________________
૧૫૪
સમ્યગ્દર્શનની રીત
ઉત્તર :- આવો વિકલ્પ કરવાથી ત્યાં તેનો જન્મ થાય છે અર્થાત્ એક અભેદ દ્રવ્યમાં દ્રવ્ય અને પર્યાયરૂપ દ્વૈતનો જન્મ થવાથી, અભેદનો અનુભવ થતો નથી; અર્થાત્ દષ્ટિનો વિષય અભેદ, શુદ્ધ દ્રવ્યાર્થિક નયે કરી ‘શુદ્ધાત્મા છે અને શુદ્ધ દ્રવ્યાર્થિક નયમાં પર્યાય અત્યંત ગૌણ થઈ જવાથી જણાતી જ નથી અથવા તેનો વિકલ્પ પણ આવતો નથી તેથી અભેદરૂપ શુદ્ધાત્માનો અનુભવ થઈ જાય છે કે જેમાં વિભાવ પર્યાય અત્યંત ગૌણ છે. આ જ રીત છે નિર્વિકલ્પ સમ્યગ્દર્શનની અર્થાત્ તેમાં દ્રવ્યને પર્યાયરહિત પ્રાપ્ત કરવાનો અથવા કોઈ પણ વિભાવભાવના નિષેધનો વિકલ્પ ન કરતાં, માત્ર દષ્ટિના વિષયરૂપ ‘શુદ્ધાત્મા'ને જ શુદ્ધ દ્રવ્યાર્થિક નયે કરી ગ્રહણ કરતાં, અન્ય સર્વ આપમેળે જ અત્યંત ગૌણ થઈ જાય છે.
પરંતુ જેઓ આમ ન કરતા નિષેધનો જ આગ્રહ રાખે છે, તેઓ માત્ર નિષેધરૂપ વિકલ્પમાં જ રહે છે અને નિર્વિકલ્પ સ્વરૂપનો અનુભવ કરી શકતાં નથી પરંતુ તેઓ માત્ર ભ્રમમાં જ રહે છે અને પોતાને સમ્યગ્દષ્ટિ સમજીને અનંત પરાવર્તનને આમંત્રણ આપે છે, જે કરુણા ઉપજવતી વાત છે
શ્લોક ૨૪૬ :- “જેમ ઈન્જનયુક્ત અગ્નિ વૃદ્ધિ પામે છે (અર્થાત્ જ્યાં સુધી ઈન્જન છે ત્યાં સુધી અગ્નિની વૃદ્ધિ થાય છે), તેમ જ્યાં સુધી જીવોને ચિંતા (વિકલ્પો) છે ત્યાં સુધી સંસાર છે.” અર્થાત્ નિર્વિકલ્પ સ્વરૂપ “શુદ્ધાત્મા' જ ઉપાદેય છે.
ગાથા ૧૪૬ : અન્વયાર્થ :- “જે પરભાવને પરિત્યાગીને (અર્થાત્ દષ્ટિમાં અત્યંત ગૌણ કરીને) નિર્મળ સ્વભાવવાળા આત્માને ધ્યાવે છે, તે ખરેખર આત્મવશ છે (અર્થાત્ સ્વવશ છે) અને તેને (નિશ્ચય-પરમ) આવશ્યક કર્મ (જિનો) કહે છે.” અર્થાત્ આત્મધ્યાન એ પરમ આવશ્યક છે.
શ્લોક ૨૪૯ :- “નિર્વાણનું કારણ એવો જે જિનેન્દ્રનો માર્ગ (છે) તેને આ રીતે જાણીને (અર્થાત્ જિનેન્દ્રકથિત નિર્વાણનો માર્ગ અને સમજાવ્યા અનુસાર જ છે, અન્યથા નહિ; તેથી તેને આ રીતે જાણીને) જે નિર્વાણ સંપદાને પામે છે, તેને હું ફરીફરીને વંદુ છું.”
શ્લોક ૩૫ર :- “જેણે નિજ રસના વિસ્તારરૂપી પૂર વડે પાપને સર્વ તરફથી ધોઈ નાંખ્યા છે (અર્થાત્ શુદ્ધાત્મામાં પાપરૂપ સર્વે વિભાવભાવ અત્યંત ગૌણ હોવાથી અર્થાત્ જણાતા જ ન હોવાથી અને તેમાં “હુંપણું પણ ન હોવાથી આમ કહ્યું છે), જે સહજ સમતારસથી પૂર્ણ ભરેલો હોવાથી પવિત્ર છે (અર્થાત્ શુદ્ધાત્મા સર્વગુણોના સહજ પરિણમનરૂપ પરમ પારિણામિક ભાવરૂપ સહજ સમતારસથી પૂર્ણ હોય છે), જે પુરાણ (અર્થાત્ શુદ્ધાત્મા સનાતન-ત્રિકાળશુદ્ધ) છે, જે સ્વવશ મનમાં સદા સુસ્થિત છે (અર્થાત્ સમ્યગ્દર્શન યુક્તને તે ભાવ સદા લબ્ધરૂપે હોય છે, અને જે શુદ્ધ સિદ્ધ છે (અર્થાત્ શુદ્ધાત્મા, સિદ્ધ ભગવાન સમાન શુદ્ધ છે અને તે જ અપેક્ષાએ સર્વ જીવો સ્વભાવથી સિદ્ધ સમાન જ છે” કહેવાય છે) એવો સહજ તેજરાશિમાં મગ્ન જીવ (અર્થાત્ સ્વાત્માનુભૂતિ યુક્ત જીવ) જયવંત છે.”
ગાથા ૧૪૭ : અથાર્થ :- “જો તું (નિશ્ચય પરમ) આવશ્યકને ઈચ્છે છે, તો તું આત્મસ્વભાવોમાં