________________
સમ્યગ્દર્શનની રીત
માર્ગદર્શન ન મળતાં તેવા જીવો થોડો સમય સુધી ભરપૂર પ્રયાસ કરીને પછી હતપ્રભ (હતાશ) થઈ જાય છે. ત્યારે આવા લોકો નિરાશાથી ઘેરાઈ જાય છે અને ઘણાં લોકો તેને પોતાની ભવિતવ્યતા (નિયતિ) પર છોડી દે છે. એમાંના અમુક લોકો કોઈ ને કોઈ પોતાની પસંદગીની સાંપ્રદાયિક ક્રિયાઓમાં અથવા ક્રમમાં લાગી જાય છે. અમુક લોકો આશ્રમ, મંદિર, સ્થાનક, તીર્થ અથવા સાંપ્રદાયિક વ્યવસ્થાનાં કાર્યોમાં લાગી જાય છે. તે કાર્યો ખરાબ નથી પરંતુ આત્માનું લક્ષ્ય છોડીને તેને જ ધર્મ માનવો તે ભૂલ છે. અમુક લોકો દેવને પ્રસન્ન કરવાની આરાધનામાં લાગી જાય છે અને એને જ ધર્મ માને છે. અમુક લોકો દેવને પ્રસન્ન કરવાની આરાધનાથી ઉત્પન્ન થયેલી મામૂલી સિદ્ધિમાં જ રોકાઈ જાય છે, અને એને જ ધર્મ અને ધર્મની પ્રભાવના માને છે, એનાથી જ પોતાનો અહંકાર પુષ્ટ કરે છે. અમુક લોકો પ્રાપ્ત કરેલા ક્ષયોપશમ જ્ઞાનમાં જ રોકાઈ જાય છે અને એનાથી જ પોતાનો અહંકાર પુષ્ટ કરે છે. અમુક લોકો ધ્યાન (આર્તધ્યાન) પાછળ પડી જાય છે. ધ્યાનથી જ સમ્યગ્દર્શન મળશે એવું માનીને આત્માનો અનુભવ ન હોવાને કારણે દેહાદિનું જ ધ્યાન કરતા હોય છે, જેને શાસ્ત્રમાં આર્તધ્યાન કહ્યું છે કે જેને તિર્યંચ ગતિનું કારણ માન્યું છે. અમુક લોકો કોરી ભક્તિમાં લાગી જાય છે. યથાર્થ ભક્તિ એ હોય છે કે જેમાં મુમુક્ષુ જીવ ભગવાનના અથવા સતપુરુષોનાં વચનો પર ચાલવાનો પ્રયાસ કરે છે નહીં કે ભગવાન અથવા સતપુરુષોની સ્તુતિ કરીને પોતાના કલ્યાણની જવાબદારી એમના માથે થોપી દે છે. આવું કરવા પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. જેમ કે, જેને સંસારનો લગાવ છે તેને પોતાનો પુરુષાર્થ સંસારમાં લગાવવો છે અને સ્વયંના આત્મકલ્યાણની જવાબદારી ભગવાન/સતપુરુષ પર રાખવી છે. અથવા જેવી રીતે સંસારમાં બીજી વસ્તુઓ ચાપલૂસી કરીને પામે છે, તેવી રીતે સમ્યગ્દર્શનને પણ ભગવાન/સતપુરુષની કોરી (આજ્ઞા પાળ્યા વગરની) ભક્તિ કરીને પ્રાપ્ત કરી લેવું છે. અથવા સંસારીને જેમ બધી વસ્તુઓ દેખાડા માટે અથવા આડંબર માટે જોઈએ, એવી જ રીતે સમ્યગ્દર્શન પણ દેખાડા માટે જ જોઈએ છે, નહીં કે મુક્તિ માટે અથવા બીજા કોઈ સાંસારિક કારણ પણ હોઈ શકે છે. અને અન્ય લોકો સંસારના આકર્ષણથી, ધર્મના નામે ભેગા કરેલ ધન-વૈભવ અને એના પ્રપંચમાં જ ફ્લાઈ જાય છે.
આવી રીતે અનેક લોકો સમ્યગ્દર્શનની વાત તો કરે છે, પરંતુ તેઓ માત્ર વ્યવહાર સમ્યગ્દર્શનને જ વાસ્તવિક/સાચું સમ્યગ્દર્શન માનીને સંતુષ્ટ થઈ જાય છે, અને પોતાને મોક્ષમાર્ગી સમજવા લાગે છે. આ જ રીતે અનાદિથી આપણે પોતાને ઠગ્યા છે, હવે કયાં સુધી પોતાને ઠગવા છે ? આ વાતનો વિચાર કરીને સ્વયં ઉપર કરુણા લાવીને, સ્વદયા લાવીને અનાદિથી દુઃખમય સંસારમાં રખડતા એવા પોતાને આ દુઃખમય સંસારથી છોડાવવો છે – મુક્ત કરાવવો છે. તેના માટે નિશ્ચય સમ્યગ્દર્શન આવશ્યક છે.
શાસ્ત્રોના સમગ્રતાથી અધ્યયનના અભાવના કારણે અનેક લોકોને વસ્તુસ્વરૂપને સમજવામાં ભ્રાન્તિ/ગેરસમજ થાય છે. એટલા માટે શાસ્ત્રોને સમગ્રતાથી નહીં જાણવાવાળા લોકો, કોઈના પણ શબ્દોને પકડીને તેનું અક્ષરશ: અર્થઘટન કરે છે; પરંતુ તેઓ તેનું યથાર્થ અર્થઘટન નથી કરી શકતા. તેથી તેઓ આ