________________
૧૫૯
૩૩ પંચાસ્તિકાય સંગ્રહની ગાથાઓ
હવે આપણે શ્રી પંચાસ્તિકાય સંગ્રહશાસ્ત્રની થોડીક ગાથાઓ જોઈશું :
ગાથા ૧૬૫: અન્વયાર્થ:- “શુદ્ધ સંપ્રયોગથી (શુદ્ધરૂપ પરિણમેલ પ્રત્યે ભક્તિભાવથી) દુઃખમોક્ષ થાય છે એમ જે અજ્ઞાનને લીધે જ્ઞાની (અર્થાત્ સમ્યગ્દર્શનરહિત ક્ષયોપશમ જ્ઞાનની) માને, તો તે પરસમયરત છવ છે. “અહંતાદિ પ્રત્યે ભક્તિ-અનુરાગવાળી મંદશુદ્ધિથી ક્રમે મોક્ષ થાય છે' એવું જો અજ્ઞાનને લીધે (શુદ્ધાત્મસંવેદનના અભાવને લીધે, રાગાંશના લીધે) જ્ઞાનીને (અર્થાત્ ક્ષયોપશમ જ્ઞાનીને) પણ મંદ પુરુષાર્થવાળું વલણ વર્તે, તો ત્યાં સુધી તે પણ સૂક્ષ્મ પરસમયમાં રત છે.” અર્થાત્ શુભભાવરૂપ જિનભક્તિથી મુક્તિ મળે છે એવું જે માને તે મિથ્યાત્વી છે.
ગાથા ૧૬૬ : અન્વયાર્થ :- “અહંત, સિદ્ધ, ચૈત્ય (અહંતાદિની પ્રતિમા), પ્રવચન (શાસ્ત્ર), મુનિગણ અને જ્ઞાન પ્રત્યે ભક્તિસંપન્ન જીવ ઘણું પુણ્ય બાંધે છે, પરંતુ તે ખરેખર કર્મનો ક્ષય કરતો નથી.”
અર્થાત્ મોક્ષમાર્ગ માત્ર સ્વાત્માનુભૂતિરૂપ સમ્યગ્દર્શન સિવાય મળતો જ નથી, તે જ દઢ કરાવવું છે માટે સર્વેજનોએ સમ્યગ્દર્શન અર્થે જ સર્વ પ્રયત્નો કરવાં; તે જ વાત હવે આગળ પણ જણાવે છે.
ગાથા ૧૬૯ : અન્વયાર્થ :- “માટે મોક્ષાર્થી જીવ (મુમુક્ષ) નિઃસંગ (અર્થાત્ પોતાને શુદ્ધાત્મરૂપ અનુભવીને કારણ કે તે ભાવ ત્રિકાળ નિઃસંગ છે) અને નિર્મમ (અર્થાત્ સર્વે પ્રત્યે મમતા ત્યજીને અર્થાત્ સર્વ સંયોગભાવમાં આદર છોડીને નિર્મમ) થઈને સિદ્ધોની (અભેદ) ભક્તિ (શુદ્ધ આત્મદ્રવ્યમાં સ્થિરતારૂપ પરમાર્થિક સિદ્ધભક્તિ) કરે છે, તેથી તે નિર્વાણને પામે (અર્થાત્ મુક્ત થાય) છે.” અમે પૂર્વે જણાવ્યા અનુસાર શુદ્ધાત્માની અભેદ ભક્તિ જ મોક્ષમાર્ગમાં કાર્યકારી છે નહિ કે વેવલાવેડારૂપ ભક્તિ અથવા વ્યક્તિરાગરૂપ ભક્તિ.
ગાથા ૧૭૨ : અન્વયાર્થ :- “તેથી મોક્ષાભિલાષી જીવ (મુમુક્ષ) સર્વત્ર કિંચિત્ પણ રાગ ન કરો; એમ કરવાથી તે ભવ્ય જીવ વીતરાગ થઈ ભવસાગરને તરે છે.” અર્થાત્ મોક્ષાભિલાષી જીવે મત, પંથ, સંપ્રદાય, વ્યક્તિવિશેષ, વગેરે ક્યાંય રાગ કરવા જેવો નથી.
૯
-૦