SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમસાર અનુસાર ધ્યાન અને સમ્યગ્દર્શનનો વિષય _ ૧૪૩ પ્રત્યાખ્યાન છે.” અર્થાત્ સર્વ પુરુષાર્થ માત્ર આત્મસ્થિરતાપ ચારિત્ર માટે જ કે જે સાક્ષાત કેવળજ્ઞાનનું કારણ છે. ગાથા ૯૬ : અન્વયાર્થ :- “કેવળજ્ઞાન સ્વભાવી, કેવળદર્શન સ્વભાવી, સુખમય અને કેવળશક્તિ સ્વભાવી તે હું છું એમ જ્ઞાની ચિંતવે છે.” અર્થાત્ જ્ઞાની પોતાનું કારણ સમયસારરૂપ શુદ્ધાત્મા જ અનુભવે શ્લોક ૧૨૮:- “સમસ્ત મુનિજનોના હૃદયકમળનો (મનનો) હંસ એવો જે આ શાશ્વત (ત્રિકાળી શુદ્ધ) કેવળજ્ઞાનની મૂર્તિરૂપ (જ્ઞાનમાત્ર), સકળ વિમળ દષ્ટિમય (શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય - શુદ્ધ દ્રવ્યદષ્ટિનો વિષય એવો શુદ્ધાત્મા), શાશ્વત આનંદરૂપ, સહજ પરમ ચૈતન્ય શક્તિમય (પરમ પરિણામિક જ્ઞાનમય) પરમાત્મા જયવંત છે.” અર્થાત્ તેને જ ભાવવા જેવો છે, તેમાં જ “હુંપણું કરવા યોગ્ય છે. ગાથા ૯૭ : અન્વયાર્થ :- “જે નિજ ભાવને છોડતો નથી (અર્થાત્ પરમ પારિણામિક ભાવરૂપ સહજ પરિણમન, ત્રણે કાળે એવું ને એવું જ થવાથી અર્થાત્ ઊપજવાથી અને તે જ તેનો નિજ ભાવ હોવાથી, જણાવેલ છે કે તે નિજ ભાવને છોડતો નથી અને બીજું જ્ઞાનીને લબ્ધરૂપે તે જ ભાવ રહેતો હોવાની અપેક્ષાએ પણ કહ્યું છે કે નિજ ભાવને છોડતો નથી), કાંઈ પણ પરભાવને ગ્રહતો નથી (અર્થાત્ કોઈ પણ પરભાવમાં હુંપણું ન કરતો હોવાથી તેને ગ્રહતો નથી એમ કહ્યું છે), સર્વને જાણે-દેખે છે (અર્થાત્ તેને જ્ઞાનમાત્ર ભાવમાં જ “હુંપણું હોવાથી સર્વને જાણે-જોએ છે, પરંતુ પરમાં હુંપણું કરતો નથી), તે “હું છું” (અર્થાત્ શુદ્ધાત્મા તે “હું છું.') એમ જ્ઞાની ચિંતવે છે.” અર્થાત્ અનુભવે છે અને ધ્યાવે છે અર્થાત્ તે જ ધ્યાનનો અને સમ્યગ્દર્શનનો વિષય છે. શ્લોક ૧૨૯ :- “આત્મા આત્મામાં નિજ આત્મિક ગુણોથી સમૃદ્ધ આત્માને (અર્થાત્ શુદ્ધાત્માને) - એક પંચમભાવને (અર્થાત્ પરમ પરિણામિક ભાવરૂપ આત્માને) જાણે છે અને દેખે છે (અનુભવે છે); તે સહજ એક પંચમભાવને (અર્થાત્ આત્માના સહજ પરિણમનરૂપ પંચમભાવ - પરમ પરિણામિક ભાવને) એણે છોડ્યો નથી જ અને અન્ય એવા પરમભાવને (અર્થાત્ ઔદેયિક, ઉપશમ અને ક્ષયોપશમ ભાવને) કે જે ખરેખર પૌદ્ગલિક વિકાર છે તેને – એ ગ્રહતો નથી (હુંપણું કરતો નથી) જ.” શ્લોક ૧૩૩ :- “જે મુક્તિસામ્રાજ્યનું મૂળ છે (અર્થાત્ સમ્યગ્દર્શનનો વિષય છે, કારણ કે સમ્યગ્દર્શન એ મુક્તિસામ્રાજ્યનું મૂળ છે) એવા આ નિરૂપમ, સહજ પરમાનંદવાળા ચિરૂપને (ચૈતન્યના સ્વરૂપને = સામાન્ય જ્ઞાનમાત્રને) એકને ડાહ્યા પુરુષોએ સમ્યક પ્રકારે ગ્રહવું યોગ્ય છે (અર્થાત્ એક સામાન્ય જ્ઞાનમાત્ર ભાવ કે જે સહજ પરિણમનયુક્ત પરમ પરિણામિક ભાવ છે તેમાં જ ડાહ્યા પુરુષોએ હુંપણું કરવા યોગ્ય છે); તેથી હે મિત્ર! તું પણ મારા ઉપદેશના સારને (અર્થાત્ આ જ સર્વ જિનાગમોનો સાર છે અર્થાત્ સમયનો સાર છે અર્થાત્ સમયસારને) સાંભળીને, તુરંત જ ઉગ્રપણે આ ચૈતન્ય ચમત્કારમાત્ર પ્રત્યે તારું વલણ કર.”
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy