________________
અષ્ટપાહુડની ગાથાઓ
અર્થાત્ જેનું લક્ષ આત્માપ્રાપ્તિ નથી તેવો જીવ સર્વ પ્રકારના સમસ્ત પુણ્ય કરે છે તો પણ સિદ્ધિ (મોક્ષ) પામતો નથી, પરંતુ તે પુરુષ સંસારમાં જ ભ્રમણ કરે છે, માટે સર્વે મોક્ષેચ્છુઓએ પૂર્વે આપણે જોયું તેમ એકમાત્ર આત્માના લક્ષે જ શુભમાં રહેવું અને અશુભનો ત્યાગ કરવો એવો છે વિવેક. અર્થાત્ પાપનો તો ત્યાગ જ અને એકમાત્ર આત્મપ્રાપ્તિને લક્ષે જે ભાવ હોય તે નિયમથી શુભ જ હોય, આવી છે સહજવ્યવસ્થા. પરંતુ જે કોઈ આનાથી વિપરીત ગ્રહણ કરે, તો તેના તો હવે પછીના ભવોનાં પણ ઠેકાણાં નહિ રહે અને જિનધર્મ વગેરેરૂપ ઉત્તમ સંયોગો પણ પ્રાપ્ત થવાં દુર્લભ થઈ પડશે. તેથી શાસ્ત્રમાંથી છળ ગ્રહણ ન કરવું, અન્યથા અનંત સંસાર ભ્રમણ જ મળશે કે જે અનંત દુ:ખનું કારણ છે.
‘મોક્ષપાહુડ’ : ગાથા ૯ : અર્થ :- ‘મિથ્યાદષ્ટિ પુરુષ પોતાના દેહ સમાન બીજાના દેહને જોઈને, એ દેહ અચેતન છે તો પણ, મિથ્યાભાવથી આત્મભાવ દ્વારા ઘણો પ્રયત્ન કરીને, તેને પરનો આત્મા જ માને છે, અર્થાત્ સમજે છે.’’
જ
મિથ્યાત્વી જીવ આ જ રીતે દેહભાવ પુષ્ટ કરે છે. જો તે સાક્ષાત્ સમોસરણમાં પણ જાય, તો ભગવાનના દેહને જ આત્મા માનીને અથવા જો તે મંદિરમાં જાય, તો ભગવાનની મૂર્તિરૂપ દેહને જ આત્મા માને છે અને પૂજે છે અને તેમ કરીને તે પોતાનો દેહાધ્યાસ જ પાકો કરે છે અર્થાત્ દેહાધ્યાસ જ દઢ કરે છે. ગાથા ૧૮ : અર્થ :- ‘સંસારના દુ:ખ આપવાવાળા જ્ઞાનાવરણાદિક દુષ્ટ આઠ કર્મોથી રહિત છે (અર્થાત્ જે સમ્યગ્દર્શનના વિષયરૂપ શુદ્ધાત્મા છે તેમાં દ્રવ્યદૃષ્ટિએ કરી સર્વ વિભાવભાવ અસ્ત થયો છે અર્થાત્ અત્યંત ગૌણ થઈ ગયો છે તેથી તે દુષ્ટ આઠ કર્મોથી રહિત કહ્યો છે), જેને કોઈની ઉપમા આપી શકાય નહિ એવો અનુપમ છે, જેનું જ્ઞાન એ જ શરીર છે (અર્થાત્ જે સામાન્ય જ્ઞાનમાત્ર ભાવ છે તે જ, પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા છે તે જ), જેનો નાશ નથી એવો અવિનાશી - નિત્ય છે અને શુદ્ધ અર્થાત્ વિકાર રહિત છે તે કેવળજ્ઞાનમયી આત્મા (અર્થાત્ સર્વે ગુણોના સહજ પરિણમનરૂપ પરમ પારિણામિક ભાવ કે જેને શુદ્ધાત્મા પણ કહેવાય છે, તેનાં સર્વે ગુણો શુદ્ધ જ પરિણમે છે તે અપેક્ષાએ કેવળજ્ઞાનમયી કહ્યો છે અને બીજું ઉપર જણાવ્યા અનુસાર જેનું જ્ઞાન એ જ શરીર છે અર્થાત્ તે જ્ઞાનમાત્ર ભાવ હોવાથી તેને કેવળજ્ઞાનમયી કહ્યો છે) જિન ભગવાન સર્વજ્ઞે કહ્યો છે, તે જ સ્વદ્રવ્ય [અર્થાત્ તે જ મારું સ્વ છે અને તેમાં જ મારે ‘હુંપણું (એકત્વ)' કરવા જેવું છે તે અપેક્ષાએ તેને સ્વદ્રવ્ય કહ્યો] છે.'' આ પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા જ ઉપાદેય છે અને તેમાં જ ‘હુંપણું’ કરતાં સ્વાત્માનુભૂતિરૂપ સમ્યગ્દર્શન પ્રગટે છે તેમ આ ગાથામાં જણાવેલ છે.
બીજું, અનેક લોકો અહીંયા જણાવેલ સ્વભાવનું લક્ષણ જેવા કે જ્ઞાનાવર્ણાદિક આઠ કર્મોથી રહિત અથવા કેવળજ્ઞાનમયીને શબ્દશઃ પકડીને અને નયોથી અપરિચિત હોવાને કારણે અથવા તો નયોના પક્ષવાળા હોવાના કારણે આ વાતને સમજી નથી શકતા.
ગાથા ૨૦ : અર્થ :- ‘‘યોગી-ધ્યાની-મુનિ છે તે જિનવરભગવાનના મતથી શુદ્ધાત્માને ધ્યાનમાં
૧૬૧