________________
૧૭૪
સમ્યગ્દર્શનની રીત
(અજ્ઞાનીઓ) - આત્મા અને કર્મનો વિવેક નહિ કરનારા, વ્યવહારથી વિમોહિત હૃદયવાળાઓ તો, તેને (આત્માને) જેમાં ભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું) પ્રગટ છે એવો અનુભવે છે, પણ ભૂતાર્થદર્શીઓ (શુદ્ધનયને દેખનારાઓ = જ્ઞાનીઓ) પોતાની બુદ્ધિથી નાંખેલા શુદ્ધનય (પ્રજ્ઞાછીણી) અનુસાર બોધ થવા માત્રથી ઊપજેલા આત્મા-કર્મના વિવેકપણાથી (ભેદજ્ઞાનથી), પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક જ્ઞાયકભાવપણાને (પરમ પારિણામિક ભાવને) લીધે તેને (આત્માને) જેમાં એક જ્ઞાયકભાવ (પરમ પારિણામિક ભાવ) પ્રકાશમાન છે એવો અનુભવે છે....''
ભાવાર્થમાં પંડિતજીએ સમજાવેલું છે કે, જીવને ‘જેમ છે તેમ’ સર્વનયથી નિર્ણય કરી સમ્યક એકાંતરૂપ શુદ્ધ જાણવો (‘હુંપણું’ કરવું), નહીં કે એકાંતે અપરિણામી એવો શુદ્ધ જાણવો. તેથી તો મિથ્યાદર્શનનો જ પ્રસંગ આવે છે, કારણ કે જિનવાણી સ્યાદ્વાદરૂપ છે. પ્રયોજનવશ નયને મુખ્ય-ગૌણ કરીને કહે છે, જેમ કે મલિન પર્યાયને ગૌણ કરતાં જ શુદ્ધ ભાવરૂપ પરમ પારિણામિક ભાવ હાજર જ છે, નહીં કે પર્યાયને ભૌતિક રીતે અલગ કરીને. કારણ અભેદ દ્રવ્યમાં ભૌતિક રીતે પર્યાયને અલગ કરવાની વ્યવસ્થા જ નથી તેથી વિભાવભાવને ગૌણ કરતાં જ (પર્યાયરહિતનું દ્રવ્ય) પરમ પારિણામિક ભાવરૂપ અભેદ-અખંડ આત્માનું ગ્રહણ થાય છે, આ જ સમ્યગ્દર્શનની વિધિ છે.
ગાથા ૧૨ : ગાથાર્થ :- ‘પરમભાવના (શુદ્ધાત્માના) દેખનારાઓને (અનુભવનારાઓને) તો શુદ્ધનો (શુદ્ધ આત્માનો) ઉપદેશ કરનાર શુદ્ઘનય જાણવાયોગ્ય છે (અર્થાત્ શુદ્ઘનયના વિષયરૂપ શુદ્ધાત્માનો જ આશ્રય કરવા યોગ્ય છે. કારણ કે તેના આશ્રયથી જ શ્રેણી માંડીને તે સમ્યગ્દષ્ટિ જીવ ઘાતી કર્મોનો નાશ કરે છે અને કેવળી થાય છે), વળી જે જીવો અપરમભાવે સ્થિત છે (અર્થાત્ મિથ્યાત્વી છે) તેઓ વ્યવહાર દ્વારા (અર્થાત્ ભેદરૂપ વ્યવહાર દ્વારા વસ્તુસ્વરૂપ સમજાવી તત્ત્વોનો નિર્ણય કરાવવા) ઉપદેશ કરવા યોગ્ય છે.’’
ભાવાર્થમાં પંડિત જયચંદજી જણાવે છે કે, ‘‘જે કોઈ જીવ કે જે અપરમભાવે સ્થિત છે (અજ્ઞાની છે) તે વ્યવહાર છોડે (ભેદરૂપ અને વ્યવહાર ધર્મરૂપ બંને) અને તેને સાક્ષાત્ શુદ્ધોપયોગની પ્રાપ્તિ તો થઈ નથી (અર્થાત્ નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ થયેલ નથી) તેથી ઊલટો અશુભ ઉપયોગમાં જ આવી, ભ્રષ્ટ થઈ, ગમે તેમ સ્વેચ્છારૂપે (સ્વચ્છંદે) પ્રવર્તે તો નરકાદિ ગતિ તથા પરંપરા નિગોદને પ્રાપ્ત થઈ સંસારમાં જ ભ્રમણ કરે છે.’’
અત્રે સમજવાનું એ છે કે આત્મા અજ્ઞાન અવસ્થામાં ૨૪ કલાક કર્મનો બંધ કરે જ છે જેથી કરીને કરુણાવંત આચાર્ય ભગવંતોએ જણાવેલ છે કે જ્યાં સુધી તત્ત્વનો નિર્ણય અને અનુભવ ન થાય ત્યાં સુધી તેનાં જ લક્ષે (શુદ્ધના જ એકમાત્ર લક્ષે) નિયમથી શુભમાં જ રહેવા જેવું છે નહીં કે અશુભમાં, કારણ કે અશુભથી તો દેવ-શાસ્ર-ગુરુ રૂપ સંયોગ મળવા પણ કઠિન થઈ જાય એમ છે. આ વાતમાં જેનો વિરોધ