________________
સમ્યગ્દર્શન
૧૩
પ્રકારે અક્ષરશઃ અર્થઘટન કરીને એકાંતરૂપે પરિણમે છે અથવા વિકૃતરૂપે પણ પરિણમે છે, અને સમજે છે એમ કે અમે બધું જ સમજી લીધું છે. એના જ અહંકારમાં (ગુમાનમાં) બીજા કોઈની સાચી વાત પણ, એમના મતને અનુકૂળ ન હોવાથી નથી સાંભળતા. જ્યારે તેઓ તે અક્ષરશઃ અર્થઘટન અનુસાર પકડી રાખેલી પોતાની વાત પર જ મક્કમ રહે છે, ત્યારે તે ભ્રાન્તિ/ગેરસમજ તેઓને આગ્રહરૂપે પરિણમે છે અને આગળ જતા તે આગ્રહ હઠાગ્રહ, દુરાગ્રહ અને એકાંતરૂપે પરિણમે છે.
જેમ કે, દષ્ટિ (સમ્યગ્દર્શન)નો વિષય ‘પર્યાયરહિત દ્રવ્ય’ છે. આ વાક્યનું અક્ષરશઃ અર્થઘટન કરીને અભેદ દ્રવ્યમાંથી પર્યાયને ભૌતિક રીતે કાઢવાની કોશિશ/ચેષ્ટા કરવી. તે તો સૌથી મોટી ભૂલ છે, કેમ કે અભેદ-અખંડ વસ્તુ/દ્રવ્યમાંથી એક અંશ પણ કાઢવાની કોશિશ કરવાથી પૂર્ણ વસ્તુનો જ લોપ થઈ જાય છે. ખરેખર અભેદનય જ સમ્યગ્દર્શન માટે કાર્યકારી છે; પરંતુ વર્તમાનમાં મુમુક્ષુ જીવો કોઈ ને કોઈ ભેદ માનીને (ઉપજાવીને) ભેદમાં જ રમે છે અને વસ્તુનો નિર્ણય કરવાની કોશિશ/ચેષ્ટા કરે છે. જેથી તેઓને અભેદ વસ્તુની પ્રાપ્તિ અસંભવ જ હોય છે. આ કમીની/ઓછપની પૂર્તિ અર્થે અમે આ પુસ્તકમાં વસ્તુનું ભેદાભેદ સ્વરૂપ સમજાવવાનો પ્રયાસ કરીશું. અભેદ અનુભૂતિમાં આવવાવાળી વસ્તુની (દ્રવ્યની) કેવી રીતે પ્રાપ્તિ કરવી જોઈએ, તે વાત અમે આગળના થોડા પ્રકરણમાં સમજાવવાનો પ્રયાસ કરીશું. આવી પરિસ્થિતિ અનંત કાળ પછી આવવાવાળા હુંડાઅવસર્પિણી પંચમ કાળના કારણે જ છે કે ભગવાનના માત્ર ૨૬૦૦ વર્ષ પછી જ અનેક સંપ્રદાયોમાં ધર્મનું માત્ર બાહ્ય સ્વરૂપ જ રહી ગયું છે અને ધર્મનો પ્રાણ એવા નિશ્ચય સમ્યગ્દર્શનની વાત તો ખૂબ જ ઓછા લોકો કરે છે અને માને છે.
જ
સમ્યગ્દર્શન માટે જેટલું ભેદજ્ઞાન જરૂરી છે અર્થાત્ પુદ્ગલ અને તેના લક્ષે થતા ભાવોથી આત્માનું ભેદજ્ઞાન જેટલું જરૂરી છે, તેટલી દ્રવ્ય-ગુણ-પર્યાયની સમજ આવશ્યક ન હોવાં છતાં, જેમણે તે દ્રવ્યગુણ-પર્યાય સ્વરૂપ વસ્તુવ્યવસ્થા અગર તો ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ વસ્તુવ્યવસ્થા વિપરીત રૂપે ધારણ કરેલ હોય તો તેમને માટે અત્રે પ્રથમ દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ અને ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ વસ્તુવ્યવસ્થા સમ્યક્પે જણાવીએ છીએ. તેના ઉપર વિચાર કરવો યોગ્ય છે અને તે જેમ છે તેમ પ્રથમ સ્વીકારવી પરમ આવશ્યક છે. કારણ કે જૈનસમાજમાં એક વર્ગ એવો પણ છે કે જેઓએ વસ્તુવ્યવસ્થાને જ વિકૃત કરી નાખેલ છે; તેઓ દ્રવ્ય અને પર્યાયને એ હદે અલગ માને છે જાણે કે તે બે અલગ દ્રવ્યો ન હોય ! તેઓ એક અભેદ દ્રવ્યમાં ઉપજાવીને જણાવેલ ગુણ-પર્યાયને પણ ભિન્ન સમજે છે અર્થાત્ દ્રવ્યનું સમ્યક સ્વરૂપ સમજાવવા દ્રવ્યને અપેક્ષાએ ગુણ અને પર્યાયથી ભિન્ન જણાવેલ છે, તેને તેઓ વાસ્તવિક ભિન્ન સમજે છે; દ્રવ્ય અને પર્યાયને બે ભાવ ન માનતાં તેઓ તેને બે ભાગરૂપ માનવા સુધીની પ્રરૂપણા કરે છે, અને આગળ તેમાં પણ સામાન્ય-વિશેષ એવા બે ભાગની કલ્પના કરે છે. આ રીતે વસ્તુવ્યવસ્થાને જ વિકૃત રીતે ધારણ કરીને અને વિકૃત રીતે પ્રરૂપણા કરીને તેઓ પોતે સંસારના અંત માટેના ધર્મથી તો દૂર રહે જ છે, તે ઉપરાંત તેઓ