________________
૧૩૪
સમ્યગ્દર્શનની રીત
અન્ય મતિના ધ્યાન, જેવાં કે કોઈ એક બિંદુ ઉપર એકાગ્રતા કરાવે, તો કોઈ શ્વાસોશ્વાસ ઉપર એકાગ્રતા કરાવે અથવા તો અન્ય કોઈ રીતે, પણ જેનાથી દેહાધ્યાસ જ દૃઢ થતો હોય એવાં કોઈ પણ ધ્યાન ખરેખર તો આર્તધ્યાનરૂપ જ છે. આવા ધ્યાનથી મનને થોડીક શાંતિ મળતી હોવાથી લોકો છેતરાઈ જાય છે અને તેને જ સાચું ધ્યાન માનવા લાગે છે. બીજું, શ્વાસોશ્વાસ જોવાથી અને તેનો સારો અભ્યાસ હોય, તેને કષાયનો ઉદ્ભવ થાય તેની જાણ થવાં છતાં, પોતે કોણ છે એનું સ્વાત્માનુભૂતિ પૂર્વકનું જ્ઞાન નહિ હોવાથી, આવા બધાં જ ધ્યાનો આર્તધ્યાનરૂપ જ પરિણમે છે. તે આર્તધ્યાનનું ફળ છે તિર્યંચગતિ, જ્યારે ક્રોધ, માન, માયા-કપટરૂપ ધ્યાન તે રૌદ્રધ્યાન છે અને તેનું ફળ છે નરકગતિ. ધર્મધ્યાનના પેટાપ્રકારોમાં આત્મા જ કેન્દ્રમાં હોવાથી જ તેને સમ્યક્બાન કહેવાય છે.
જ
મનને ચકાસવા માટે પોતાને શું ગમે છે ? તે ચકાસવું, આ છે આત્મપ્રાપ્તિનું બેરોમીટર થરમોમીટર. આ પ્રશ્નનો ઉત્તર ચિંતવવો. જ્યાં સુધી ઉત્તરમાં કોઈ પણ સાંસારિક ઇચ્છા/આકાંક્ષા હોય ત્યાં સુધી પોતાની ગતિ સંસાર તરફની સમજવી અને જ્યારે ઉત્તર – એકમાત્ર આત્મપ્રાપ્તિ એવો હોય, તો સમજવું કે આપના સંસારનો કિનારો બહુ નજીક આવી ગયેલ છે; માટે તે માટેનો પુરુષાર્થ વધારવો. આગળ અમે સાધકને મોક્ષમાર્ગની સાધના માટે આવશ્યક વાતો જણાવીએ છીએ.
2