SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમસાર અનુસાર ધ્યાન અને સમ્યગ્દર્શનનો વિષય ૧૪૯ તિમિરપુંજનો નાશ કર્યો છે, જે આદિ-અંતરહિત છે (અર્થાત્ ત્રણે કાળે શુદ્ધ જ છે), જે પરમ કળા સહિત છે અને જે આનંદમૂર્તિ છે એવા એક શુદ્ધાત્માને જે જીવ શુદ્ધાત્મામાં અવિચળ મનવાળો થઈને નિરંતર ધ્યાવે છે (અર્થાત્ તેનું જ ધ્યાન કરે છે), તે આ આચારરાશિ (ચારિત્રવાન) જીવ શીધ્ર જીવન્મુક્ત થાય છે.”00 શ્લોક ૧૭ :- “આ ધ્યાન છે, આ ધ્યેય છે, આ ધ્યાતા છે, અને પેલું ફળ છે - આવી વિકલ્પજાળોથી જે મુક્ત છે (અર્થાત્ જે નિર્વિકલ્પ શુદ્ધાત્મા છે) તેને હું નમું છું (સ્તવું છું, સમ્યક પ્રકારે ભાવું છું).” અર્થાત્ તેનું જ હું ધ્યાન ધરું છું અને તેમાં જ હુંપણું કરું છું કે જેથી હું નિર્વિકલ્પ થાઉં છું અર્થાત્ અનુભવું છું; અર્થાત્ કોઈ પણ વિકલ્પરૂપ ધ્યાન કરતાં આ શુદ્ધાત્માનું નિર્વિકલ્પ ધ્યાન ઉત્તમ છે, આચરણીય છે કે જે સમ્યગ્દર્શન પછી જ હોય છે. ગાથા ૧૨૩ : અન્વયાર્થ :- “સંયમ, નિયમ ને તપથી તથા ધર્મધ્યાન ને શુકલધ્યાનથી જે આત્માને ધ્યાવે છે તેને પરમ સમાધિ છે.” અર્થાત્ સમ્યગ્દષ્ટિની આગળની ભૂમિકામાં જે કરવા યોગ્ય છે અર્થાત્ જે સહજ થાય છે તેનું વર્ણન કરેલ છે અને અન્યોએ તે અભ્યાસ રૂપે પણ કરવા યોગ્ય છે. શ્લોક ૨૦૨ :- “ખરેખર સમતારહિત (અર્થાત્ સમ્યગ્દર્શનરહિત, કારણ કે સમ્યગ્દષ્ટિને જ સાચી સમતા જણાવેલ છે) યતિને અનશનાદિ તપશ્ચરણોથી ફળ નથી (અર્થાત્ મુક્તિરૂપ ફળ નથી પરંતુ સંસારરૂપ ફળ છે કે જે હેય છે તેથી કહ્યું કે ફળ નથી); માટે, હે મુનિ! સમતાનું કુલ મંદિર એવું જે અનાકુળ નિજ તત્વ (અર્થાત્ શુદ્ધાત્મા) તેને ભજ.” અર્થાત્ સર્વપ્રથમ શુદ્ધાત્માનું જ ચિંતન, નિર્ણય, લક્ષ અને યોગ્યતા કરી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા યોગ્ય છે. કારણ કે તે પછીથી જ સર્વે તપશ્ચરણનું અપૂર્વફળ અર્થાત્ મુક્તિરૂપે ફળ મળે છે, અન્યથા નહિ. એટલા માટે પણ જેમને પણ વગર સમ્યગદર્શને અભ્યાસરૂપથી મુનિપણું લેવું હોય, એમણે પણ એકમાત્ર આત્મપ્રાપ્તિનું જ રાખવું જોઈએ અને આત્મપ્રાપ્તિ માટે જ પૂર્ણ પુરુષાર્થ કરવો જોઈએ. શ્લોક ૨૦૭:- “હું - સુખને ઇચ્છનારો આત્મા – અજન્મ અને અવિનાશી એવા નિજ આત્માને આત્મા વડે જ આત્મામાં સ્થિત રહીને વારંવાર ભાવું છું. જે કોઈ પરમ સુખના ઈચ્છુક છે તેમને માટે એક માત્ર શુદ્ધાત્માનું જ લક્ષ અને શુદ્ધાત્માનું જ ધ્યાન શ્રેષ્ઠ છે, કારણ કે તેનાથી જ મુક્તિ મળશે. શ્લોક ૨૧૧ :- “આ અનઘ (નિર્દોષ = શુદ્ધ) આત્મતત્ત્વ જયવંત છે, કે જેણે સંસારને અસ્ત કર્યો છે (અર્થાત્ સંસારના અસ્ત માટે અર્થાત્ મુક્તિ માટે આ શુદ્ધાત્મા જ શરણભૂત - સેવવાયોગ્ય છે), જે મહામુનિગણના અધિનાથના (ગણધરોના) હૃદયારવિંદમાં (મનમાં) સ્થિત છે, જેણે ભવનું કારણ તજી દીધું છે (અર્થાત્ જે આ ભાવમાં સ્થિર થઈ જાય તેને હવે પછી કોઈ ભવ રહે જ નહીં, કારણ કે તે મુક્ત
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy