________________
સાધકને સલાહ
જ
અમે જ્યારે પાપત્યાગ વિશે જણાવીએ છીએ, ત્યારે કોઈ એમ પૂછે છે કે રાત્રિભોજન ત્યાગ વગેરે વ્રતો અથવા પ્રતિમાઓ તો સમ્યગ્દર્શન બાદ જ હોય છે, તો અમોને તે રાત્રિભોજનનો શો દોષ લાગે ? તો તેઓને અમારો ઉત્તર હોય છે કે, રાત્રિભોજનનો દોષ સમ્યગ્દષ્ટિ કરતાં મિથ્યાદષ્ટિને અધિક જ લાગે છે; કારણ કે મિથ્યાદષ્ટિ તેને રાચી-માચીને સેવતો (કરતો) હોય છે જ્યારે સમ્યગ્દષ્ટિ તો આવશ્યક ન હોય, અનિવાર્યતા ન હોય, તો આવા દોષોનું સેવન જ નથી કરતો અને જો કોઈ કાળે આવા દોષોનું સેવન કરે છે તો પણ ભીરુ ભાવે અને રોગના ઔષધ તરીકે કરે છે, નહિ કે આનંદથી અથવા સ્વચ્છંદે. કારણ કે સમ્યગ્દષ્ટિ જીવને તો ભોજન કરવું પડે છે તે પણ મજબૂરીરૂપ લાગે છે, રોગરૂપ લાગે છે અને તેનાથી ત્વરાએ છૂટકારો જ ઇચ્છે છે.
૧૩૭
આથી કોઈ પણ પ્રકારનો છળ કોઈએ ધર્મશાસ્ત્રોમાંથી ગ્રહણ ન કરવો. કારણ કે ધર્મશાસ્ત્રોમાં દરેક વાતો અપેક્ષાએ હોય છે, તેથી કરીને વ્રતો અને પ્રતિમાઓ પાંચમા ગુણસ્થાનકે કહી છે, તેનો અર્થ એવો ન કાઢવો કે અન્ય કોઈ નિમ્ન ભૂમિકાવાળાઓ તેને અભ્યાસ અર્થે અથવા તો પાપથી બચવા ગ્રહણ ન કરી શકે. બલ્કે સૌએ અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય જ છે; કારણ કે જેને દુઃખ પ્રિય નથી એવાં જીવો દુઃખના કારણરૂપ પાપો કેવી રીતે આચરી શકે ? અર્થાત્ ન જ આચરી શકે.
ન
માત્ર સમજવાની વાત એટલી જ છે કે સમ્યગ્દર્શન પહેલાંના અણુવ્રતી અથવા તો મહાવ્રતી એ પોતાને અનુક્રમે પાંચમા અથવા છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકે ન સમજતાં (માનતાં) માત્ર આત્માર્થે (અર્થાત્ આત્માની પ્રાપ્તિ અર્થે) અભ્યાસરૂપ ગ્રહણ કરેલ અણુવ્રતી અથવા મહાવ્રતી સમજવાં (માનવાં) અને લોકોને પણ તેમ જ જણાવવું, કે જેથી લોકોને છેતરવાનો દોષ પણ નહિ લાગે.
તેથી શાસ્ત્રમાંથી કોઈ પણ પ્રકારનું છળ અથવા વિપરીત અર્થાત્ છેતરામણી વાત ગ્રહણ ન કરવી, પરંતુ તેને યથાર્થ અપેક્ષાએ સમજવું દરેક મુમુક્ષુ માટે અત્યંત આવશ્યક છે; કારણ કે દરેક શાસ્ત્રમાં સ્પષ્ટ કહેવામાં આવેલ છે કે પડવાનો અર્થાત્ નીચલા દરજ્જે જવાનો તો કોઈ ઉપદેશ આપે જ નહીંને ? ઉપદેશ તો માત્ર ઉપર ચઢવા માટે જ છે અર્થાત્ કોઈ પહેલાં ગુણસ્થાનકવાળો વ્રતી હોય તો તેને વ્રત છોડવા નથી જણાવ્યું, પરંતુ તેને અનુકૂળ ગુણસ્થાનક પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરેલ છે; તેને અન્યથા ગ્રહણ કરી વ્રત-પચ્ચક્ખાણ છોડી દેવા નહિ, તે તો મહા અનર્થનું કારણ છે. તો એવો કોઈ આચાર્ય ભગવંત ઉપદેશ આપે જ નહિને ? અર્થાત્ કોઈ જ ન આપે, પરંતુ આ તો માત્ર આજના કાળના માનવીની વક્રતા જ છે કે તે તેને વિપરીત રૂપે ગ્રહણ કરે છે. આ જ રીતે અનાદિથી આપણે ધર્મને વિપરીત રૂપે ગ્રહણ કરતાં આવ્યા છીએ અને માટે જ અનાદિથી રખડીએ છીએ.
હવે તો બસ થાઓ ! બસ થાઓ ! આવી વિપરીત પ્રરૂપણા. જેમ કે પુરુષાર્થસિદ્ધિ-ઉપાય ગાથા ૫૦માં પણ કહ્યું છે કે, ‘“જે જીવ યથાર્થ નિશ્ચય સ્વરૂપને જાણ્યા વિના (અર્થાત્ સમ્યગ્દર્શનને પામ્યા