SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમસાર અનુસાર ધ્યાન અને સમ્યગ્દર્શનનો વિષય ૧૫૫ (અર્થાત્ શુદ્ધાત્મામાં) સ્થિરભાવ કરે છે, તેનાથી જીવને સામાયિક ગુણ સંપૂર્ણ થાય છે. અર્થાત્ જે જીવ શુદ્ધાત્મામાં જ સ્થિરભાવ કરે છે, તેને જ કાર્યકારી = સાચી સામાયિક કહેલ છે અને તેને જ અપૂર્વ નિર્જરા થાય છે. શ્લોક ૨૫૬ :- “આત્માને અવશ્ય માત્ર સહજ-પરમ-આવશ્યકને એકને જ કે જે અઘસમૂહનું (દોષસમૂહનું) નાશક છે અને મુક્તિનું મૂળ (કારણ) છે તેને જ અતિશયપણે કરવું (અર્થાત્ સહજ-પરમઆવશ્યક એ કોઈ શારીરિક અથવા શાબ્દિક ક્રિયા ન હોવાથી, માત્ર મનની જ ક્રિયા છે અર્થાત્ અતિન્દ્રિય ધ્યાનરૂપ હોવાથી અતિશયપણે કરવા કહ્યું છે). (એમ કરવાથી) સદા નિજ રસના ફેલાવથી પૂર્ણ ભરેલો હોવાને લીધે (અર્થાત્ શુદ્ધાત્મામાં માત્ર નિજ ગુણોનું સહજ પરિણમન જ ગ્રહણ થાય છે કે જે પૂર્ણ હોવાને લીધે) પવિત્ર ને પુરાણ (સનાતન-ત્રિકાળ) એવો તે આત્મા વાણીથી દૂર (વચન અગોચર) એવા કોઈ સહજ શાશ્વત સુખને (સિદ્ધોના સુખને) પામે છે.” શ્લોક ૨૫૭ :- “સ્વવશ મુનીંદ્રને (અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રયુક્ત મુનદ્રને) ઉત્તમ સ્વાત્મચિંતન (નિજત્માનુભવનો હોય છે, અને આ (નિજત્માનુભવનરૂપ) આવશ્યક કર્મ (તેને) મુક્તિ સૌખ્યનું (સિદ્ધત્વનું) કારણ થાય છે.” ગાથા ૧૫૧ : અન્વયાર્થ :- “જે ધર્મધ્યાન ને શુક્લધ્યાનમાં પરિણત છે તે પણ અંતરાત્મા છે, ધ્યાનવિહીન (અર્થાત્ આ બંને ધ્યાનવિહીન) શ્રમણ બહિરાત્મા છે એમ જાણ.” ગાથા ૧૫૪ : અન્વયાર્થ :- “જે કરી શકાય તો અહો! ધ્યાનમય (સ્વાત્માનુભૂતિરૂપ શુદ્ધાત્માના ધ્યાનમય) પ્રતિક્રમણાદિ કર; જો તું શક્તિવિહીન હોય (અર્થાત્ જે તને સમ્યગ્દર્શન થયું ન હોય અને તેથી કરીને શુદ્ધાત્માનુભૂતિરૂપ ધ્યાન કરવા શક્તિવિહીન હોય) તો ત્યાં સુધી (અર્થાત્ જ્યાં સુધી સમ્યગ્દર્શન ન થાય ત્યાં સુધી) શ્રદ્ધાન જ (અર્થાત્ અત્રે જણાવેલ તત્વની તે જ રીતથી શ્રદ્ધા) કર્તવ્ય (અર્થાત્ કરવા જેવી) છે.” શ્લોક ૨૬૪ :- “અસાર સંસારમાં, પાપથી ભરપૂર કળિકાળનો વિલાસ હોતાં, આ નિર્દોષ જિનનાથના માર્ગને વિશે મુક્તિ નથી, માટે આ કાળમાં અધ્યાત્મધ્યાન કેમ હોઈ શકે ? તેથી નિર્મળ બુદ્ધિવાળાઓ ભવભયનો નાશ કરનારી આ (ઉપર જણાવ્યા અનુસારની) નિજાત્મ શ્રદ્ધાને અંગીકૃત કરે છે.” અર્થાત્ આ કાળમાં સમ્યગ્દર્શન અત્યંત દુર્લભ હોવાથી પોતાના આત્માની અત્રે જણાવ્યાનુસાર શ્રદ્ધા પરમ કર્તવ્ય છે અર્થાત્ તે જ કાર્યકારી = સાચી ભક્તિ છે. આ પંચમકાળમાં સત્યનો - ધર્મનો મહદ અંશે લોપ થઈ જવાથી ધર્મમાં અનેક પ્રકારની વિકૃતિઓ ઘુસી ગઈ છે એટલા માટે સત્ય સમજવા માટે પણ સાધકની બુદ્ધિ નિર્મળ હોવી આવશ્યક છે. અન્યથા તે પ્રાયઃ એકાંતમાર્ગમાં જ શ્રદ્ધા કરી બેસશે, એનાથી મુક્તિને બદલે અનંત સંસાર મળશે; આ વાત જણાવેલ છે.
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy