SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ સમ્યગ્દર્શનની રીત એને અપરિણામી કહી શકાય, પરંતુ એને એકાંતે અપરિણામી ન માનવો. એમ માનવાથી અનર્થ થઈ જશે અને આપણું સંસાર પરિભ્રમણ વધી જશે. શ્લોક ૨૯૯ :- ‘‘આત્માની આરાધનારહિત જીવને સાપરાધ (અપરાધી) ગણવામાં આવ્યો છે (તેથી) હું આનંદમંદિર આત્માને (શુદ્ધાત્માને) નિત્ય નમું છું.’’ અર્થાત્ આત્માના લક્ષ સિવાયની સર્વે સાધના-આરાધના અપરાધયુક્ત કહી, કારણ કે તેનું ફળ અનંત સંસાર જ છે. આ રીતે નિયમસારશાસ્ત્રમાં નિયમથી કારણ સમયસારરૂપ નિજ શુદ્ધાત્મા કે જે પરમ પારિણામિક ભાવરૂપ અર્થાત્ સહજ પરિણમનરૂપ છે તેને જ જાણવાનું, તેમાં જ ‘હુંપણું’ કરવાનું, તેને જ ભજવાનું અને તેમાં જ સ્થિરતા કરવાનું કહ્યું છે; આ જ મોક્ષમાર્ગનો નિશ્ચિત નિયમ અર્થાત્ ક્રમ છે, તેથી તેને નિશ્ચિત નિયમનો સાર અર્થાત્ નિયમસાર કહ્યો છે. G 2
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy