________________
નિયમસાર અનુસાર ધ્યાન અને સમગ્દર્શનનો વિષય
૧૪૭
વાપર્યો છે) શાશ્વત સુખને પામે છે; તેથી ભેદના અભાવની દષ્ટિએ (અર્થાત્ સ્વાનુભૂતિમાં કોઈ જ ભેદ નથી અર્થાત્ ત્યાં દ્રવ્યપર્યાયરૂપી ભેદ અથવા તો પર્યાયના નિષેધરૂપ વગેરે કોઈ જ ભેદ નથી, તેમાં તો માત્ર દ્રવ્યદષ્ટિ જ મહત્ત્વની છે કે જેમાં પર્યાય જણાતો જ નથી અર્થાત્ પૂર્ણ દ્રવ્ય માત્ર શુદ્ધાત્મારૂપ જ જણાય છે; એવી દષ્ટિએ) જે સિદ્ધિથી ઉત્પન્ન થતાં સૌખ્ય (અર્થાત્ અતિન્દ્રિય આનંદ, નહિ કે પુદ્ગલરૂપી સુધારસ) વડે શુદ્ધ છે એવા કોઈ (અદ્ભુત) સહજતત્ત્વને (પરમ પરિણામિક ભાવરૂપ શુદ્ધાત્માને) હું પણ સદા અતિ અપૂર્વ રીતે અત્યંત ભાવું છું.”
શ્લોક ૧૫૮ :- “સર્વ સંગથી નિમુક્ત, નિર્મોહરૂપ, અનઘ અને પરભાવથી મુક્ત એવા આ પરમાત્મતત્ત્વને આવી રીતે ભેદજ્ઞાનપૂર્વક ગ્રહણ કરેલ શુદ્ધાત્માને) હું નિર્વાણરૂપી સ્ત્રીથી ઉત્પન્ન થતાં અનંગ સુખને (અતિન્દ્રિય સુખને) માટે નિત્ય સંભાવું છું (સમ્યપણે ભાવું છું – અનુભવું છું, અને પ્રણમું
શ્લોક ૧૫૯ - “નિજ ભાવથી ભિન્ન એવા સકળ વિભાવને છોડીને (અર્થાત અત્રે ભેદજ્ઞાનની રીત બતાવેલ છે) એક નિર્મળ ચિન્માત્રને (જ્ઞાન સામાન્યરૂપ પરમ પરિણામ ભાવને) હું ભાવું છું. સંસારસાગરને તરી જવા માટે, અભેદ કહેલા (ઉપર જે રીતે અભેદ સમજાવ્યું છે તે રીતે અભેદ કહેલા) મુક્તિના માર્ગને પણ હું નિત્ય નમું છું.”
શ્લોક ૧૬૦:- “જે કર્મના દૂરપણાને લીધે (અર્થાત્ કર્મો અને તેના નિમિત્તે થવાવાળા ભાવોથી ભેદજ્ઞાન કરવાથી તે ગૌણ થઈ ગયેલ છે અને પોતાને શુદ્ધાત્મા પ્રાપ્ત થયેલ છે તેને લીધે) પ્રગટ સહજવસ્થાપૂર્વક (અર્થાત્ સહજ પરિણમનરૂપ પરમ પરિણામિક ભાવ કે જે પંચમભાવ પણ કહેવાય છે તેમાં જ હુંપણું કરી રહેલો છે, જે આત્મનિષ્ઠાપરાયણ (આત્મસ્થિત) સમસ્ત મુનિઓને મુક્તિનું મૂળ છે (અર્થાત્ આવા શુદ્ધાત્મામાં જ “હુંપણું કરવા જેવું છે અને તેનું જ ધ્યાન કરવા જેવું છે અર્થાત્ તેને જ સેવવાથી મુક્તિ મળે છે અર્થાત્ શ્રેણી મંડાય છે અને કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત કરે છે અને આયુ ક્ષયે મોક્ષ પામે છે તેથી શુદ્ધાત્માને મુક્તિનું મૂળ કહ્યું છે, જે એકાકાર છે (અર્થાત્ સદા એવો ને એવો જ ઊપજતો હોવાથી ત્રિકાળી શુદ્ધ અર્થાત્ ત્રણે કાળ એક જેવો જ છે તેથી તેને ત્રિકાળી ધ્રુવ પણ કહેવાય છે), જે નિજ રસના ફેલાવાથી ભરપૂર હોવાને લીધે (અત્રે નિજ રસ કહ્યો કે જે આત્માનો અરૂપી અતિન્દ્રિય આનંદ છે, નહિ કે કોઈ રૂપી પુદ્ગલ દ્રવ્યરૂપ સુધારસ) પવિત્ર છે અને જે પુરાણ છે (અર્થાત્ સનાતન છે – ત્રણે કાળે એવો ને એવો જ ઊપજતો થકો તે સહજ પરિણમનરૂપ પરમ પરિણામિક ભાવ કહેવાય છે), તે શુદ્ધ-શુદ્ધ (અર્થાત્ પરમશુદ્ધ) એક પંચમ ભાવ સદા જયવંત છે.”
શ્લોક ૧૬૧ :- “અનાદિ સંસારથી સમસ્ત જનતાને (-જનસમૂહને) તીવ્ર મોહના ઉદયને લીધે જ્ઞાનજ્યોતિ સદા મત્ત છે, કામને વશ છે (અત્રે આચાર્ય ભગવંતે જનતાની સ્થિતિનું બયાન કરેલ છે કે,