________________
૩૧
સાધકને સલાહ
૧૩૫
સાધક આત્માએ સૌપ્રથમ તો પોતાનું લક્ષ દુનિયા ઉપરથી હટાવીને ‘‘હું અને કર્મો’’ આટલું જરૂર સમજી લેવા જેવું છે; કારણ કે અનાદિથી જે મારી રખડપટ્ટી ચાલે છે તે કર્મોને કારણે જ છે. તે કર્મો કાંઈ માત્ર પુદ્ગલરૂપ નથી, તે કર્મો એટલે મારા જ પૂર્વે કરેલા ભાવો છે કે જેનાં નિમિત્તે તે પુદ્ગલો કર્મરૂપે પરિણમેલ છે. તેથી સમજવાનું એ છે કે મને જો કોઈએ સૌથી અધિક દુ:ખી કર્યો હોય તો તે માત્ર ને માત્ર ‘હું’ જ છું, અર્થાત્ તે માત્ર મારા જ પૂર્વે કરેલા ભાવો છે કે જેના નિમિત્તે, પુદ્ગલ કર્મરૂપ થયા. અને તે પુદ્ગલરૂપ કર્મોનો ઉદય થતાં જ હું તેના નિમિત્તે પરિણમીને દુ:ખી થયો.
જો વ્યવસ્થા આવી જ હોય તો હું એમ કેમ વિચારી શકું કે કોઈ અન્ય વ્યક્તિએ મને દુ:ખી કર્યો અથવા મારું અહિત કર્યું. કારણ આવું વિચારતાં જ તે વ્યક્તિ સાથેના સાંકળરૂપ સંબંધમાં એક નવી કડી ઉમેરાય છે અને મારાં નવાં કર્મો બંધાય છે કે જેના ઉદય વખતે ફરીથી આવી જ રીતે નવાં કર્મો બંધાવાની સંભાવના ઊભી જ રહેશે, આવાં અનુબંધને જ અનંતાનુબંધી કષાય કહેવાય છે.
બીજાંના દોષ જોવાથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થાય છે, તે ન થાય તેના માટે સાધક જીવે દુ:ખ કાળે પૂર્વે જણાવેલ તે ધન્યવાદ ! સુસ્વાગતમ! (Thank you ! Welcome! ) ની અંતર્ગત એવું વિચારવું કે, ‘અહો ! મેં આવું દુષ્કૃત્ય પૂર્વે કર્યું હતું ? તો તે માટે મારા મિચ્છામિ દુક્કડમ ! (આ છે પ્રતિક્રમણ) તે માટે હું પસ્તાવાપૂર્વક મારી નિંદા કરું છું અને હવે પછીથી હું આવા ભાવ ક્યારેય નહિ કરું એવી પ્રતિજ્ઞા (પચ્ચકખાણ) કરું છું (આ છે પ્રત્યાખ્યાન) અને જે વ્યક્તિ મને મારાં આવા ભાવોથી (કર્મોથી) છોડાવવામાં નિમિત્ત થયા છે, તે મારા પરમ ઉપકારી છે તેથી તે ધન્યવાદને પાત્ર છે.’ આવું વિચારતાં તે વ્યક્તિ પ્રત્યે નહિ રોષ આવે કે નહિ અભાવ આવે, આવશે તો માત્ર કૃતજ્ઞતા આવશે. અને હું આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી બચીને શુભભાવરૂપ ધર્મધ્યાનમાં સ્થિત રહેવાથી એક તો તે વ્યક્તિ સાથેની સાંકળ તૂટી જશે (વેર છૂટી જશે) અને નવાં દુ:ખદાયક કર્મોનો બંધ અટકી જશે. જેથી કરીને મુમુક્ષુ જીવે આવું જ વિચારવું અને પોતાને તથા સર્વેને માત્ર શુદ્ધાત્મા જોવારૂપ (જેમ પૂર્વે અપેક્ષાએ સમજાવ્યો છે એવો, એકાંત નહિ) ભાવમાં રહીને તત્ત્વનો નિર્ણય અને સમ્યગ્દર્શન જ કરવા યોગ્ય છે.
અત્રે કોઈ કહે કે આપ તો શુભની વાત કરી રહ્યા છો ? તેઓને અમે કહીએ છીએ કે કોઈ પણ જીવ નિરંતર કોઈ ને કોઈ (શુભ અથવા અશુભ) ધ્યાન/ભાવ કરીને અનંતાનંત કર્મોથી બંધાઈ જ રહ્યો