________________
૧૪૮
સમ્યગ્દર્શનની રીત
આપ સૌ વિષયકષાયમાં રત છો અને ઉપદેશ પણ આપેલ છે કે આપ તે વિષયકષાયમાં રતપણું – વશપણું છેદીને-છોડીને જ્ઞાનજ્યોતિનો અનુભવ કરો) અને નિજ આત્મકાર્યમાં મૂઢ છે (અર્થાત્ સંસારની તમામ હોશિયારી હોવા છતાં પોતાના આત્માની પ્રાપ્તિ માટે યોગ્ય કાળની રાહ જોતો અર્થાત્ નિયતિવાદી બનીને બેસી રહે છે અને પોતાનો પૂર્ણ પુરુષાર્થ સંસાર માટે વાપરે છે અને નિજ આત્મકાર્યમાં મૂઢ છે અર્થાત્ પુરુષાર્થહીન છે). મોહના અભાવથી આ જ્ઞાનજ્યોતિ શુદ્ધ ભાવને પામે છે (અર્થાત્ પરમ પરિણામિક ભાવના અનુભવન અને સેવનથી શ્રેણી માંડીને મોહનો અભાવ કરી જ્ઞાનજ્યોતિ અર્થાત્ સમ્યગ્દષ્ટિ આત્મા, કેવળજ્ઞાન - કેવળદર્શનરૂપ શુદ્ધ ભાવને પ્રાપ્ત કરે છે, કે જે શુદ્ધભાવે દિશામંડળને ધવલિત (અર્થાત્ ઉજ્વળ) કર્યું છે (અર્થાત્ તેથી ત્રણ કાળ – ત્રણ લોક સહજ જણાય છે) અને સહજ અવસ્થાને પ્રગટ કરી છે (અર્થાત્ સર્વ ગુણોની સાક્ષાત્ શુદ્ધ દશા પ્રગટ કરેલ છે).” આ જ રીત છે સિદ્ધત્વની પ્રાપ્તિની.
શ્લોક ૧૬૭ :- “શુભ અને અશુભથી રહિત શુદ્ધ ચૈતન્યની ભાવના (અર્થાત્ વિભાવભાવરહિત શુદ્ધાત્મા અર્થાત્ પરમ પરિણામિક ભાવની જ ભાવના કે જે ભાવ શ્રી સમયસાર ગાથા ૬માં કહ્યા અનુસાર પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી, માત્ર એક જ્ઞાયકભાવ છે) મારા અનાદિ સંસારરોગનું ઉત્તમ ઔષધ છે.” અર્થાત્ જે નિર્વિકલ્પ આત્માસ્વરૂપ છે અર્થાત્ શુદ્ધાત્મા છે તે જ સમ્યગ્દર્શનનો વિષય છે અને સમ્યગ્દષ્ટિને આગળની સાધનામાં તે જ ધ્યાનનો પણ વિષય છે.
શ્લોક ૧૭૦ :- “જેણે સહજ તેજથી (અર્થાત્ સહજ પરિણમનરૂપ પરમ પરિણામિક ભાવરૂપ શુદ્ધાત્માને ભાવવાથી) રાગરૂપી અંધકારનો નાશ કર્યો છે (અર્થાત્ સાગરૂપી વિભાવભાવનો જેના ભાવવાથી નાશ થયેલ છે અર્થાત્ જેના કારણે વીતરાગતા આવી છે), જે મુનિવરોના મનમાં વસે છે (અર્થાત્ મુનિવરો તેનું જ ધ્યાન કરે છે અને તેને જ સેવે છે અર્થાત્ તેમાં જ વધારે ને વધારે સ્થિરતા કરવાનો પુરુષાર્થ કરે છે), જે શુદ્ધ શુદ્ધ (જે અનાદિ-અનંત શુદ્ધ) છે, જે વિષયસુખમાં રત જીવોને સર્વદા દુર્લભ છે (અર્થાત્ મુમુક્ષુ જીવે તમામ વિષયકષાય પ્રત્યેનો આદર છોડી દેવો જરૂરી છે અર્થાત્ અત્યંત આવશ્યકતા સિવાય તેનું જરા પણ સેવન ન કરવાથી તેના પ્રત્યેનો આદર નીકળી જાય છે, તેની પરીક્ષા અર્થે “મને શું ગમે છે ?” એવો પ્રશ્ન પોતાને પૂછીને તેનો ઉત્તર તપાસવો અને જે ઉત્તરમાં સંસાર અથવા સંસારનાં સુખો પ્રત્યેનો આકર્ષણ/આદરભાવ હોય, તો સમજવું કે મને હજુ વિષયકષાયનો આદર છે, સંસારનો આદર છે કે જે છોડવા જેવો છે; કારણ કે તે અનંત પરાવર્તન કરાવવા સક્ષમ છે), (શુદ્ધાત્મા) જે પરમ સુખનો સમુદ્ર છે, જે શુદ્ધ જ્ઞાન છે (અર્થાત્ તે જ્ઞાન સામાન્ય માત્ર છે) અને જેણે નિદ્રાનો નાશ કર્યો છે (અર્થાત્ આ શુદ્ધાત્માને ભાવતાં જેઓએ કેવળજ્ઞાન - કેવળદર્શન પ્રાપ્ત કર્યું છે તેઓને આ ભાવનાના બળે જ નિદ્રાનો નાશ થયો છે, તે આ (શુદ્ધાત્મા) જયવંત છે (અર્થાત્ તે શુદ્ધાત્મા જ સર્વસ્વ છે).”
શ્લોક ૧૯૦:- “જેણે નિત્ય જ્યોતિ (અનાદિ-અનંત શુદ્ધ ભાવરૂપ પરમ પારિણામિક ભાવ) વડે