________________
સમયસાર અનુસાર સમ્યગ્દર્શનનો વિષય
૧૭૩
છે, તેવાં વ્યવહારરૂપ-ઉપચારરૂપ ભેદો આદરણીય નથી અર્થાત્ “હુંપણું કરવા યોગ્ય નથી, તેથી અભૂતાર્થ છે) અને શુદ્ધનય ભૂતાર્થ છે (અર્થાત્ શુદ્ધનયનો વિષય અભેદરૂપ “શુદ્ધાત્મા’ છે કે જે સમ્યગ્દર્શનનો વિષય હોવાથી આદરણીય છે – ભૂતાર્થ છે) એમ 2ષીશ્વરોએ દર્શાવ્યું છે, જે જીવ ભૂતાર્થનો (અર્થાત્ શુદ્ધાત્માનો) આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે.” અર્થાત્ કોઈ પણ જીવ અભેદરૂપ શુદ્ધાત્મામાં જ હુંપણું કરીને અને તેનું જ અનુભવન કરીને સમ્યગ્દષ્ટિ થઈ શકે છે અન્યથા નહિ. અમે જેમ ઉપર સમજાવ્યું છે તેમ લોકોએ વ્યવહારથી દ્રવ્યના એટલા બધા ભેદ કર્યા કે તેમને લાગવા લાગ્યું કે દ્રવ્ય અને પર્યાય ભિન્ન પ્રદેશ છે, દ્રવ્ય અપરિણામી (કુટસ્થ નિત્ય) અને પર્યાય પરિણામી છે, પરમ પારિણામિક ભાવ અને કારણશુદ્ધપર્યાય અલગ અલગ છે, જીવને ચોથા ગુણસ્થાનકે શુદ્ધાત્માનો અનુભવ નથી થતો, વગેરે; આ બધી જ ભ્રાંતિઓ કાઢવા માટે અભેદ એવો શુદ્ધનય સમ્યકરૂપથી સમજવાની આવશ્યકતા છે, કેમ કે તે જ ભૂતાર્થ છે. તેથી જ્યારે અભેદ એવો શુદ્ધનય સમ્યકરૂપથી સમજાય ત્યારે જ આવા મિથ્યા આગ્રહ કે ભ્રમ દૂર થશે અન્યથા નહીં, આ જ વાત આ ગાથાથી સમજવાની છે.
ગાથા ૧૧ : ટીકા :- “વ્યવહારનય બધોય અભૂતાર્થ હોવાથી ભેદરૂપ વ્યવહાર કે જે માત્ર આત્માના સ્વરૂપનું ગ્રહણ કરાવવા હસ્તાવલંબનરૂપ જાણીને પ્રરૂપ્યો છે તે) અવિદ્યમાન, અસત્ય, અભૂત અર્થને પ્રગટ કરે છે. (એટલે કે જેવો અભેદ આત્મા છે તેવો તેનાથી અર્થાત્ વ્યવહારરૂપ ભેદથી વર્ણવાતો નથી).... આ વાત દષ્ટાંતથી બતાવીએ છીએ :- (દષ્ટાંતમાં જીવને = આગમોમાં વર્ણવ્યા અનુસાર પાંચ ભાવ સહિત બતાવી તેમાંથી ઉપાદેય એવો જીવ કે જે ચાર ભાવોને ગૌણ કરતાં જ પંચમભાવરૂપ = પરમ પારિણામિક ભાવરૂપ = દષ્ટિના વિષયરૂપ પ્રગટ થાય છે કે જે “સમયસાર' જેવા આધ્યાત્મિક શાસ્ત્રનો પ્રાણ છે તેને ગ્રહણ કરાવે છે.) જેમ પ્રબળ કાદવના મળવાથી (પ્રબળ ઉદય-ક્ષયોપશમ ભાવ સહિત) જેનો સહજ એક નિર્મળ ભાવ (પરમ પરિણામિક ભાવ) તિરોભૂત (આચ્છાદિત) થઈ ગયો છે એવા જળનો અનુભવ કરાવનાર (અજ્ઞાન) પુરુષો – જળ અને કાદવનો વિવેક નહીં કરનાર ઘણા તો, તેને (જળને = જીવને) મલિન જ અનુભવે છે (ઉદય ભયોપશમરૂપ જ અનુભવે છે); પણ કેટલાંક (જ્ઞાની) પોતાના હાથથી નાખેલા કતકફળ (નિર્મળી ઔષધિ = બુદ્ધિરૂપી-પ્રજ્ઞાછીણી)ના પડવા માત્રથી ઊપજેલા જળ-કાદવના વિવેકપણાથી (એટલે કાદવ જળમાં હોવા છતાં જળને સ્વચ્છ અનુભવી શકનાર = આત્મા વર્તમાનમાં ઉદય, ક્ષયોપશમ રૂપે પરિણમેલ હોવા છતાં તેમાં છુપાયેલ એટલે કે ઉદય અને ક્ષયોપશમ ભાવને ગૌણ કરતાં જ જે ભાવ પ્રગટ થાય છે તે અર્થાત્ ઉદય અને ક્ષયોપશમ ભાવ જેનો બનેલ છે તે અર્થાત્ એક સહજ આત્મપરિણમનરૂપ - પરમ પારિણામિક ભાવરૂપ આત્માને), પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભત કરવામાં આવેલા સહજ એક નિર્મળ ભાવપણાને (પરમ પરિણામિક ભાવને) લીધે, તેને (જળને = આત્માને) નિર્મળ જ અનુભવે છે, એવી રીતે પ્રબળ કર્મના મળવાથી જેનો સહજ એક જ્ઞાયકભાવ (પરમ પારિણામિક ભાવ) તિરોભૂત થઈ ગયો છે એવા આત્માનો અનુભવ કરનાર પુરુષો