________________
પૂર્વભૂમિકા
એવી જ રીતે આત્માનુશાસન ગાથા ૫૧માં જણાવેલ છે કે, “કાળા નાગ જેવા પ્રાણનાશ કરવાવાળા એવા એ ભોગની તીવ્ર અભિલાષાથી ભૂત, ભાવિ અને વર્તમાન ભવોને નષ્ટ કરી તે અખંડિત મૃત્યુથી અનંત વાર માર્યો અને આત્માના સર્વસ્વાધીન સુખનો નાશ કર્યો. મને તો લાગે છે કે તું અવિવેકી, પરલોક ભયથી રહિત, નિર્દય અને કઠોર પરિણામી છે. કારણ, મહાપુરુષોથી નિંદિત વસ્તુનો જ તું અભિલાષી થયો છે. ધિક્કાર છે એ કામી પુરુષોને કે જેનું અંતઃકરણ નિરન્તર કામક્રોધરૂપ મહાગ્રહ (ડાકુપિશાચ)ને વશ રહ્યા કરે છે ! એવો પ્રાણી આ જગતમાં શું શું નથી કરતો ? સર્વ કુકર્મ કરે છે.”
અનાદિથી જે મારો કોઈ સૌથી મોટો દુશ્મન હોય તો તે હું પોતે જ છું. અનાદિથી જો મને કોઈએ સૌથી વધુ ઠગ્યો હોય તો તે હું પોતે જ છું. કેમ કે અનાદિથી મેં પોતાને ખોટા તર્કોમાં, પક્ષમાં, આગ્રહમાં, હઠાગ્રહમાં, કદાગ્રહમાં ફસાવી રાખ્યો છે. આ કારણથી આપણે પોતાને સ્વચ્છંદતાથી મુક્તિ આપવામાં અસફળ રહ્યા છીએ અને એમ જ આપણે પોતાને ઠગતા રહ્યા છીએ. હું આ બધું છોડીને મારો મિત્ર પણ બની શકું છું. તેની રીત બહુ જ સરળ છે. હું મારા જૂઠા તર્ક, પક્ષ, આગ્રહ, હઠાગ્રહ, કદાગ્રહ અને સ્વચ્છંદતા છોડી સાચું એ જ મારું અને સારું એ જ મારું આ સૂત્રને અપનાવીને મારે મારા પરમ મિત્ર બનવું છે.
આગળ આત્માનુશાસન ગાથા ૫૪માં પણ જણાવેલ છે કે, “હે જીવ! આ અપાર અને અથાહ સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં તે અનેક યોનિઓ ધારણ કરી, મહાદોષયુક્ત સપ્તધાતુમય મળથી બનેલું એવું તારું આ શરીર છે, ક્રોધાદિ કષાયજન્ય માનસિક અને શારીરિક દુઃખોથી તું નિરંતર પીડિત છે. હીનાચર, અભક્ષ ભક્ષણ અને દુરાચારમાં તું નિમગ્ન થઈ રહ્યો છે અને એમ કરી કરીને તું તારા આત્માને જ નિરંતર ઠગી રહ્યો છે. વળી જવાથી ગ્રસ્ત (ગ્રહાયેલો) છે. મૃત્યુના મુખ વચ્ચે પડ્યો છે. છતાં વ્યર્થ ઉન્મત્ત થઈ રહ્યો છે, એ જ પરમ આશ્ચર્ય છે! તું આત્મકલ્યાણનો કટ્ટો શત્રુ છે ? અથવા શું અકલ્યાણને વાંચ્છે છે ?”
કેટલાક જીવો એવા પણ છે જે પુણ્યાર્જનને જ મોક્ષમાર્ગ માને છે. તેઓ નિશ્ચય સમ્યગ્દર્શનની પ્રાપ્તિના લક્ષ વગર માત્ર પુણ્યાર્જનમાં જ લાગ્યા રહે છે અને તેનાથી જ મોક્ષ માને છે. આવા બાળ જીવો ઉપર કરુણા કરીને, યોગસાર દોહરા ૧૫માં આચાર્ય ભગવંતે જણાવેલ છે કે, “વળી જે તું પોતાને તો જાણતો નથી (અર્થાત્ સમ્યગ્દર્શન નથી) અને સર્વથા એકલું પુણ્ય જ કરતો રહીશ તો પણ તું વારંવાર સંસારમાં જ ભ્રમણ કરીશ અને શિવસુખને પામી શકીશ નહિ.” અર્થાત્ સમ્યગ્દર્શન વગર શિવસુખની (મોક્ષની) પ્રાપ્તિ શક્ય જ નથી. આગળ યોગસાર દોહરા પ૩માં પણ આચાર્ય ભગવંત જણાવે છે કે, “શાસ્ત્ર ભણવા છતાં પણ જેઓ આત્માને જાણતા નથી (અર્થાત્ જેઓને સમ્યગ્દર્શન નથી) તેઓ પણ જડ છે; તે કારણે આ જીવો નિશ્ચયથી નિર્વાણને પામતા નથી એ વાત સ્પષ્ટ છે.” અર્થાત્ મિથ્યાત્વ