SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમસાર અનુસાર ધ્યાન અને સમ્યગ્દર્શનનો વિષય ૧૫૭ માનતું હોય તો તે વાતનું પણ ખંડન કર્યું છે. ગાથા ૧૭૦ : અન્વયાર્થ :- “જ્ઞાન જીવનું સ્વરૂપ છે, તેથી આત્મા આત્માને જાણે છે, જે જ્ઞાન આત્માને ન જણે તો આત્માથી વ્યતિરિક્ત (જુ૬) ઠરે !” આ ગાથામાં પણ જો કોઈ જ્ઞાનને માત્ર પરપ્રકાશક માનતું હોય તો તે વાતનું ખંડન કર્યું છે. ગાથા ૧૭૧ : ગાથા અને અન્વયાર્થ :- “રે ! (એટલા માટે જ) જીવ છે તે જ્ઞાન છે, ને જ્ઞાન છે તે જીવ છે, તે કારણે નિજ પરપ્રકાશક જ્ઞાન તેમ જ દષ્ટિ છે. - આત્માને જ્ઞાન જાણ, અને જ્ઞાન આત્મા છે એમ જાણ; આમાં સંદેહ નથી. તેથી જ્ઞાન તેમ જ દર્શન સ્વપરપ્રકાશક છે.” અર્થાત્ જ્યાં પણ જ્ઞાનથી કથન થયું હોય ત્યાં પૂર્ણઆત્મા જ સમજવો અને તે ઉપરાંત કોઈક શાસ્ત્રોમાં જ્ઞાનને સાકાર ઉપયોગવાળું હોવાના કારણે પરને જાણવાવાળું કહ્યું છે અને દર્શનને નિરાકાર ઉપયોગવાળું હોવાના કારણે સ્વને જાણવાવાળું કહ્યું છે, તે વાતનો ઉપરોક્ત ગાથાઓથી નિષેધ કરેલ છે. ગાથા ૧૭૨ : અન્વયાર્થ :- “જાણતાં અને દેખતાં હોવા છતાં (અર્થાત્ કેવળી ભગવંત સ્વપરને જાણેદેખે તો પણ) કેવળીને ઈચ્છાપૂર્વક (વર્તન) હોતું નથી, તેથી તેમને કેવળજ્ઞાની' કહ્યા છે, વળી તેથી અબંધક કહ્યા છે.” કારણ તેમને પરમાં ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ નથી અર્થાત્ પરનું જાણવું જીવને દોષકારક નથી, પરંતુ પરમાં ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ જ નિયમથી દોષકારક અર્થાત્ બંધનું કારણ છે, જે વાત અમે પૂર્વે પણ જણાવેલ છે. શ્લોક ૨૮૭ :- “આત્માને જ્ઞાનદર્શનરૂપ જાણ અને જ્ઞાનદર્શનને આત્મા જાણ; સ્વ અને પર એવા તત્ત્વને (સમસ્ત પદાર્થોને) આત્મા સ્પષ્ટપણે પ્રકાશે છે.” અર્થાત્ જ્યાં પણ જ્ઞાનથી અથવા દર્શનથી કથન થયું હોય ત્યાં તેને અપેક્ષાએ પૂર્ણઆત્મા જ સમજવો અને તેઓને નિયમથી સ્વ-પર પ્રકાશક સમજવાં. શ્લોક ૨૯૭ :- “ભાવો પાંચ છે, જેમાં આ પરમ પંચમભાવ (પરમ પરિણામિક ભાવ) નિરંતર સ્થાયી છે (અર્થાત્ ત્રણે કાળે એવો ને એવો જ સહજ પરિણમનરૂપ શુદ્ધ ભાવે ઊપજે છે તે અપેક્ષાએ સ્થાયી કહ્યો છે), સંસારનાં નાશનું કારણ છે અને સમ્યગ્દષ્ટિઓને ગોચર (અર્થાત્ અનુભવમાં આવે) છે, બુદ્ધિમાન પુરુષ સમસ્ત રાગદ્વેષના સમૂહને છોડીને (અર્થાત્ દ્રવ્યદષ્ટિએ કરી સમસ્ત વિભાવભાવને અત્યંત ગૌણ કરીને) તેમ જ તે પરમ પંચમભાવને જાણીને (અર્થાત્ શુદ્ધાત્માની અનુભૂતિ કરીને) એકલો (અર્થાત્ શુદ્ધાત્માની અનુભૂતિ પછીની સાધના અત્યંતર હોવાથી એકલો કહ્યો છે અથવા આ કાળમાં સમ્યગ્દર્શનની દુર્લભતા દર્શાવવા એકલો કહ્યો છે), કળિયુગમાં પાપવનમાં અગ્નિરૂપ મુનિવર તરીકે શોભે છે.” અર્થાત્ જે બુદ્ધિમાન પુરુષ પરમ પરિણામિક ભાવનો ઉગ્રપણે આશ્રય કરે છે, તે જ પુરુષ પાપવનને બાળવામાં અગ્નિ સમાન મુનિવર છે. અહીંયા પરમ પંચમભાવને નિરંતર સ્થાયી કહેલ છે અર્થાત્ અપેક્ષાએ
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy