________________
૧૬૨
સમ્યગ્દર્શનની રીત
ધ્યાવે છે (અર્થાત્ એકમાત્ર શુદ્ધાત્માનું જ ધ્યાન કરવા જેવું છે, તે જ ઉત્તમ છે ને તેના ધ્યાનથી જ યોગી કહેવાય છે), તેથી નિર્વાણને પ્રાપ્ત કરે છે, તો તેનાથી શું સ્વર્ગલોક પ્રાપ્ત ન થઈ શકે ? અવશ્ય જ પ્રાપ્ત થઈ શકે છે.’’
અર્થાત્ અનેક લોકો સ્વર્ગની પ્રાપ્તિને અર્થે નાના પ્રકારના – અનેક ઉપાયો કરતાં જોવા મળે છે, । તે ઉપાયોથી તો કદાચ ક્ષણિક સ્વર્ગ પ્રાપ્ત થાય પણ અથવા ન પણ થાય, પરંતુ પરંપરામાં તો તેને અનંત સંસાર જ મળે છે; જ્યારે શુદ્ધાત્માનું અનુભવન અને ધ્યાનથી મુક્તિ મળે છે અને મુક્તિ ન મળે ત્યાં સુધી સ્વર્ગ અને સ્વર્ગ જેવું જ સુખ હોય છે, તેથી સર્વેએ તેનું જ ધ્યાન કરવા યોગ્ય છે કે જે મુક્તિનો માર્ગ છે અને તે માર્ગમાં સ્વર્ગ તો સહજ જ હોય છે, તેની માગણી નથી હોતી એમ જણાવેલ છે.
જ
ગાથા ૬૬ : અન્વયાર્થ :- ‘‘જ્યાં સુધી મનુષ્ય ઇન્દ્રિયોના વિષયોમાં પોતાના મનને જોડેલું રાખે છે (અર્થાત્ મનમાં ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે આદરભાવ વર્તે છે), ત્યાં સુધી આત્માને જાણતો નથી (કારણ કે તેનું લક્ષ વિષયો છે આત્મા નહિ. તેથી કરીને જ પૂર્વે અમે કહ્યું હતું કે ‘મને શું ગમે છે ?’ એ મુમુક્ષુ જીવે જોતા રહેવું અને તેનાથી પોતાની યોગ્યતાની તપાસ કરતાં રહેવી અને જો યોગ્યતા ન હોય તો તેનો પુરુષાર્થ કરવો આવશ્યક છે) તેથી વિષયોથી વિરક્ત ચિત્તવાળા યોગી-ધ્યાની-મુનિ જ આત્માને જાણે છે.’’ આ ગાથામાં આત્મપ્રાપ્તિ માટેની યોગ્યતા જણાવેલ છે.
‘શીલ પાહુડ’ : ગાથા ૪ : અર્થ :- “જ્યાં સુધી આ જીવ વિષયબળ અર્થાત્ વિષયોને વશ રહે છે ત્યાં સુધી જ્ઞાનને જાણતો નથી અને જ્ઞાનને જાણ્યા વિના કેવળ વિષયોથી વિરક્ત થવા માત્રથી જ પહેલા બાંધેલાં કર્મોનો નાશ થતો નથી.’’
અર્થાત્ વિષયવિરક્તિ એ કોઈ ધ્યેય નથી પરંતુ સમ્યગ્દર્શન કે જે ધ્યેય છે તેના માટેની આવશ્યક યોગ્યતા છે અને તે પણ એકમાત્ર આત્માલક્ષે જ હોવી જોઈએ કે જેથી તેનાથી આગળ આત્મજ્ઞાન થતાં જ, અપૂર્વ નિર્જરા જણાવેલ છે; પરંતુ આત્મજ્ઞાનના લક્ષ વગરની માત્ર વિષયવિરક્તિ કર્મ ખપાવવામાં કાર્યકારી નથી એમ જણાવેલ છે, અર્થાત્ મુમુક્ષુ જીવોએ એકમાત્ર આત્મલક્ષે વિષયવિરકિત કરવી અત્યંત આવશ્યક છે.
-CRO