________________
૧૬૬
સમ્યગ્દર્શનની રીત
પરિણામ સ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી (પરમ પરિણામિક ભાવરૂપ હોવાથી) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની એકતારૂપ અનુભૂતિ (અર્થાત્ અનુભૂતિ અભેદ દ્રવ્યની જ હોય છે અર્થાત્ અનુભૂતિ રૂપ ભગવાન આત્મા = જીવરાજા = દ્રવ્યપર્યાયની એકતારૂપ હોય છે. કારણ, પર્યાય ન હોય તો તે દ્રવ્ય જ ન હોય એટલે કે ભૌતિક છીણીથી પર્યાયને ન કાઢતાં, પ્રજ્ઞાછીણીથી પરભાવરૂપ ચાર ભાવોને કાઢીને એટલે કે ગૌણ કરીને જે પરમ પરિણામિક ભાવરૂપ = સહજ ભવનરૂપ આત્મા શેષ રહે, તેમાં હુંપણું કરતાં જ અનુભૂતિ પ્રગટે છે, તે અનુભૂતિ) જેનું લક્ષણ છે એવી સત્તાથી સહિત છે... વળી કેવો છે? પોતાના અને પરદ્રવ્યોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી (એટલે કે સ્વ-પર પ્રકાશકપણું સ્વાભાવિક છે, તેમાં પણ જો પરને કાઢી નાંખશો તો સ્વ જ નહીં રહે. કારણ કે જ્યાં પરનું પ્રકાશન થાય છે તે સ્વ તો જ્ઞાન જ છે = આત્મા જ છે. ત્યાં પણ પ્રકાશન ગૌણ કરવાનું છે, નિષેધ નહીં; પર પ્રકાશન ગૌણ કરતાં જ જ્ઞાન = આત્મભાવ = શાકભાવ પ્રાપ્ત થાય છે, જેણે સમસ્ત રૂપને પ્રકાશનારું એકરૂપપણું પ્રાપ્ત કર્યું છે. (અર્થાત્ જે સમસ્ત રૂપને પ્રકાશે છે કે જેને ગૌણ કરતાં જ જે ભાવ = જ્ઞાન શેષ રહે છે, તે જ જ્ઞાનરૂપ એકપણું પ્રાપ્ત કર્યું છે. એટલે કે જ્ઞાનધનપણું પ્રાપ્ત કર્યું છે.) આ વિશેષણથી, જ્ઞાન પોતાને જ જાણે છે, પરને નથી જાણતું એમ એકાકાર જ માનનારનો, તથા પોતાને નથી જાણતું પણ પરને જાણે છે એમ અનેકાકાર જ માનનારનો, વ્યવચ્છેદ થયો. (અત્રે સમજવાનું એ છે કે કોઈ પણ એકાંત માન્યતા જિનમત બાહ્ય છે અને એવું જે કથન છે કે અંતે તો અનેકાંત પણ સમ્યક એકાંત પામવા માટે જ છે – તેનો હાર્દ એવો જ છે કે જે પાંચ ભાવરૂપ જીવનું વર્ણન છે કે જે અનેકાંતરૂપ છે તે પરમ પારિણામિક ભાવરૂપ સમ્યક એકાંત પામવા માટે છે. નહિ કે “આત્મા ખરેખર પરને જાણતો જ નથી” અથવા કોઈ પણ અપેક્ષા એ આત્મામાં રાગદ્વેષ છે જ નહીં' વગેરે એકાંત પ્રરૂપણારૂપ કે જે જિનમત બાહ્ય જ ગણાય છે)... જ્યારે આ (જીવ), સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી, સર્વ પરદ્રવ્યોથી છૂટી દર્શનજ્ઞાનસ્વભાવમાં (અને સર્વગુણ સમજવા) નિયત વૃત્તિરૂપ (અસ્તિત્વરૂપ) (પર્યાયરૂપ = પરમ પારિણામિક ભાવરૂપ = કારણશુદ્ધપર્યાયરૂપ) આત્મતત્વ સાથે એકત્વગતપણે વર્તે છે (માત્ર તેમાં જ “હુંપણું કરે છે, ત્યારે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં (અત્રે સર્વ ગુણ સમજવા) સ્થિત હોવાથી યુગપદ સ્વને એકત્વપૂર્વક જાણતો તથા સ્વ-રૂપે એકત્વપૂર્વક પરિણમતો (અર્થાત્ માત્ર સહજ આત્મ પરિણતિરૂપ = પરમ પરિણામિક ભાવરૂપ = કારણશુદ્ધપર્યાયરૂપ આત્મામાં જ “હુંપણું કરતો) એવો તે
સ્વસમય' (સમ્યગ્દર્શની છે) એમ પ્રતીત કરવામાં આવે છે... મોહ તેના ઉદય અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી, દર્શનશાનસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ આત્મતત્ત્વથી (અર્થાત્ દષ્ટિનો વિષય = કારણશુદ્ધપર્યાય = પરમ પરિણામિક ભાવથી) છૂટી પારદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન મોહરાગદ્વેષાદિ ભાવો સાથે એકત્વગતપણે (એકપણું માનીને) (પાંચ ભાવરૂપ જીવમાં હુંપણું કરીને) વર્તે છે, ત્યારે.... તે ‘પરસમય છે (એટલે કે મિથ્યાત્વી જ છે.)''