________________
૧૫૬
સમ્યગ્દર્શનની રીત
ગાથા ૧૫૬ : અન્વયાર્થ :- “નાના પ્રકારના (અલગ અલગ અનેક પ્રકારનાં) જીવો છે, નાના પ્રકારનું કર્મ છે, નાના પ્રકારની લબ્ધિ છે, તેથી સ્વસમયો (સ્વધર્મીઓ) અને પરસમયો (પરધર્મીઓ) સાથે વચનવિવાદ વર્જવાયોગ્ય છે.”
અર્થાત્ તત્ત્વ માટે કોઈ જ વાદવિવાદ, વેરવિરોધ, ઝઘડા ક્યારેય કરવા જેવા નથી. કારણ કે તેનાથી તત્ત્વનો જ પરાજય થાય છે, અર્થાત્ ધર્મ જ લજવાય છે અને બંને પક્ષોને કોઈ જ ધર્મપ્રાપ્તિ થતી નથી, તેથી તેવાં વાદવિવાદ, વેરવિરોધ, ઝઘડા ત્યજવા જ યોગ્ય છે.
શ્લોક ૨૭૧ :- “હેયરૂપ એવો જે કનક અને કામિની સંબંધી મોહ તેને છોડીને (અર્થાત્ મુમુક્ષુ જીવે આત્મપ્રાપ્તિ અર્થે આ મોહ છોડવા જેવો છે), હે ચિત્ત ! (અર્થાત્ ચેતન !) નિર્મળ સુખને અર્થે (અર્થાત્ અતિન્દ્રિય સુખને અર્થે) પરમગુરુ દ્વારા ધર્મને પ્રાપ્ત કરીને તું અવ્યગ્રરૂપ (શાંતસ્વરૂપી) પરમાત્મામાં (અર્થાત્ નિર્વિકલ્પ પરમ પારિણામિક ભાવરૂપ ત્રિકાળી શુદ્ધ આત્મામાં) કે જે (પરમાત્મા - શુદ્ધાત્મા) નિત્ય આનંદવાળો છે, નિરૂપમ ગુણોથી અલંકૃત છે અને દિવ્ય જ્ઞાનવાળો (અર્થાત્ શુદ્ધ સામાન્ય જ્ઞાનવાળો શુદ્ધાત્મા) છે તેમાં - શીધ્ર પ્રવેશ કર.” અર્થાત્ સર્વે મુમુક્ષુ જીવોને કનક અને કામિની સંબંધી મોહ છોડીને શુદ્ધાત્મામાં જ શીઘ હુંપણું કરી તેની જ અનુભૂતિમાં એકરૂપ થઈ જવાની પ્રેરણા કરેલ છે અર્થાત્ સર્વે મુમુક્ષુ જીવોને તે જ કર્તવ્ય છે.
ગાથા ૧૫૯ : ટીકાનો શ્લોક :- “વસ્તુનો યથાર્થ નિર્ણય તે સમ્યજ્ઞાન છે, તે સમ્યજ્ઞાન, દીવાની માર્ક સ્વના અને (પર) પદાર્થોના નિર્ણયાત્મક છે (અર્થાત્ આ સમ્યજ્ઞાન એ જ વિવેકયુક્ત જ્ઞાન છે કે જે શુદ્ધાત્મામાં હુંપણું કરતું હોવા છતાં, આત્માને વર્તમાન રાગદ્વેષરૂપ અશુદ્ધિથી મુક્ત કરાવવા માટે, વિવેક્યુક્ત માર્ગ અંગીકાર કરાવે છે) તથા પ્રમિતિથી (જ્ઞતિથી) કથંચિત્ ભિન્ન (અર્થાત્ જે જાણવું થાય છે તે વિશેષ અર્થાત્ જ્ઞાનાકાર છે કે જે જ્ઞાનનું જ બનેલ હોવા છતાં તે જ્ઞાનાકારને દષ્ટિનો વિષય પ્રાપ્ત કરવા ગૌણ કરવાના હોવાથી અને તે જ્ઞાનાકાર અને જ્ઞાન કથંચિત્ અભેદ હોવાથી અર્થાત્ એકાંતે ભેદ નહિ હોવાથી તેને કથંચિત્ ભિન્ન કહ્યાં) છે.”
ગાથા ૧૬૪ અન્વયાર્થ :- “વ્યવહારનયથી જ્ઞાન પરપ્રકાશક છે; તેથી દર્શન પરપ્રકાશક છે; વ્યવહારનયથી આત્મા પરપ્રકાશક છે તેથી દર્શન પરપ્રકાશક છે.”
અર્થાત્ જે જ્ઞાન છે અથવા દર્શન છે, તે જ આત્મા છે અને પરપ્રકાશનમાં (અર્થાત્ યાકારરૂપ જ્ઞાનના પરિણમનમાં) સામાન્ય જ્ઞાન અને શેયાકાર અર્થાત્ જ્ઞાનાકાર એવા ભેદ હોવાથી, સ્વથી કથંચિત્ ભિન્ન કહેવાય છે. અર્થાત્ સ્વ, અભેદ અને નિર્વિકલ્પ સ્વરૂપ છે જ્યારે પરપ્રકાશનમાં શેયાકારરૂપ જે જ્ઞાનનું પરિણમન થાય છે તે વિકલ્પરૂપ છે અને તેથી તે ભેદરૂપ હોવાથી તેને વ્યવહારરૂપ કહ્યું છે, કારણ કે ભેદ તે વ્યવહાર અને અભેદ તે નિશ્ચય આવી જ જિનાગમની રીત છે. બીજું, જો કોઈ દર્શનને માત્ર સ્વપ્રકાશક