________________
૧૪૬
સમ્યગ્દર્શનની રીત
(અર્થાત્ તેનાથી જ) દ્રવ્યકર્મસ્વરૂપ સમસ્ત પ્રકૃતિને અત્યંત નાશ પમાડીને (અર્થાત્ ઘાતકર્મનો નાશ કરી કેવળજ્ઞાન-કેવળદર્શનરૂ૫) સહજ વિલસતી જ્ઞાનલક્ષ્મીને હું પામીશ.” અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવને પણ ધ્યાનના વિષયરૂપ શુદ્ધાત્મા જ છે.
શ્લોક ૧૫૫ - જેણે જ્ઞાનજ્યોતિ વડે (અર્થાત્ જ્ઞાનમાત્રભાવના અવલંબને) પાપતિમિરના પુંજનો નાશ કર્યો છે (અર્થાત્ તેનું ‘હું પણું જ્ઞાનમાત્રભાવ = પરમ પરિણામિક ભાવમાં જ હોવાથી સર્વ પાપોના ઉદયરૂપ દેયિક ભાવને અત્યંત ગૌણ કર્યા છે, અને જે પુરાણ (સનાતન અર્થાત્ ત્રિકાળી શુદ્ધ) છે એવો આત્મા પરમ સંયમીઓના ચિત્તકમળમાં (ભાવમનમાં) સ્પષ્ટ છે. તે આત્મા સંસારી જીવોના વચન-મનો માર્ગથી અતિક્રાંત છે (વચન અને મનથી સ્પષ્ટ કરી શકવા અથવા વ્યક્ત કરી શકવા યોગ્ય નથી). આ નિકટ પરમપુરુષમાં (અર્થાત્ આ નિકટમાં જ મોક્ષ પામવા યોગ્ય પુરુષમાં) વિધિ શો અને નિષેધ શો ?”
અર્થાત્ આવા શુદ્ધાત્મામાં મગ્ન રહેવાવાળા પરમ પુરુષ, કોઈ વિધિ અનુસરે અથવા ન અનુસરે તો તેમને તેમાં કોઈ જ દોષ નથી તેથી તેમના માટે કોઈ વિધિ-નિષેધ નથી એમ જણાવેલ છે.
શ્લોક ૧૫૬ :- “જે સકળ ઈન્દ્રિયોના સમૂહથી ઉત્પન્ન થતાં કોલાહલથી વિમુક્ત છે (અર્થાત્ જે જ્ઞાન સકળ ઇન્દ્રિયોથી થાય છે તેવાં જ્ઞાનાકારરૂપ વિશેષ, જેમાં ગૌણ છે તેવું સામાન્ય જ્ઞાન છે), જે નય અને અનયના સમૂહથી દૂર (અર્થાત્ નયાતીત છે, કારણ કે નવો વિકલ્પાત્મક હોય છે અને સમ્યગ્દર્શનનું વિષયરૂપ સ્વરૂપ, સર્વે વિકલ્પોથી રહિત છે અર્થાત્ તે નયાતીત) હોવા છતાં યોગીઓને (અર્થાત્ આત્મજ્ઞાનીઓને) ગોચર છે (અર્થાત્ નિત્ય લબ્ધરૂપ અને ક્યારેક ઉપયોગરૂપ છે), જે સદા શિવમય છે (અર્થાત્ સિદ્ધસદશભાવ છે), ઉત્કૃષ્ટ છે અને જે અજ્ઞાનીઓને પરમ દૂર છે (કારણ કે તેઓ શુદ્ધાત્માને એકાંતે ગ્રહણ કરવાનો પ્રયાસ કરે છે અર્થાત્ જેવો તે છે નહીં, તેવી તેની કલ્પના કરી ગ્રહણ કરવાનો પ્રયાસ કરે છે તેથી તેઓ માત્ર ભ્રમમાં જ રહે છે અને સત્યસ્વરૂપથી જોજનો દૂર રહે છે) એવું આ અનઘ (શુદ્ધ) ચૈતન્યમય સહજતત્ત્વ અત્યંત જયવંત (ફરી ફરી અવલંબન કરવા યોગ્ય) છે.”
શ્લોક ૧૫૭ :- “નિજ સુખરૂપી સુધાના સાગરમાં (અત્રે એક ખુલાસો જરૂરી છે કે, કોઈ વર્ગ એવું માને છે કે યોગપદ્ધતિએ સુધારસનું પાન કરવાથી આત્માનો અનુભવ થાય છે અર્થાત્ સમ્યગ્દર્શન થાય છે, તેઓને એક વાત અને સમજવા જેવી છે કે જે અતિન્દ્રિય આનંદ છે કે જે સ્વાત્માનુભૂતિથી આવે છે તેને જ શાસ્ત્રોમાં સુધાનો સાગર અર્થાત્ સુધારસ કહ્યો છે, પરંતુ કોઈ શારીરિક ક્રિયા અથવા તો પુદ્ગલરૂપી રસ વિશેની અહીં વાત નથી, કારણ કે અનુભવકાળે કોઈ દેહભાવ જ હોતો નથી, પોતે માત્ર શુદ્ધાત્મારૂપ જ હોય છે, તો પુદ્ગલરૂપી રસની વાત જ ક્યાંથી હોય ? અર્થાત્ ન જ હોય) ડૂબતા આ શુદ્ધાત્માને જાણીને ભવ્ય જીવ પરમગુરુ દ્વારા (આ જ્ઞાનનો પ્રાયઃ અભાવ હોવાથી તેની દુર્લભતા બતાવવા પરમગુરુ શબ્દ