________________
૧૫૨
સમ્યગ્દર્શનની રીત
અર્થાત્ તેમાં સારું-ખરાબ અર્થાત્ ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ નથી કરતો, તેથી તે અન્યવશ નથી) તેને (નિશ્ચયપરમ) આવશ્યક કર્મ કહે છે. (અર્થાત્ તે જીવને આવશ્યક કર્મ છે એમ પરમયોગીશ્વરો કહે છે) (આવો) કર્મનો વિનાશ કરનારો યોગ (અર્થાત્ એવું જે આ આવશ્યક કાર્ય) તે નિર્વાણનો માર્ગ છે એમ કહ્યું છે.”
શ્લોક ૨૩૮:- “સ્વવશતાથી ઉત્પન્ન આવશ્યક કર્મસ્વરૂપ આ સાક્ષાત્ ધર્મ નિયમથી (ચોક્કસ) સચ્ચિદાનંદ મૂર્તિ આત્મામાં (સત-ચિત-આનંદસ્વરૂપ આત્મામાં અર્થાત્ પરમ પારિણામિક ભાવરૂપ આત્મામાં) અતિશયપણે હોય છે. તે આ (આત્મસ્થિત-ધર્મ), કર્મક્ષય કરવામાં કુશળ એવો નિર્વાણનો એક માર્ગ છે. તેનાથી જ હું (અર્થાત્ તેમાં જ હુંપણું કરીને હુંશીધ્ર કોઈ (અદ્ભુત) નિર્વિકલ્પ સુખને પ્રાપ્ત કરું છું.” અર્થાત્ સ્વાત્માનુભૂતિમાં અદ્ભુત-અતિન્દ્રિય નિર્વિકલ્પ આનંદ જ હોય છે તેને હું પ્રાપ્ત
શ્લોક ૨૩૯ :- “કોઈ યોગી સ્વહિતમાં લીન રહેતો થકો શુદ્ધ જીવાસ્તિકાય (અર્થાત્ પૂર્ણ જીવ કે જે પ્રમાણનો વિષય છે તેમાંથી વિભાવભાવ અર્થાત્ પરલક્ષે/કર્મના લક્ષે થવાવાળા ભાવોને ગૌણ કરતાં જ, અર્થાત્ તે જીવને દ્રવ્યદષ્ટિથી નિહાળતા જ તે પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધ જીવાસ્તિકાય પ્રાપ્ત થાય છે તે, પોતાના) સિવાયના અન્ય પદાર્થને વશ થતો નથી, આમ જે સુસ્થિત રહેવું એ નિરુક્તિ (અર્થાત્ અવશપણાનો વ્યુત્પત્તિ અર્થ) છે એમ કરવાથી (અર્થાત્ પોતામાં લીન રહી પરને વશ નહિ થવાથી) દુરિતરૂપી (દુષ્કર્મરૂપી) તિમિરપુંજનો જેણે નાશ કર્યો છે (અર્થાત્ તે કોઈ પણ પ્રકારના પાપો આચરતો નથી એવો અર્થાત્ ભાવમુનિ) એવા તે યોગીને સદા પ્રકાશમાન જ્યોતિ વડે (અર્થાત્ પરમ પરિણામિક ભાવરૂપ કારણ સમયસારરૂપ સદા પ્રકાશમાન જ્યોતિ વડે) સહજ અવસ્થા (અર્થાત્ કાર્યસમયસારરૂપી મુક્તિ) પ્રગટવાથી અમૂર્તપણું (સિદ્ધત્વની પ્રાપ્તિ) થાય છે.”
શ્લોક ૨૪૧ :- “કળિકાળમાં (અર્થાત્ વર્તમાન હુંડાઅવસર્પિણી પંચમ આરામાં) પણ ક્યાંક કોઈક ભાગ્યશાળી જીવ મિથ્યાત્વાદિરૂપ મળકાદવથી રહિત (અર્થાત્ સમ્યગ્દર્શન સહિત) અને સધર્મરક્ષામણિ એવો સમર્થ મુનિ થાય છે. જેણે અનેક પરિગ્રહોના વિસ્તારને છોડયો છે અને જે પાપરૂપી અટવીને બાળનારો અગ્નિ છે તે આ મુનિ આ કાળે ભૂતળમાં પૃથ્વી ઉપર) તેમ જ દેવલોકમાં દેવોથી પણ સારી રીતે પૂજાય છે.” અર્થાત્ આવા સમર્થ મુનિ કોઈક વિરલા જ હોય છે કે જે અત્યંત આદરને પાત્ર છે.
શ્લોક ૨૪ર :- “આ લોકમાં તપશ્ચર્યા સમસ્ત સુબુદ્ધિઓને પ્રાણપ્યારી છે; તે યોગ્ય તપશ્ચર્યા (અર્થાત્ માત્ર આત્મલક્ષે અને મુક્તિના લક્ષે) સો ઈન્દ્રોને પણ સતત વંદનીય છે. તેને પામીને જે કોઈ જીવ કામાન્ધકારયુક્ત સંસારથી જનિત સુખમાં રમે છે, તે જડમતિ અરેરે ! કળિથી હણાયેલો છે.” અર્થાત્ ચારિત્ર અથવા તપશ્ચર્યા અંગીકાર કર્યા બાદ પણ જો કોઈ જીવને કામ-ભોગ પ્રત્યે આદર જીવંત રહે છે તો તેવા જીવને જડમતિ કહેલ છે અર્થાત્ તેવો જીવ પોતાનો અનંત સંસાર જીવંત રાખવાવાળો છે.