________________
નિયમસાર અનુસાર સમ્યગ્દર્શનનો વિષય
૧૩૧
વિષયરૂપ સહજ સમયસારરૂપ મારું સ્વરૂપ છે તેમાં સ્થિત), સર્વ કર્મથી વિમુક્ત, શુદ્ધ આત્માને એકને સતત અનુભવીએ છીએ, કારણ કે અન્ય કોઈ પ્રકારે મુક્તિ નથી, નથી, નથી જ.” અર્થાત્ અન્ય કોઈ ભાવ ઉપાદેય નથી, અન્ય કોઈ ભાવ ભજવા જેવો નથી; એકમાત્ર શુદ્ધાત્માને ભજતા જ, અનુભવતા જ અને તેમાં જ સ્થિરતા કરતાં જ મુક્તિ સહજ જ છે અન્ય કોઈ રીતે નથી, નથી, નથી જ (ભાર આપવા ત્રણ વખત નથી કહ્યું છે).
ગાથા ૧૯ : અન્વયાર્થ :- “દ્રવ્યાર્થિક નયે જીવો પૂર્વકથિત પર્યાયોથી વ્યતિરિકત (રહિત) છે; પર્યાયનયે જીવો તે પર્યાયથી સંયુક્ત છે, આ રીતે જીવો બંને નયોથી સંયુક્ત છે.”
અર્થાત્ એક જ સંસારી જીવને જોવાની = અનુભવવાની દષ્ટિભેદે ભેદ છે, તે જીવમાં કોઈ ભાગ શુદ્ધ અથવા કોઈ ભાગ અશુદ્ધ એવું નથી. પરંતુ અપેક્ષાએ અર્થાત્ દ્રવ્યદષ્ટિએ અથવા પર્યાયદષ્ટિએ તે જ જીવ અનુક્રમે શુદ્ધ અથવા અશુદ્ધ ભાસે છે; આથી જે કાંઈ કરવાનું હોય, તો તે માત્ર દષ્ટિ બદલવાની છે, અન્ય કાંઈ નહિ.
શ્લોક ૩૬ : - “જેઓ બે નયોના સંબંધને નહિ ઉલ્લંઘતા થકા (અર્થાત્ કોઈ પણ વાત અપેક્ષાએ સમજવાવાળાં અર્થાત્ એકાંતે શુદ્ધ અથવા એકાંતે અશુદ્ધ કહેવાવાળાં-માનવાવાળાં એ બન્ને મિથ્યાત્વી, જ્યારે અપેક્ષાએ શુદ્ધ અને અપેક્ષાએ અશુદ્ધ માનવાવાળાં-કહેવાવાળાં નયોના સંબંધને નહિ ઉલ્લંધતા જીવો સમજવાં) પરમજિનના પાદપંકજયુગલમાં મત્ત થયેલા ભ્રમર સમાન છે (અર્થાત્ એવા જીવો પરમજિનરૂપ એવા પોતાના શુદ્ધાત્મામાં –પરમ પરિણામિક ભાવમાં - કારણસમયસારમાં – કારણશુદ્ધપર્યાયમાં મત્ત છે.) એવા જે પુરુષો તેઓ શીધ્ર સમયસારને (કાર્યસમયસારને) અવશ્ય પામે છે. પૃથ્વી ઉપર મતના કથનથી સજ્જનોને શું ફળ છે (અર્થાત્ જગતના જૈનેતર દર્શનોનાં મિથ્યા કથનોથી સજ્જનોને શો લાભ છે ?) અર્થાત્ જે કોઈ દર્શન આ શુદ્ધાત્મારૂપ કારણસમયસારને અન્ય કોઈ રીતે
અર્થાત્ એકાંતે શુદ્ધ સમજે છે અથવા એકાંતે અશુદ્ધ સમજે છે તે પણ જૈનેતર દર્શન જ છે અર્થાત્ મિથ્યાદર્શન જ છે.
હવે આગળ અમે ધ્યાનના વિષયમાં સંક્ષેપમાં જણાવીએ છીએ.