________________
૧૬૪
સમ્યગ્દર્શનની રીત
આ વાતની ખબર જ નથી કે આત્મા રાગ કરતો જ નથી, આત્મામાં રાગ છે જ નહીં વગેરે; આ છે સ્વચ્છેદે શબ્દોને પકડીને એકાંતરૂપ પરિણમન કે જે સમયસાર અથવા નિયમસાર જેવા શાસ્ત્રનું પ્રયોજન જ નથી. ઊલટો રાગ તે આત્મામાં જવાની સીડી છે, કારણ કે જે રાગ છે તે આત્માનો વિશેષભાવ છે કે જેને ગૌણ કરતાં જ શુદ્ધાત્મા જણાય છે અર્થાત્ સર્વે વિશેષભાવો સાધનરૂપ છે અને તેને ગૌણ કરતાં જ તે જેના બનેલા છે તે પરમ પરિણામિક ભાવ સાધ્યરૂપ છે. આ જ રીત છે સમ્યગ્દર્શનની. કારણ કે સ્થળથી જ સૂક્ષ્મમાં જવાય અર્થાત્ પ્રગટથી જ અપ્રગટમાં જવાય અર્થાત્ વ્યક્તથી જ અવ્યક્તમાં જવાય એ જ નિયમ છે. આધ્યાત્મિક શાસ્ત્રો ભેદજ્ઞાન કરાવવા માટે વિભાવભાવને જીવના નથી એમ કહે છે, કારણ કે તેમાં હુંપણું' નથી કરવાનું અર્થાત્ સમ્યગ્દર્શન માટે માત્ર ‘શુદ્ધાત્મા'માં જ “હુંપણું કરવાનું હોઈને આ શાસ્ત્રોમાં જીવના અન્ય ભાવોને પુદ્ગલ ભાવો અર્થાત્ પરભાવો કહ્યા છે નહિ કે સ્વચ્છેદે પરિણમવા માટે.
અર્થાત્ આત્મામાં રાગ થતો જ નથી એવો આ શાસ્ત્રનો અભિપ્રાય જ નથી, પરંતુ તે રાગરૂપ વિભાવભાવથી ભેદજ્ઞાન કરાવવા માટે તેને પુગલનો જણાવેલ છે. જૈન સિદ્ધાંતનો વિવેક તો એ છે કે ‘હુંપણું માત્ર શુદ્ધાત્મામાં અને જ્ઞાન પ્રમાણનું અર્થાત્ અશુદ્ધરૂપે પરિણમેલ પૂર્ણ આત્માનું અને તેવો વિવેક કરી, તે મુમુક્ષુ તેવા રાગરૂપ ઉદયભાવથી હંમેશ માટે મુક્ત થવાનો પ્રયત્ન (પુરુષાર્થ) આદરે છે, નહિ કે તે મારા નથી, હું કરતો નથી વગેરે કહીને તેને પોષવાનો સ્વછંદ આચરે છે. આવી છે વિપરીત સમજની કરુણા.
આવા વિપરીતભાવ જ્ઞાની અથવા મુમુક્ષુ જીવને એક સમય પણ સહન કરવા જેવો લાગતો નથી આ કારણે એમને આવા જીવો પર કરુણા આવે છે. તે ભાવ તો આત્માને (અર્થાત્ મને) બંધનરૂપ છે, દુ:ખરૂપ છે તેથી આવા ભાવનું પોષણ તો કોઈ (જ્ઞાની અથવા મુમુક્ષુ કોઈ) પણ નથી કરતાં; એટલે જે સ્વચ્છેદે આવા ભાવોનું પોષણ કરે છે, તે પોતાનું પરમ અહિત જ કરી રહ્યા છે અને તેઓ શાસ્ત્રોનો મર્મ જ સમજ્યા નથી, આવું અત્યંત અફસોસસહ - કરુણાસહ કહેવું આવશ્યક જ છે.
અમે આ પુસ્તકમાં અહીં સુધી જે શુદ્ધાત્માનું વર્ણન કર્યું છે તે જ ભાવ અને વારંવાર અનુભવીએ છીએ અને તેને જ શબ્દોમાં વર્ણન કરવાનો અમે પ્રયત્ન કરેલ છે, કે જે પૂર્ણરૂપથી શક્ય નથી જ, કારણ કે તે અનુભવને શબ્દોમાં ભગવાન પણ કહી શક્તા નથી. તેથી કરીને અમે આપને અનુરોધ કરીએ છીએ કે આપ અહીં સુધી કરેલ સ્પષ્ટતાથી અને આગળ સમયસારના આધારે અમે જે વિશેષ સ્પષ્ટતાના કરવાના છીએ, તે બંનેનો મર્મ સમજીને આપ પણ “સ્વતત્વનો અનુભવ કરો અને પરમસુખ-શાંતિ-પરમાનંદરૂપ મુક્તિ પામો, બસ એ જ એકમાત્ર ઉદ્દેશથી આ સર્વ લખેલ છે.
૯૮૦