________________
નિયમસાર અનુસાર ધ્યાન અને સમ્યગ્દર્શનનો વિષય
૧૫૧
મન દ્વારા જે, આત્માને સ્વાનુભવ થાય છે તે), તેનો બ્રહ્મમાં સંયોગ થવો (અર્થાત્ સ્વાત્માનુભૂતિ થાય છે અર્થાત્ શુદ્ધાત્મામાં = બ્રહ્મમાં હુંપણું' = સોહં કરતાં જ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે, તેને યોગ કહેવામાં આવે છે.”
જૈન સિદ્ધાંત અનુસાર યોગની આ વ્યાખ્યા છે અને આ જ યોગ આત્મા માટે હિતકર છે, જ્યારે અન્ય યોગો માત્ર વિકલ્પરૂપ આર્તધ્યાનનાં કારણો હોવાથી સેવવા જેવા નથી; તેથી જ આગળ યોગ ભક્તિવાળા જીવની વ્યાખ્યા કરે છે, તે જ ભક્તિનું પણ સ્વરૂપ છે.
શ્લોક ૨૨૮ :- “જે આ આત્મા આત્માને આત્મા સાથે નિરંતર જોડે છે (અર્થાત્ એકમાત્ર શુદ્ધાત્માનું જ ધ્યાન કરે છે, અનુભવન કરે છે), તે મુનિશ્વર નિશ્ચયથી યોગભક્તિવાળો છે.'
ગાથા ૧૩૮ : અન્વયાર્થ:- “જે સાધુ સર્વ વિકલ્પોના અભાવમાં (અર્થાત્ નિર્વિકલ્પસ્વરૂપ પરમ પારિણામિક ભાવમાં) આત્માને જોડે છે (અર્થાત્ તેમાં જ “હુંપણું કરે છે), તે યોગભક્તિવાળો છે; બીજાને યોગ કઈ રીતે હોય ?” અર્થાત્ આવા સ્વાત્માનુભૂતિરૂપ યોગ સિવાયના બીજાને યોગ માન્યો જ નથી અર્થાત્ બીજાં કોઈ યોગ કાર્યકારી નથી.
શ્લોક ૨૨૯ :- “ભેદનો અભાવ હોતાં (અર્થાત્ અભેદભાવે શુદ્ધાત્માને ભાવતા અર્થાત્ અનુભવતા) અનુત્તમ (શ્રેષ્ઠ) યોગભક્તિ હોય છે, તેના વડે યોગીઓને આત્માલબ્ધિરૂપ એવી તે (પ્રસિદ્ધ) મુક્તિ થાય છે.” અર્થાત્ આવો યોગ જ મુક્તિનું કારણ છે અને તેથી અભેદભાવે શુદ્ધાત્મા જ ભાવવા યોગ્ય છે અન્ય કોઈ નહિ.
ગાથા ૧૩૯ : અન્વયાર્થ :- “વિપરીત અભિનિવેશનો પરિત્યાગ (અર્થાત્ મતાગ્રહ, હઠાગ્રહ, વગેરેનો ત્યાગ) કરીને જે જૈનકથિત તત્વોમાં આત્માને જોડે છે, તેનો નિજ ભાવ (અર્થાત્ શુદ્ધાત્માનુભૂતિ) તે યોગ છે.”
ગાથા ૧૪૦ : અન્વયાર્થ:- “વૃષભાદિ જિનવરેન્દ્રો એ રીતે યોગની ઉત્તમ ભક્તિ કરીને નિવૃતિ સુખને પામ્યા; તેથી યોગની (આવી) ઉત્તમ ભક્તિને તું ધારણ કર (નહિ કે વેવલાવેડારૂપ ભક્તિ અથવા વ્યક્તિરાગરૂપ ભક્તિ).”
શ્લોક ૨૩૩ :- “અપુનર્ભવસુખની (મુક્તિસુખની) સિદ્ધિ અર્થે હું શુદ્ધ યોગની (અર્થાત્ શુદ્ધાત્મામાં હુંપણું કરવાવાળા યોગની) ઉત્તમ ભક્તિ કરું છું (અર્થાત્ તેને જ ફરી ફરી ભાવું છું), સંસારની ઘોર ભીતિથી સર્વ જીવો નિત્ય તે ઉત્તમ ભક્તિ કરો.” અર્થાત્ સર્વેને તે જ શુદ્ધ યોગની ભક્તિની જ પ્રેરણા આપે છે, નહિ કે વેવલાવેડારૂપ ભક્તિની અથવા વ્યક્તિરાગરૂપ ભક્તિની.
ગાથા ૧૪૧ : અન્વયાર્થ:- “જે અન્યવશ નથી (અર્થાત્ જે પૂર્ણ ભેદશાન કરીને માત્ર શુદ્ધાત્મામાં જ ‘હુંપણું કરે છે અને તેથી જે કોઈ કર્મોનો ઉદય હોય છે અર્થાત્ ઉદય આવે છે, તેને સમતાભાવે ભોગવે છે