથા એકાંતનયની પ્રરૂપણામાં રાચે છે તેઓને શુદ્ધાત્મા કદી જ પ્રાપ્ત થાય તેવો નથી એમ જ અત્રે જણાવેલ છે.).”
ઘણાં સંપ્રદાયોમાં એવી માન્યતા છે કે શુદ્ધોપયોગ સાતમા અથવા તેરમા ગુણસ્થાનકમાં જ હોય છે, ચોથા ગુણસ્થાનકમાં નથી થતો; આવું માનીને તેઓ પોતાના જ સમ્યગદર્શનનો માર્ગ બંધ કરે છે. એમના માટે ઉપર જણાવ્યું છે કે અધિકતર લોકો કીચડવાળા પાણીને મલિન જ અનુભવે છે, કેમ કે તેમને જિનશાસનની નયોની લક્ષ્મીની સમજ નહીં હોવાથી અથવા કોઈનયનો આગ્રહ/પક્ષ હોવાથી આમ થાય છે. શુદ્ધ નયાભાસી લોકો સિવાય સર્વજનોને આ વાત વિદિત છે કે અજ્ઞાની જીવ અત્યારે અશુદ્ધરૂપે પરિણમે છે છતાં પણ ભગવાને તે જ જીવમાં દ્રવ્યદષ્ટિથી અર્થાત્ દ્રવ્યાર્થિક નયથી શુદ્ધાત્મા જેવા અને અનુભવવાનું કહ્યું છે અને તેને જ સમ્યગ્દર્શનની રીત કહી છે. તેથી ચોથા ગુણસ્થાનકે પણ શુદ્ધોપયોગ