________________
૧૪૨
સમ્યગ્દર્શનની રીત
લબ્ધમાં શુદ્ધાત્મા અને ઉપયોગમાં વર્તમાન દશા હોવાથી, જ્ઞાની તે વર્તમાન અશુદ્ધ દશામાંથી મુક્ત થવાનાં ઉપાય તરીકે ચારિત્ર ગ્રહણ વગેરે કરે છે કે જેનાથી તે સાક્ષાત્ શુદ્ધાત્મારૂપ મુક્તિ મેળવી શકે નહિ કે પુણ્યના લક્ષરૂપ ચારિત્ર અર્થાત્ આ પુરુષાર્થ શુદ્ધાત્માના આશ્રયે, કર્મોથી મુક્તિ મેળવવા માટે જ હોય છે, અન્યથા નહિ), તેથી ચારિત્ર થાય છે. તેને ચારિત્રને) દઢ કરવા નિમિત્તે હું પ્રતિક્રમણાદિ કહીશ.”
ગાથા ૮૩ અન્વયાર્થ :- “વચનરચનાને છોડીને (અર્થાત્ જે પ્રતિક્રમણ સૂત્ર રૂપ વચનરચના છે તે વિકલ્પરૂપ હોવાથી તેને છોડીને નિર્વિકલ્પ શુદ્ધાત્માને ભાવવો, અનુભવવો અને તેમાં જ સ્થિર થવું તે જ પ્રતિક્રમણાદિનું લક્ષ છે અને જે તે લક્ષ જ સિદ્ધ થઈ જતું હોય, તો તે વચનરચનારૂપ પ્રતિક્રમણની આવશ્યકતા પૂરી થઈ જાય છે), રાગાદિ ભાવોનું નિવારણ કરીને (અર્થાત્ જીવના રાગાદિ જે ભાવો છે તેને
ધ્યાનમાં ન લેતા અર્થાત્ તેને ગૌણ કરીને અર્થાત્ તે રાગાદિ ભાવોમાં હુંપણું નહિ કરીને), જે આત્માને (પરમ પરિણામિક ભાવરૂપ શુદ્ધાત્માને) ધ્યાવે છે, તેને (પરમાર્થ) પ્રતિક્રમણ હોય છે.”
ગાથા ૯૨ : અન્વયાર્થ :- “ઉત્તમાર્થ (ઉત્તમ પદાર્થ) આત્મા છે (તે શુદ્ધાત્મામાં) તેમાં સ્થિત મુનિવરો કર્મને હણે છે તેથી ધ્યાન જ (શુદ્ધાત્માનું ધ્યાન જો ખરેખર ઉત્તમાર્થનું પ્રતિકમણ છે.”
શ્લોક ૧૨૨ :- “સમસ્ત વિભાવને તથા વ્યવહારમાર્ગના રત્નત્રયને છોડીને (અર્થાત્ સમસ્ત વિભાવને ગૌણ કરી અને વ્યવહાર રત્નત્રયના સર્વ વિકલ્પો શાંત કરીને) નિજ તત્ત્વવેદી (નિજ આત્મતત્ત્વને જાણનાર – અનુભવનાર) મતિમાન પુરુષ શુદ્ધ આત્મતત્ત્વમાં નિયત (જોડાયેલું) એવું જે એક નિજ જ્ઞાન, બીજું શ્રદ્ધાન અને વળી બીજું ચારિત્ર તેનો આશ્રય કરે છે.”
શ્લોક ૧૨૩ :- “આત્મધ્યાન સિવાયનું બીજું બધું ઘોર સંસારનું મૂળ છે (અર્થાત્ ધ્યાન માત્ર શુદ્ધાત્માનું જ શ્રેષ્ઠ છે) અને ધ્યાન ધ્યેયાદિક સુતપ (અર્થાત્ ધ્યાન, ધ્યેય વગેરેના વિકલ્પવાળું શુભ તપ પણ) કલ્પનામાત્ર રમ્ય છે (અર્થાત્ ખરેખર સારું નથી, કલ્પનામાત્ર સારું છે) એવું જાણીને ધીમાન (બુદ્ધિમાન પુરુષ) સહજ પરમાનંદરૂપી પીયૂષના પૂરમાં ડૂબતાં (લીન થતાં) એવા સહજ પરમાત્માનો (પરમ પરિણામિક ભાવરૂપ કારણ પરમાત્માનો) એકનો આશ્રય કરે છે.”
ગાથા ૭ : અન્વયથાર્થ :- “(શુદ્ધ આત્માના) ધ્યાનમાં લીન સાધુ સર્વ દોષોનો પરિત્યાગ કરે છે; તેથી ધ્યાન જ (અર્થાત્ તે શુદ્ધાત્માનું ધ્યાન જો ખરેખર સર્વ અતિચારનું પ્રતિક્રમણ છે.”
ગાથા ૯૫ : અન્વયાર્થ :- “સમસ્ત જલ્પને (વચનવિસ્તારને અર્થાત્ વિકલ્પોને) છોડીને (અર્થાત્ ગૌણ કરીને) અને અનાગત શુભ-અશુભનું નિવારણ કરીને (અર્થાત્ શુભાશુભ ભાવોને ગૌણ કરીને અર્થાત્ શુભ-અશુભ ભાવોના વિકલ્પોને છોડીને અર્થાત્ સર્વ વિભાવભાવોને ગૌણ કરીને અથર્ સમયસાર ગાથા ૬ અનુસારનો ભાવ અર્થાત્ જે પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી એવો એક જ્ઞાયકભાવરૂપ) જે આત્માને (અર્થાત્ શુદ્ધ દ્રવ્યાર્થિક નયના વિષયરૂપ શુદ્ધાત્માને) ધ્યાવે છે તેને (નિશ્ચય)