________________
૧૨૯
૨૯
નિયમસાર અનુસાર સમ્યગ્દર્શનનો વિષય
હવે આપણે શ્રી નિયમસાર શાસ્ત્રથી જાણીશું કે સમ્યગ્દર્શનનો વિષય શું છે ? અને સમ્યગ્દષ્ટિ શેનું વેદન કરે છે ? તે કયા ભાવોમાં રક્ત હોય છે ? વગેરે ......
શ્લોક ૨૨ :- “સહજજ્ઞાનરૂપી સામ્રાજ્ય જેનું સર્વસ્વ છે એવો શુદ્ધ ચૈતન્યમય મારા આત્માને જાણીને (અર્થાત્ શુદ્ધ દ્રવ્યાર્થિક નયે કરી પોતાને શુદ્ધાત્મા જાણીને), હું આ નિર્વિકલ્પ થાઉં.” અર્થાત્ શુદ્ધ ચૈતન્યમય આત્મા તે જ સમ્યગ્દર્શનનો વિષય છે, કારણ કે તેને ભાવતા જ જીવ નિર્વિકલ્પ થાય છે.
શ્લોક ૨૩:- “દશિ-શક્તિ-વૃત્તિસ્વરૂપ (દર્શનશાનચારિત્ર રૂપે પરિણમતું) એવું જે એક જ ચેતનસામાન્યરૂપ (અર્થાત્ શુદ્ધ દ્રવ્યાર્થિક નયના વિષયરૂપ માત્ર સામાન્યજીવ-શુદ્ધાત્મા-પરમ પરિણામિક ભાવ) નિજ આત્મતત્ત્વ, તે મોક્ષેચ્છુઓને (મોક્ષનો) પ્રસિદ્ધ માર્ગ છે; આ માર્ગ વિના મોક્ષ નથી.”
અર્થાત્ આ સામાન્ય જીવમાત્ર કે જેને સહજ પરિણામી અથવા તો પરમ પરિણામિક ભાવરૂપ પણ કહેવાય છે તે જ દષ્ટિનો વિષય છે, અર્થાત્ સમ્યગ્દર્શનનો વિષય છે અને તેનાથી જ સમ્યગ્દર્શન થતાં, તેને જ પ્રસિદ્ધ મોક્ષનો માર્ગ કહ્યો; કારણ કે સમ્યગ્દર્શનથી જ તે માર્ગમાં પ્રવેશ છે.
શ્લોક ૨૪ :- “પરભાવ હોવા છતાં (અર્થાત્ વિભાવરૂપ ઔદાયિક ભાવ હોવા છતાં, તે ઔદાયિક ભાવને શુદ્ધ દ્રવ્યાર્થિક નયે કરી પરભાવ જણાવેલ છે; કારણ કે તે કર્મો અર્થાત્ પરની અપેક્ષાએ = નિમિત્તે હોય છે), સહજગુણમણિની ખાણરૂપ અને પૂર્ણ જ્ઞાનવાળા શુદ્ધાત્માને (પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્માને) એકને જે (ભેદશાને કરી) તીક્ષ્ણ બુદ્ધિવાળો શુદ્ધ દષ્ટિ (અર્થાત્ શુદ્ધ દ્રવ્યાર્થિક ચક્ષુથી) પુરુષ ભજે છે (અર્થાત્ તે શુદ્ધ ભાવમાં હુંપણું કરે છે), તે પુરુષ પરમ શ્રીરૂપી કામિનીનો (મુક્તિસુંદરીનો) વલ્લભ બને છે.” અર્થાત્ જીવ શુદ્ધાત્મામાં એકત્વ કરીને સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં મોક્ષમાર્ગમાં પ્રવેશ પામીને અવશ્ય મુક્તિને પામે છે.
શ્લોક ૨૫ :- “એ રીતે પર ગુણપર્યાયો હોવા છતાં (અર્થાત્ આત્મા ઔદાયિક ભાવરૂપે પરિણમતો